ગુજરાતમાં મિડલ ક્લાસના લોકો તેમનાં બાળકોને સરકારી શાળાઓમાં ભણવા નથી મૂકતા; કહે છે, એ શાળાઓ સારી નથી. પણ સરકાર એકદમ સારી છે.
મિડલ ક્લાસ પરિવાર સરકારી હૉસ્પિટલોમાં દાખલ થવા નથી ઈચ્છતો; કહે છે, ત્યાં સુવિધાઓ બરાબર નથી, જોઈએ એવી સેવાઓ પ્રાપ્ત નથી થતી. પણ આ ગુજરાતની સરકાર એકદમ સેવાભાવી, હોં.
એ પરિવાર સરકારી બસોમાં નથી ફરતો; કહે, આ બસો બધી ગંદી છે. પણ સરકાર? એકદમ ચોખ્ખી! આ પરિવાર નથી પોસ્ટ ઓફિસમાં પગ મૂકતો, નથી BSNL વાપરતો, રોડ પર જશે પણ પબ્લિક ટોયલેટ યુઝ નહીં કરે, નથી એ LIC માં વીમા ઉતરાવતો કે નથી એ સરકારી બેંકમાં તેમના ખાતા ખોલાવતો. કહે છે આ સરકારી તંત્ર સૌથી ભ્રષ્ટ છે, પણ ગુજરાત સરકાર એટલે, કહેવું પડે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 મે 2020