Opinion Magazine
Number of visits: 10,221,589
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

जेनजी सुनो ! 

कुमार प्रशांत|Opinion - Opinion|1 August 2026

कुमार प्रशांत

मैं, जो अब उम्र की 76वीं सीढ़ी पार करने जा रहा हूं, नहीं जानता हूं िक यह जेनजी क्या है ! अगर यह गणित का वैसा ही अर्थहीन खेल है जैसा इसे बतलाया जा रहा है, तो मुझे इसमें दिलचस्पी नहीं है. कुंडली बांचनेवाले, रेखाओं से भविष्य बतलानेवाले, सितारों व ग्रहों का हिसाब लगा कर भूत-भविष्य तय करनेवाले खेल मुझे खेल से ज्यादा कभी कुछ लगे ही नहीं. इसलिए कौन, कौन से वर्ष-खंड में पैदा हुआ है, इससे उसका जेनरेशन तय करनेवाला खेल भी मुझे मतलब का नहीं लगता है.

मैं उम्र का फर्क समझता हूं. मैं ताज़ादम शरीर की कीमत जानता व मानता हूं. मैं जानता हूं अौर मानता हूं कि तुम, जो मुझसे 50-60 वर्ष बाद पैदा हुए हो, मुझसे ज्यादा दौड़ सकते हो, हवा में उड़ सकते हो, शिखर से छलांग मार सकते हो, बादलों में जा सकते हो, चांद-सितारे छू सकते हो. यह सब कभी मैंने भी किया है; आज भी ऐसा करने की हसरत रखता हूं. लेकिन कर नहीं सकता, क्योंकि हमारा हो कि तुम्हारा, यह शरीर है तो एक मशीन; और हर मशीन की तरह इसकी एक एक्सपायरी डेट भी है. कारखानों की मशीनों की एक्सपायरी डेट उस पर लिखी आती है. यहां मजा यह है कि हमारी एक्सपायरी डेट है तो ज़रूर ही लेकिन हममें से किसी को उसका पता नहीं है. इसलिए फिर हमारे हाथ में बच रहता है उमंग से भरा मन, संकल्प से भरा दिल और सपनों से भरी अांखें ! अगर जेनजी से तुम्हारा मतलब इन सबसे है तो मैं तुम सबके बराबर अौर तुम सबके साथ जेनजी हूं.

मैं उस महात्मा गांधी से प्रेरित हूं जिसने 80 साल की उम्र तक – यानी गोली से मारे जाने तक – अपने सपनों के हर हत्यारे से अथक लड़ाई की; और जब मारा गया तो भी उसने इस तरह मौत को गले लगाया कि सारी दुनिया ने सर झुका कर यही कहा कि जीना भी ऐसा ही हो, मरना भी ऐसा ही. अभी-अभी, तुम्हारे आसपास से ही एक आवाज उठी जो मैंने सुनी. वह कह रही थी : जेनजी यानी जेनरेशन गांधी ! यदि ऐसा है तो मैं तुम्हारे साथ हूं; मुझे साथ ले लो !

मैं जंतर-मंतर पर लगातार था अौर तुम लोगों को खुलते-खिलते, रचते-मिटाते, नाचते-गाते, अपने सपनों को साझा करते देख रहा था. मैं तुम्हारी गति भी देख रहा था, तुम्हारी कल्पनाशीलता भी. मैं अनशन की तुम्हारी दृढ़ता भी देख रहा था, तुम्हारा संयम भी. मैं इन सबको जोड़ कर कहूं तो कहूंगा कि मैं नया भारत देख रहा था. इस भारत में कुछ फिसलन भी थी, लड़खड़ाहट भी; कुछ बेढ़बपना भी था, कुछ अनगढ़ता भी ! मैं भी तो इन सबके साथ ही जीता-बढ़ता आया हूं. यह हमारे साथ चलनेवाली परछाईं है और मुझे अपनी परछाई कभी भी बोझ नहीं लगती है. तुम सब मुझे मेरे जैसे ही लगते हो. हम सबको समझना इतना ही है कि जो अनावश्यक है, असंस्कृत है, कुरूप है, हमें ऊपर उठाता नहीं, नीचे खींचता है, उन सबसे मुक्ति पानी है. जैसे सांप केंचुल छोड़ता है न, वैसे ही इन सबको हमें छोड़ते चलना है. यह आसान नहीं है लेकिन इसके बिना कल्याण भी नहीं है. इसलिए बोलने-लिखने-गाने-नारे लगाने तथा संवाद करने में हर फिसलन से हमें बचना है.

