અાશાબહેન બૂચના ‘મંગલ ધ્વનિ’ લેખની વાત બહુ જ ગમી – ધિક્કાર અને ઝનૂનથી ભરેલી દુનિયામાં આ પાયાના સત્યનો પ્રસાર બહુ જરૂરી લાગે છે.
‘સર જોહન ટાવનરનો પ્રેમ અને કરુણાનો સંદેશ એકથી વધુ ધર્મ અને ભાષા દ્વારા આપવાનો પ્રયાસ હતો કેમ કે તેઓ દરેક ધર્મના મૂળભૂત સિદ્ધાંતો સરખા છે એમ માને છે અને પ્રથમ વખત રજૂ કરાયેલી આ રચના માટે તેમણે Sacred Sound Choir (મંગલ ધ્વનિ) પસંદ કરી એ માન્ચેસ્ટરની વિવિધ સભ્યતા અને સંસ્કૃિતના પ્રતિનિધિઓ માટે ગૌરવનો વિષય બની રહ્યો. ૧૪મી જુલાઈના દિવસે માન્ચેસ્ટરની પ્રજાને અમે છ ધર્મોના પંદર ગીતો-મંત્રો પાંચ જુદી જુદી ભાષામાં ગાઈને મંત્ર મુગ્ધ કરી દીધા.’
e.mail : sbjani2006@gmail.com