કોરી પાંપણે પડ્યો વરસાદી છાંટો!
કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..
એકલતા પજવે દિનરાત મને એવી કે
મેળો પણ લાગે અકારો!
પળે પળે વ્હાલમને યાદ કરી ઝૂરું શું
આમ જ આ વીતશે જન્મારો?
રોજ રોજ જોઉં મારી કોરી હથેળિયું તેં
સખીયુંને કેમ કહું મહેંદી રે વાટો? …..
કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..
ગાતાં પવનનું ગીત વાયરાના હોઠોંથી
કેમ કરી આંચકું રે બોલો?
હું તો બજારે આજ નીકળી છું વેચવાને
દખનાં એંધાણ તમે તોલો?
કમખાના મોરલા જો ગમતીલું બોલે તો
પૂરો થૈ જાય મારા જીવતરનો આંટો! ….
કોરું રે મન કોરી ચુનરી છે વરસોથી કોની કને બંધાવું દખડાનો પાટો?…..
65 Falcon Drive, west Henrietta, NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com