Opinion Magazine
Number of visits: 10002757
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇલાબહેન પાઠકને અંજલિ :

વિવિધ …|Opinion - Opinion|11 January 2014

કેવડી મોટી ખોટ ! એમનાં કામો બોલતાં રહેશે; બહુ મોટી વિરાસત મૂકીને એ ગયાં છે.

− ફારુક ઘાંચી ‘બાબુલ’

•

અા સમાચાર જાણીને હું તદ્દન ભાંગી પડી છું. ઇલાબહેન હકીકતે તો અસાધારણ માનવી હતાં, અને વળી, મારે સારુ તો મુઠ્ઠી ઊંચેરા રૉલ મૉડલ પણ.

એમની સમગ્ર દેણગી નાશ ન પામે તે જોવા કરવા માટે અાપણે ઉચિત કામ કરવાં રહેશે.

− બાલા ઠકરાર

ડિરેક્ટર, એશિયન ફાઉન્ડેશન ફૉર ફિલાન્થ્રોપી

•

ખૂબ આઘાતજનક સમાચાર છે. દુનિયામાં જ્યારે આવાં કર્મશીલોની વધુ જરૂર છે, ત્યારે એમની ખોટ અસહ્ય લાગે. આશા રાખીએ કે એમણે જલાવેલી જ્યોત સંભાળનારાં તૈયાર કર્યાં હોય.

ઓમ શાંતિ.

− અાશા બૂચ

•

ઇલાબહેન પાઠક સરીખાં મહિલા કર્મશીલ હવે હયાત નથી તે જાણી દયા અને હું, બન્ન,ે ભારે અાઘાત અનુભવીએ છીએ. કદાચ એમને રૂબરૂ હળવામળવાનું નહીં થયું હોય, પરંતુ એમની શક્તિશાળી કલમ અને પ્રવૃત્તિઅોથી પૂરતાં વાકેફ રહ્યાં છીએ અને એમના પ્રતિના અાદરમાં સતત વધારો થતો અનુભવ્યો છે.

અા ઘડીએ અમારી પ્રાર્થનાઅો શેષ પરિવાર જોડાજોડ છે. દિવંગતને ચરમ શાંતિ મળજો. અામીન !

− મનસુખ શાહ

•

અા ખરેખરે દુ:ખદ સમાચાર છે ! એમને અહીં છેલ્લે મળ્યાં, ત્યારે એ કેટલાં તંદુરસ્ત દેખાતાં હતાં. એ એંશીનાં હોય તેમ પણ લાગતું નહોતું !!

ગુજરાત અને તેમાં ય ખાસ કરીને ગુજરાતી મહિલાઅોએ એક જબ્બર હામી ખોયાં છે. મહિલાઅોના અધિકાર માટે એ જીવનભર લડતાં અાવ્યાં. એમનું કામ, એમની નીડરતા ચોક્કસપણે નોંધપાત્ર હતાં.

એમને સદાય શાંતિ મળજો.

− ભદ્રા વડગામા

•

અા સમાચાર જાણીને સાચેસાચ બહુ જ દુ:ખ થયું !!

જાન્યુઅારી 2012માં ઇલાબહેનને મળવાનું બન્યું ત્યારે એ 79ની વયે પહોંચ્યાં હશે, તેમ વર્તાતું જ નહોતું. એમની ઊર્જાશક્તિ અને જોમ ભારે અનુકરણીય હતાં ! અને વળી એમણે અાદરેલાં અને અાટોપેલાં અનેક કામો પણ કાબિલે દાદ છે. એમની ભારે મોટી ખોટ સાલતી રહેવાની છે.

– સુષમા સંઘવી

•

તમારા સૌ કોઈનાં દુ:ખ અને વેદનામાં હું પણ સામેલ છું. ઇલાબહેન હવે નથી એ સ્વીકારવાનું બહુ ભારે લાગી રહ્યું છે. અાપણા સૌ માટે અા બહુ મોટી ખોટ છે.

એમના અાત્માને ચિરંજીવ શાંતિ મળજો.

− ઉષા ઠક્કર

•

ઇલાબહેન પાઠકના નિધનથી અમે ય ભારે અાઘાત તથા તીવ્ર વેદના અનુભવીએ છીએ. એ ગુજરાતનાં મહાન સ્ત્રી યોદ્ધા હતાં. બધું અાંચકી લેવામાં રચ્યાપચ્યા અાજના નિરંકુશ રાજ્ય શાસન સામે મહિલાઅોના અને સામાન્ય જનના અધિકારો માટે એ સતત લડતા હતાં. બીજી તરફ નિગૂઢ, મૂઢાગ્રહી, પૂર્વગ્રંથિયુક્ત તેમ જ સુધારાવાદના વિરોધમાં ખદબદતા સમાજ સામે ય એ પડકાર ઝીલી અણનમ લડતાં હતાં.

મારી એમને સહૃદય વિદાય વંદના હજો. એમના અા કમનસીબ અવસાનથી ગુજરાત ખરેખાત રાંક બન્યું છે.

