રામ નથી કે અલ્લાહ નથી,
કોઈ અમારો તારણહાર નથી.
અમને તો આકાશે નાખ્યા
અને ધરતીએ ઝીલ્યા,
કોઈ અમારો સર્જનહાર નથી.
અમારે છે એક પેટ અને બે હાથ
ને ત્રીજી પેટમાં ભભૂકતી આગ,
અમે તો વ્યસ્ત અને ત્રસ્ત
ઠારવામાં પેટની આગ.
ભૂખ લાગે, ત્યારે રોટલો આપવા
આવતો નથી મંદિરમાંથી રામ
કે મસ્જિદમાંથી અલ્લાહ
ભલા અમારે શું કામનાં
મંદિર અને મસ્જિદ?
નથી જોઈતું અમારે મંદિર
નથી જોઈતી અમારે મસ્જિદ.
(‘નિર્ધાર’ના ‘અયોધ્યા વિશેષાંક’માંથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 15