આ તે કેવી વિટંબણા !
ને આ તે કેવી બીમારી ?
ના મળવાનું કે ના ભળવાનું,
બસ, ઘરમાં જ પુરાઈ રહેવાનું.
ન કામે જવાનું, ન ભણવા જવાનું,
બસ, ઘરમાં જ પુરાઈ રહેવાનું.
કોઇની ફૅક્ટરી બંધ,
તો કોઇનું કારખાનું બંધ.
રોડ પર કામ કરતાં માણસો પણ
ઝૂંપડામાં બંધ.
ઝૂંપડામાં ઊના ઊના શ્વાસો ભરતું
બાળક પૂછે :
મા, રોટલો ક્યારે બનશે ?
માની આંખમાંથી ટપકતાં
ખારાં ખારાં આંસુઓમાં
રોટલો ઢૂંઢે બાળક
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020