યુદ્ધ એટલે યુદ્ધ !
સામ્રાજ્યનાં વિસ્તારનું, કે
હિંસા, દ્વેષ, અહંના સંધર્ષનું ?
એ સર્વનાશી યુદ્ધ પણ હોઈ શકે ! !
અંત વગરનું યુદ્ધ !
આ ધર્મ યુદ્ધ નથી !
અહીં કૃષ્ણ જેવો દૂત નથી.
બધા જ દ્યુતમાં મસ્ત થઈ,
સોગઠાં બાજી રમી રહ્યાં છે !
બાજી, કોઈનાય હાથમાં નથી,
પણ પાસાં પડતાં રહે છે !
અહીં કોઈ શકુની નથી,
ખુદ, શકુની રમી રહ્યા છે.
અહીં અંધ ધૃતરાષ્ટ્ર નથી,
પણ, બધા ગાંધારી રૂપે,
વિહરી રહ્યા છે ! તેઓ,
આંખે પાટા બાંધી જોઈ શકે છે !
એક હાથમાં બૉમ્બ મૂકી,
બીજો હાથ શાંતિ મંત્રણા માટે
લંબાવે છે !
આ શાંતિ ચાહકો !
ભયાનક તીવ્રતાથી,
યુદ્ધના નગારાં વગાડી રહ્યાં છે !
જેની દરેક સમ પર છે,
શાંતિ, શાંતિ, શાંતિ !!
બોસ્ટન, અમેરિકા
e.mail : inamdarvasudha@gmail.com