કુંભારના કપાળ
પરથી પરસેવો
ઊતરતો હોય
ને
ચાકડેથી કોડિયાં
ઊતરતાં હોય ત્યારે
એ કોડિયાં સાથે
મેં સેલ્ફી લીધી નથી.
તમે લીધી છે ?
કોડિયાં
ગેરુઆ રંગે
રંગાતાં હોય
ને
નિભાડે ભડ ભડ
આગમાં પાકતાં
હોય ત્યારે ય
એ
કોડિયાં સાથે
મેં સેલ્ફી લીધી નથી.
તમે લીધી છે ?
અમથીબેને
સાવરણાથી
ચોખ્ખાં ચણાક
કરેલાં ઘરને આંગણે
કોડિયાંની દીવેટો
ઝળહળી રહી છે
અને
હું ક્યારનો ઝળહળતાં
કોડિયાંની સાથે સેલ્ફી
લઈ રહ્યો છું
ને
તમને શૅર કરી રહ્યો છું.
તમે પણ ?
***
('મને અંધારાં બોલાવે' કાવ્યસંગ્રહમાંથી)
![]()


કોઈ પણ વાલી, શિક્ષક કે વિદ્યાર્થીને વિચારતા કરી મૂકે તેવી આ વાત દસમાં ધોરણમાં અભ્યાસ કરતી ભારતી નામે એક કિશોરીની છે. ભારતીની મનોદશામાં શિક્ષણક્ષેત્રે કથળી રહેલાં ધોરણોનું પ્રતિબિંબ હોવાથી દૃષ્ટાંતરૂપે અહીં મૂકું છું. ભારતી નામ સાચું નથી, પણ હકીકત સાચી છે. શાળાના સંચાલકો આવા કિસ્સાઓ પર ધ્યાન આપે, એવી આશા રાખવી એ ભારતીની ડોકટર બનવાની વ્યર્થ આશા જેવી છે.