તો આપો
થોડો સહકાર તો આપો,
મુખેથી સ્વીકાર તો આપો,
પ્રેમને સદા ટકાવી રાખવા
કોઈક આધાર તો આપો,
ગુંચવાયેલી છે ગૂઢ વાતો
થોડો વિસ્તાર તો આપો,
કલમથી વાત ના બને તો
હાથમાં તલવાર તો આપો,
કિનારા સુધી પાર પહોંચવા
હોડી ને પતવાર તો આપો,
રાત્રીના અંધારામાં ભટકેલ
‘ભાવુક’ને સવાર તો આપો.
•
કળયુગ
સ્વાર્થ કેરી બજાર છે.
રુપિયાનો કારોબાર છે.
ચાપલુસી છે ચરમ પર
સંબંધો ઊંડી ભોંખાર છે.
અડિંગો કર્યો છે આડંબરે
સત્યતા સાવ બિમાર છે.
ફૂલો ગુમ છે અજ્ઞાતમાં
પરપોટાનો શણગાર છે.
કાગળને થયો અસ્થમા
પેનની ચાલુ સારવાર છે.
બોલબાલા છે કપટ કેરી
કળયુગનો એ આધાર છે.
હસતાં ‘ભાવુક’ માણસોમાં
કાયમી ભીતર ચોધાર છે.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com