अब हम जंतर-मंतर से बाहर आते हैं. वहां तुम सबने क्या-क्या किया, वह गाथा इतिहास दर्ज कर चुका है. वह उसे दोहराता भी रहेगा. हम क्यों दोहराएं ! वह भारतीय लोकतंत्र का स्वर्णिम अध्याय है. तुम्हारी बोली से किसी सत्ता का अहंकार टूट गया है. वह औचक देख रही है कि यह आंधी आई कहां से; और वह किसी शिकारी कुत्ते-सी सूंघ रही है कि यह किधर जा रही है. जब सत्ता-प्राप्ति अंतिम सत्य बन जाती है तब अहंकार बारूद  का काम करता है; और बारूद है तो वह फटेगा ही ! धर्मेंद्र प्रधान का इस्तीफा एक आदमी का इस्तीफा नहीं है, सत्ता के अहंकार के टूटने की गूंज है. वह टूटा यह अच्छा हुआ. लेकिन तुम याद रखना कि चोट खाया सांप ज्यादा ख़तरनाक होता है. राष्ट्र जब भीड़ में बदल दिया जाता है तब वह हत्यारा हो उठता है जिसे राष्ट्रवाद का नाम दिया जाता है. देशप्रेम व राष्ट्रवाद दो सर्वथा भिन्न भाव ही नहीं हैं बल्कि एक-दूसरे के विरोधी भाव भी हैं.

इसलिए सुनो जेनजी, अब तुम्हें तोड़ने के सारे संभव तीर चलाए जाएंगे, सारे हथकंडे अपनाए जाएंगे. तुम्हारे साथी खरीदे-बेंचे जाएंगे; तुम्हारे सामने जेनजी की एक नई जमात खड़ी कर दी जाएगी. तुम आसानी से देश भर में न घूम पाओगे, न जी पाओगे.  राजनीतिक दलों का जंगल तुम्हारे सामने खुला है ताकि तुम उनमें से किसी में अंटक-भटक जाओ. हर जगह तुम्हारे सामने एक जंतर-मंतर होगा जो सवाल करेगा व जवाब भी पूछेगा. इसलिए निजी जीवन में साफ व संयमित रहो. एक-दूसरे से जितना संभव हो, संवाद बनाओ. लगातार-लगातार देश भर के अपने युवकों के बीच जाओ. अपने बीच की खाइयां पाटो. याद रखो कि प्रतिवाद में सारा कुछ नकारात्मक चल भी जाता है; परिवर्तन का आंदोलन नकारात्मक भी, सकारात्मक भी, रचनात्मक भी और दूरगामी भी- ऐसे सारे तत्वों का एक पुंज होता है. हमें वह पुंज तैयार करना है. धर्मेंद्र प्रधान का इस्तीफा हुआ; धर्मेद्र प्रधानों के इस्तीफे होते भी रहेंगे लेिकन तंत्र पर लोक की -जेनजी की !- पकड़ कैसे बने व बनी रहे, इसका जवाब हमें खोजना है, सिद्ध करना है. अगर हम यह कर सके तो दुनिया भर का लोकतंत्र हमारा ऋणी रहेगा.

क्यूबा के अमर क्रांतिकारी चे ग्वुवेएरा, जिनकी तस्वीर तुम्हारे टी-शर्टों पर मैं देखता रहा हूं, वे जब भारत आए और गांधी को थोड़ा जाना-समझा तो राजघाट जा कर लिखा कि क्रांति का एक तरीका यह भी है, यह तो हम जानते ही नहीं थे ! इतिहास तुम्हें  ऐसा कहने का अवसर नहीं देगा, क्योंकि तुम चे के बहुत-बहुत बाद पैदा हुए हो. तुम्हारे पास जानकारियों की अत्यंत कुशल व व्यापक तकनीक है. इसलिए हमें विचार-संपन्न होना होगा. दूसरी विपन्नताएं चल भी जाएंगी, विचारों व विकल्पों की विपन्नता नहीं चलेगी.

