નેતાજી અમારા ખૂણો પાળે છે,
મળતા તો નથી જ, મુખેથી ય મૌન પાળે છે !
બાંધી નાકગરણું, અંતર અમારાથી બરાબર જાળવે છે .
હા, સમસ્યાને ઉકેલવા ટ્વિટરથી બાણ છોડે છે !
પ્રગટી પડદે ટીવીના રોજ પ્રશંસાની ફૂવાર છોડે છે.
યુદ્ધ છે, ને યોદ્ધા તમે, લડાઈ તો જીતવી જ પડે,
ખબર છે, નથી રક્ષાકવચ છતાં છેતરાઈને કર્ણ બનવું પડે !
પાનો ચઢાવીને પાડી દીધો, સાતમે કોઠે લાવીને છોડી દીધો ?
નથી જાણ જરીયે ભેદવાને વ્યૂહ છતાં લાલને લડવા ધરી દીધો ?
આવી વાત જવાબદેહીની તો શાપ માથે મઢી દીધો !
વાહ રે ! નેતાજી કિસ્સો કેવો આખોયે આડે પાટે ચઢાવી દીધો !
ભરાઈને ભોંયરે શાને કરો છો છળ ? સત્ય છે.
આજ નહિ તો કાલ થશે સામનો સાચનો ! શાને આજ બકરો ધરી દીધો ?
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ – 380 001.