મરિઆના બાબરના લેખ [24 મે 2005*] વિશે થોડી વિગત અને સ્પષ્ટતા. ૧૯૪૭માં પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ૨૩ ટકા હતી. પરંતુ તેમાંથી મોટા ભાગના (૨૩ ટકામાંથી આશરે ૨૧ ટકા) હિંદુઓ પૂર્વ પાકિસ્તાનમાં હતા. માટે પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ૨૩ ટકામાંથી ઘટીને ચાર ટકા થઈ તેમ કહેવું સાચું નથી. હાલના અંદાજ પ્રમાણે, ચાર ટકા એટલે સંખ્યાની રીતે ૮૦ લાખ લોકો થયા, એ આંકડા હિંદુઓની વસતિમાં ઘટાડો નહીં, વધારો સૂચવે છે. પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુઓએ ભારતમાં સ્થળાંતર શરૂ કર્યું, જે લગભગ ૧૯૫૫ સુધી ચાલુ રહ્યું ત્યાં તેમનું પ્રમાણ ૨૧ ટકામાંથી ઘટીને ૧૦ ટકા (૧ કરોડ ૭૫ લાખ) જેટલું થયું,
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020
સંદર્ભ :
* https://opinionmagazine.co.uk/details/5796/corona-kaalmaam-pakistanmaam-laghumateeonee-sthiti