− દાઉદભાઈ ઘાંચી

•

અનુગાંધી યુગિન ગુજરાતના જાહેર જીવનમાં, ઇલાબહેન પાઠકનું કામ, સ્થાન કદથી ક્યાં ય ઊંચેરું રહ્યું છે. ‘અમદાવાદ વીમેન્સ એક્શન ગૃપ’નાં સ્થાપક ઇલાબહેન હકીકતે સ્ત્રીનો અવાજ પૂરવાર રહ્યાં.

પંદેરક વરસના નિજી પરિચયમાં જે સમજાયું તે એટલું કે ઇલાબહેન અંગ્રેજી સાહિત્યના એક કુશળ અધ્યાપિકા હતાં, નાગરિકી સ્વાતંત્ર્યના અનેકવિધ અાંદોલનોમાં કર્મઠ કર્મશીલ હતાં. મહિલા અાંદોલનની દીવાદાંડી જ ન હતાં, તે દરેકની મજબૂત પીઠ પણ હતાં. અન્યાય સામે લડનારાં અાગેવાન હતાં. અત્યન્ત ઋજુ સ્વભાવના, અા નિષ્ઠાવંત વ્યક્તિવિશેષે ભાતભાતનાં માનઅકરામો મેળવ્યાં છતાં તેનો કોઈ અાડંબર કે અહંકાર ક્યાં ય ભાળ્યો જડતો નહોતો.

મહુવાના ખેડૂતોને થયેલા અન્યાય સારુ થયેલા અાંદોલનમાં, ડો. કળસરિયા, ચુનીકાકા, સનતભાઈ મહેતા જોડાજોડ ઇલાબહેન પણ હતાં. કડવીબહેન સાથે સાંપ્રત મુખ્ય પ્રધાનને મળવા ગયેલાં પ્રતિનિધિમંડળની મુખ્ય પ્રધાને સાંગોપાંગ ઉપેક્ષા કરી, તે બધિર મુખ્ય મંત્રીની છબિ એમણે જે રીતે અંકિત કરી હતી, તે બાબત મને સતત સાંભરતી રહી છે. કડવીબહેન પ્રત્યેની એ ઉપેક્ષા એ માત્ર કડવીબહેનની વેદના ન જ બની, એ સમગ્ર ગુજરાતીની, સર્વાંગી માનવતાની ઉપેક્ષા બનતી હતી, તેવી છાપ હજુ મનમાં અંકિત રહી છે.

ઇલાબહેન પાઠક ‘અાવાજ’ના ધણીધોરી જ નહોતાં, એમની સીમા અમદાવાદ વળોટીને ગુજરાતમાં જ પ્રસરી રહી નહોતી, તેનો વ્યાપ ભારતમાં ય ચોમેર હતો; અરે, અહીં અમે વિલાયતમાં ય તેનો પડછાયો અનુભવીએ છીએ.

અહીં લંડનમાં તેમ જ અમદાવાદમાં, ઇલાબહેનને મળવાના અનેક અવસરો મળ્યાં છે. દરેક વેળા એમની કનેથી હું કંઈક મેળવીને સમૃદ્ધ થયો હોઉં તેવો અનુભવ છે.

મરણ રોક્યું રોકી શકાતું નથી. અને હવે તેનું સ્થાન સ્મરણ લેશે તેની ખાતરી. એમનાં કામો, અાદર્યાં અધૂરાં પૂરા કરવાની સૌ કોઈને શક્તિ, મતિ, ભક્તિ મળજો.

− વિપુલ કલ્યાણી

(ફોટો સૌજન્ય : બિનીતભાઈ મોદી)

Loading

સિક્કાની ચોથી બાજુ – હરનિશ જાની પોતે

અિશ્વન દેસાઈ|Opinion - User Feedback|11 January 2014

હરનિશ જાની સાહેબ આપણા નીવડેલા વ્યંગકાર છે. "ઓપિનિયન"માંનો એમનો લેખ ફક્ત એક તાજો પુરાવો છે. બસ, ધાર્મિક ધૂરંધરો અતિ ગહન ચીપિયો પછાડીને જે તાત્ત્વિક તત્ત્વનું વિશ્લેષણ આપણા સામાન્ય માથામાં ઉતારી નથી શકતા – તેને જાની કેટલી હળવાશથી, એમની રમતિયાળ શૈલીમાં, ખૂબ જ સહજ રીતે આપણા મનના ઊંડાણમાં ઉતારીને છાશની માફક આપણી પાસે જ વલોવડાવે છે.

ખરેખર, આ લેખક કોઈ દૈવી સંપદા લઈને જન્મેલો 'કીમિયાગર' છે.

