આખી દુનિયાના
વૈજ્ઞાનિકો શોધી રહ્યા હતા
કોરોના વાઇરસની રસી
ત્યારે હું
ઝૂંપડામાં પડ્યો પડ્યો
શોધી રહ્યો હતો
યુગો સુધી ભૂખ ન લાગે એવી ગોળી
અને મનુષ્યોથી અભડાતા લોકોને
થઈ જાય અડતાવેંત કોઢ એવું
સેનિટાઈઝર !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 30 ઍપ્રિલ 2020