તા. ૧ જૂનના ‘નિરીક્ષક’માં [તેમ જ “ઓપિનિયન”માં 29 મે 2021 https://opinionmagazine.co.uk/details/7247/shun-raseekaran-tandurasteenee-saachee-dishaa-chhe-?] રસીકરણ સંબંધે સન્માન્ય લેખકે (જાગૃત ગાડીતે) રજૂ કરેલ દૃષ્ટિકોણ વિશે મારાં કેટલાંક નિરીક્ષણ અહીં ટૂંકમાં મૂકું છું.
૧. ‘કોવિડ મૃત્યુ દર વિકાસશીલ અને વિકસિત દેશોમાં અલગ છે’ એવો કોઈ કોયડો સંશોધકોને જ નથી. Largely 'inefficient data collection' (& to an extent younger demographic) are the difference in death rate among developed & developing countries.
૨. લેખક acute અને chronic શબ્દોની અપૂરતી અને ખાસ તો ભૂલભરેલી સમજ આપે છે – મુખ્યત્વે ચોથા, સાતમા, આઠમા ફકરામાં. અને એ ઊણપનો ટોપલો છેવટે સ્થાપિત મેડિકલ વિજ્ઞાન પર ઢોળાયો છે – અલબત્ત ખોટી જ રીતે.
૩. Immunology is a vast subject & I do not claim to understand all of it, NO scientist or doctor can. But that doesn't mean we have a great deal of knowledge about it. Similarly, vaccination has many unknowns but it's not new science & the fundamentals are deeply understood. રસીકરણને ‘મંદબુદ્ધિ પ્રવૃત્તિ’માં ખપાવી દેવી એ લેખકના રસીકરણ અને તેની જનઆરોગ્ય પરની સુ-અસરો અંગેના અપૂરતા જ્ઞાનને જ છતું કરતું જણાય છે.
૪. ઉત્ક્રાંતિવાદની વાત થાય એ જ ફકરામાં પાછું ‘લાખો યોનિમાંથી પસાર થયા પછી મનુષ્યજન્મ મળે’ પણ આવે, ગજબનો વિરોધાભાસ!!
૫. Cross immunity, hyper immunity, autoimmunity વિશે પણ unsubstantiated કે અપૂરતી સમજવાળી વાત લખાઈ છે.
૬. રસીકરણથી થતું ‘નુકસાન’ અફર હોય એવું લખીને ન અટકતાં લેખક આગળ વધીને એમ પણ કહી જાય છે કે આવું નુકસાન જેનેટિક કોડમાં છપાય છે – વણસાબિતીએ ઘણી મોટી મોટી વાતો કરી જાય છે લેખક.
૭. મહદ્અંશે આખો લેખ રસીકરણના ટૂંકા ગાળાના ફાયદા લાંબા ગાળે વિનાશ નોતરશે એવા hypothesisને પાયામાં રાખી લખાયો છે – અલબત્ત દાયકાઓનો રસીકરણનો ઇતિહાસ એ hypothesisને જરીકે ય બળ પૂરું પાડતો નથી. એ છતાં લેખક ઈચ્છે છે કે આ hypothetical long term નુકસાન ટાળવા, રસીકરણના શોર્ટ ટર્મ ફાયદા અને તેથી થતાં જાનમાલના નુકસાનમાં ઘટાડાને માણસજાતે જતું કરવું જોઈએ અને એના બચાવમાં તરીકે ચૌદમા પુત્ર તરીકે જન્મેલા રવીન્દ્રનાથ ટાગોરનું ઉદાહરણ આપે છે. એ કહેવાનો પ્રયત્ન છે કે રસી વગર થોડાં બાળકો મરશે તો જ મોહન કે રવીન્દ્ર સમકક્ષ બાળકોનો જન્મ શક્ય બનશે! લાંબા ગાળે સમાજ આખાની ચિંતા કરતા લેખક જાણ્યે કે અજાણ્યે ટૂંકા ગાળે થતાં બાળમૃત્યુથી પણ જરા ય વિચલિત થયા વગર બેબાક લખી શકે છે.
૮. અહીં લેખકની ભાવના પર વ્યક્તિગત ટકોર કરવાનો ઈરાદો જરા ય નથી. હું વ્યક્તિગત રીતે લેખકને જાણતો નથી પણ પ્રકાશ ન. શાહે એમની વાતને ‘નિરીક્ષક’માં જગ્યા આપી છે એટલું એ જાણવા માટે પૂરતું છે કે લેખક સરવાળે સમાજનું ભલું ઈચ્છતા હોવા જોઈએ. પણ લેખકના જ છેલ્લા શબ્દોમાં કહું તો લેખ બહુધા ‘અવૈજ્ઞાનિક અને ભાવનાત્મક’ છે, એથી વિશેષ કશું નહીં.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10