આજે વધી છે સળવળ,
છે હજી ભીની અટકળ,
પ્રવાસ છે નવી બજારનો
પેટમાં છે જૂની ટળવળ,
કોણ, ક્યારે, ને એ કયાંથી?
જણમાં છે એ ચળભળ,
પાણીમાં ભીંજાયો છતાં
એ સળગ્યો છે ભળભળ,
અરીસાએ એવું શું કીધું કે
હૈયે શરૂ થઈ છે ચળવળ,
ઊગી છે રોશની શબ્દો કેરી
‘ભાવુક’ ચમકે છે ઝળહળ.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com