મન ની મુરાદ પૂર્ણ કરજે
મારી ફરિયાદ પૂર્ણ કરજે
અનેક ભવોથી ઊભો થયેલો
ભીતરનો વિવાદ પૂર્ણ કરજે,
તારી અકળ કલાને હટાવી
સઘળા સંવાદ પૂર્ણ કરજે,
તારા સુધી પહોંચી જવામાં
સંકટોને આબાદ પૂર્ણ કરજે,
સ્વીકારી મારી શરણાગતિ
સઘળો ઉન્માદ પૂર્ણ કરજે,
“ભાવુક”ને પોતાનો સમજી
અરમાન એકાદ પૂર્ણ કરજે.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com