ઓસ્ટ્રેલિયા, Tuesday, 7 January 2014

e.mail : ashvindesai47@gmail.com

Loading

અાનંદલોકે મંગલાલોકે …

રવીન્દ્રનાથ ટાગોર|Poetry|10 January 2014

અા પ્રાર્થનાગીત 1892ના અરસામાં લખાયું હોવાનું જણાય છે અને તે ‘ગીતબિતાન’ નામે સંગ્રહના ‘પૂજા’ વિભાગમાં સંગ્રહાયેલું છે. તે સમયે, રવિ ઠાકુરનું વય માંડ 31નું હતું. તે દિવસોમાં, એમની પર અંગ્રેજિયતની ભારે અસર વર્તાતી હતી. મોટાભાઈ જ્રયોતીન્દ્રનાથની પ્રેરણાથી, યુરોપીય તાલના ઢાળમાં ભારતીય પરંપરાના રાગો મિશ્રિત એ પ્રયોગ કરતા રહેતા. અંગ્રેજી વૉલ્ટ્સ તાલમાં રચાયું અા ભક્તિપદ, બ્રાહ્મોસમાજે તત્કાળ અપનાવી લીધેલું અને ત્યારથી સમાજની પ્રાર્થનાસભાઅોમાં ગવાતું રહ્યું.

અહીં મૂળ બંગાળી કૃતિ અાપીએ જ છીએ. જયંતભાઈ મેઘાણીએ અાંગળી ચિંધી બતાડી ને અાપણને અા તેનો ગુજરાતી પાઠ હાથવગો થયો છે. એમના સદ્દભાવથી કાવ્યનો ગુજરાતી પાઠ અને તેનો અનુવાદ અહીં સાદર છે :


 

 

 

 

અાનંદલોકે મંગલાલોકે બિરાજ’ સત્યસુંદર.
મહિમા તવ ઉદ્દભાસિત મહાગગનમાઝે,
વિશ્વજગત મણિભૂષણ વેષ્ટિત ચરણે.

ગ્રહતારક ચન્દ્રતપન વ્યાકુલ દ્રુત વેગે
કરિછે પાન, કરિછે સ્નાન, અક્ષય કિરણે.

ઘરણી-’પર ઝરે નિર્ઝર, મોહન મધુ શોભા
ફુલપલ્લવ-ગીતગન્ધ-સુન્દર-બરણે.

બહે જીવન રજનીદિન ચિરનૂતન ધારા,
કરુણા તવ અવિશ્રામ જનમે મરણે.

સ્નેહ પ્રેમ દયા ભક્તિ કોમલ કરે પ્રાણ;
કત સાન્ત્વન કર વર્ષણ સન્તાપહરણે.

જગતે તવ કી મહોત્સવ, વન્દન કરે વિશ્વ
શ્રીસમ્પદ ભૂમાસ્પદ નિર્ભયશરણે.

1893

હે સત્યસુંદર, અાનંદલોકમાં મંગલ પ્રકાશમાં વિરાજો.
મહાગગનમાં તારો મહિમા પ્રગટ્યો છે, તારા મણિભૂષણથી વીંટળાયેલા ચરણે વિશ્વજગત રહેલું છે.
ગ્રહતારકો અને સૂર્યચંદ્ર વ્યાકુળ દ્રુત વેગથી અક્ષય કિરણનું પાન કરે છે, એમાં સ્નાન કરે છે.
ધરણી ઉપર ઝરણાં ઝરે છે. ફૂલ, પલ્લવ, ગીત, સુગંધ અને સુંદર વર્ણોમાં મોહન મધુર શોભા વિસ્તરી છે.
નિત્યનૂતન ધારામાં જીવન રાતદિવસ વહી રહ્યું છે. જન્મમાં અને મરણમાં તારી કરુણા અવિરામ વહી રહી છે.
સ્નેહ, પ્રેમ, દયા અને ભક્તિ પ્રાણને કોમલ બનાવે છે. સંતાપ હરવાને માટે તું કેટલું સાંત્વન વરસાવે છે. જગતમાં તારો કેવો મહોત્સવ મચ્યો છે. તારા શ્રીસંપદ ભૂમાસ્પદ નિર્ભય શરણમાં વિશ્વ વંદન કરે છે.

(‘ગીત-પંચશતી’, રવીન્દ્રનાથ ઠાકુર; સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી, 1978; પૃ. 2)

ઇન્દ્રાનિલ સેનને કંઠે ગવાયું અને ચંચલ ચક્રવર્તીએ સંગીતે મઢ્યું :

http://www.youtube.com/watch?v=r_tvDXh-ZIg

ચંચલ ચક્રવર્તીના સંગીત નિર્દશનમાં પેશ કૉરસ :

http://www.youtube.com/watch?v=BThbsiokqnU

બ્રાહ્મો સમાજની પ્રાર્થના સ્વરૂપે :

https://www.youtube.com/watch?v=ot_LPU5ff6U

Loading

...102030...4,1294,1304,1314,132...4,1404,1504,160...

Search by

Opinion

  • વસિયતનામું
  • ચંદબાબુ
  • સાધુતા
  • AI
  • સતલુજઃ અનામી મૃતકોને ઓળખ આપનારા ખાલરાનું સત્ય લોકો સુધી પહોંચે એ કઠ્યું કેમ?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved