છે વિષાદ
અહીં પણ ત્યાં પણ
ત્યાં
શુષ્ક ધરાના શોષ સમ શોક
ને ઘેરાયેલ ગમની
મૂશળધાર હેલી
ઘડી … બે ઘડી
અહીં
પાનખરના પ્રત્યેક પર્ણ પતનની પીડ
ને ઢગમાં વરસેલ ગમ
બરફ થઈ થીજે
લાંબી અંધાર રાતમાં
સતત … અવિરત
છે વિષાદ
અહીં પણ ત્યાં પણ
[કાવ્યસંગ્રહ 'અસર'માંથી]