આવી આવીને કોઈ કાનમાં પૂછે છે,
કોઈના શું એક સરખા દિવસો કંઈ રહે છે?
સાંભળું, ના સાંભળું ને અવગણું વાત ત્યાં,
વળી વળી વાંસળીની જેમ પાછું ફૂંકે છે!
ભીતરમાં ભારેલ અગ્નિ ‘કોરો ના’,
રોજ રોજ, ઠેરે ઠેર, માણસ હોમાતા,
ઘરમાં વનવાસ ઘેરી બેઠેલા આતમને
અંદરનો રાવણ સળગાવ્યો? કોઈ પૂછે છે … આવી આવીને કોઈ કાનમાં પૂછે છે …
સૈકા કે દાયકાનું ભાથું ન કામનું
ગણતર ને ભણતરનું જ્ઞાન બધું વામણું.
‘પરમ’ અણુનો એક પ્રશ્ન જ્યાં પજવે
ત્યાં હળવેથી ભીની કોઈ પાંપણ લૂછે છે … આવી આવીને કોઈ કાનમાં પૂછે છે …
આવી આવીને કોઈ કાનમાં પૂછે છે …
કોઈના શું એ કસરખા દિવસો કંઈ રહે છે?
e.mail : ddhruva1948@yahoo.com