નક્કલચી માકડાં છીએ !
કૂલે કાગળિયાં ઘસીએ ને પાછા ગાલનેય રાતા રાખીએ,
વ્હિસ્કીમાં નાખવાના આઈસક્યુબને બાલદીમાં નાખીને અઢ્ઢારે અંગ વંકાવીએ.
નક્કલચી માકડાં છીએ !
માડી છો શ્રાવણમાં શંકરની ઉપર લોટાથી કરતાં 'રે ધાર,
'જમણો આપી દે પણ ડાબો ના જાણે' એવો છો કરતાં વે'વાર;
આપણે તો ફેસબુક – વીડિયાના – રીડિયામાં તન-મન-ધન ટાઢું બંબોળીએ.
નક્કલચી માકડાં છીએ !
માડી કે'છે કે ભાઈ ધૌમ્યના આરુણી જેમ પાળો થઈ પાણીને રોકીએ,
ભગીરથની જેમ તપી કરવા ઉદ્ધાર કોઈ સ્વર્ગંગા ભોંયે ઉતારીએ;
આપણે શી *'Peteયા'ની કરવી પંપાળ? બસ ઢળીએ ને ઢોળીએ ને પડીએ-આખડીએ.
નક્કલચી માકડાં છીએ !
26 ઑગસ્ટ 2014
* The recent craze of ALS Ice-Buckete Challenge is said to be started by Pete Frates- a former Boston College baseball player who was diagnosed with ALS in 2011.