ડૂમો ભરાયો છે ગળામાં,
મૌન પૂરાયો છે ગળામાં,
આંસુઓ પૂછે છે આવીને
કોણ ઘેરાયો છે ગળામાં,
સૌની નજરની સામે રોજ
દર્દ ટકરાયો છે ગળામાં,
વાણી બની ગઈ નિ:શબ્દ
કામણ કરાયો છે ગળામાં,
સવારના કિનારે આવીને
સ્વપ્ન મરાયો છે ગળામાં,
સમયના મેળામાં ઓચિંતો
‘ભાવુક’ ચોરાયો છે ગળામાં.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com