ધૂમાડો અંતરે પ્રસરીને આજ મૃત્યુને નોતરી ગયો;
ન વિચાર્યું કદી, એ મૃત્યુની ચાદરેય ઓઢાડી ગયો.
દેશે-દેશે પોતાનું અસ્તિત્વ ટકાવવા ઊભો થઈ ગયો;
યુદ્ધ આવતાં લગી, સામે સંઘર્ષના રંગે એ રંગાઈ ગયો. મૃત્યુની ચાદરેય …
ધમાકા સંભળાતા, હૈયે એ ખોફનું કારણ બની ગયો;
અનેક વિકૃતિ સંગ, લડાઈમાં ઉતરીને એ રમી ગયો. મૃત્યુની ચાદરેય…
સૈનિકોની ફોજ મેદાને આવતા સજજ થઈ ગયો;
અનેક યુવાનોના જીવ બચાવીને ગદગદ થઈ ગયો. મૃત્યુની ચાદરેય…
યુદ્ધ ચાલતાં લગી કેટલાંય ધૂમાડા બની એ ઊડી ગયો;
સૈનિકોએ સૌને બચાવવા લગીનું બૈડું એ ઉપાડી ગયો. મૃત્યુની ચાદરેય…
યુદ્ધ જીત મહી, ઝંડો લહેરાવાની આશ સેવતો ગયો;
સર્વે હૈયે આજ લાગણીનાં આંસુએ સ્થાન મેળવી ગયો. મૃત્યુની ચાદરેય…
વ્યક્તિની ચિંતા થતાં, જિજ્ઞાસાને અંતરે એ વસી ગયો;
ત્યારે હિંમતના લોહી મહી સૌનો જીવ એ બચાવી ગયો.
ધૂમાડો અંતરે પ્રસરીને આજ મૃત્યુને નોતરી ગયો;
ન વિચાર્યું કદી, એ મૃત્યુની ચાદરેય ઓઢાડી ગયો.
e.mail : julisolanki110@gmail.com