जब तुम जंतर-मंतर से निकल कर अपने घरों में पहुंचोगे तो पाओगे कि अपना घर भी धर्मेंद्र प्रधानों से भरा है. हमें घर-घर में उनका मुकाबला करना है. वहां जेनजी है ही नहीं. गांधी ने धुर 1948 में कहा था न कि मुझे अब जो लड़ाई लड़नी है वह साम्राज्यवाद से लड़ी लड़ाई से भी ज्यादा दुर्धर्ष होगी, क्योंकि यह अपनों से है. तुम्हें भी अपने हर घर में, हर कमरे में यह लड़ाई लड़नी होगी. इसके बिना सफलता होगी नहीं, टिकेगी नहीं. इसलिए घर में फैली व फैलाई जा रही हर संकीर्णता से मुखर होकर- अपनों के सामने सत्याग्रह करो  !

घर से बाहर आओगे तो समझ सकोगे कि पिछले कोई पंद्रह सालों में इस सरकार ने योजनापूर्वक भारतीय राष्ट्र की तमाम सांस्कृतिक-शैक्षणिक-सामाजिक-बौद्धिक व्यवस्थाओं में उसी सांप्रदायिक संगठन के लोगों को ठूंस-ठूंस कर भर दिया है जो नैतिक-सांस्कृतिक-सामाजिक-शैक्षणिक दृष्टि से देश के सबसे विपन्न लोगों का हिंसक जमावड़ा है. इनसे कदम-कदम पर, हर स्तर पर लड़ना होगा. हमें सीखना होगा कि गांधी ने इन्हें कैसे भारतीय समाज के चित्त से करीब-करीब बाहर ही कर दिया था. इसी बौखलाहट में इन्होंने उनकी हत्या की थी. इसलिए इनसे अंतिम लड़ाई हम पर उधार है.

नीट व दूसरी परीक्षाओं का पेपर लीक किसी चूक की वजह से नहीं हुआ है. जब सारा देश एक धंधे में बदल दिया जाता है तब हर कुछ बिकता है- परीक्षाएं भी, पेपर भी, राम मंदिर व दूसरे तमाम धर्मों के प्रतीक-स्थलों का चढ़ावा भी, नौकरियां भी, रोज़गार भी, न्याय भी, सपने भी ! सोचो न, जब सरकार ही बिकाऊ विधायकों व सांसदों से बनाने का नया फ़ैशन चलाया गया है, तब क्या है जो बाज़ार में नहीं है, बिकाऊ नहीं है ?

तो लड़ाई यहां है जेनजी ! लड़ोगे न ? जो नहीं लड़ेगा वह गणित से भले जेनजी कहलाए, होगा वह कायर ! तो जेनका और जेनजी में से चुनना है तुम्हें ! 

(31.07.2026) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ડ્રોપ, બ્રેક કે ગૅપ યરનો અર્થ સમય બગાડવો એવો નથી 

સોનલ પરીખ|Opinion - Opinion|31 July 2026

ગૅપ યર એટલે પ્રોફેશન અને કારકિર્દીમાં કશુંક નવું શરૂ કરતાં પહેલા લેવાતો સમય. ભારતમાં તેજસ્વી વિદ્યાર્થીઓ સતત ભયાનક તાણમાં જીવતા હોય છે અને માબાપો બેબાકળાં ફરતાં દેખાય છે ત્યારે જરા હટ કે, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની જરૂર જણાય છે. પરંપરા અને ડરના ઘેરામાંથી બહાર નીકળીએ તો એ ઘેરાની બહાર પણ એક દુનિયા છે અને એ દુનિયા સુંદર છે તે ચોક્કસ સમજાય. 

સોનલ પરીખ

ત્રણ વર્ષથી હું ફોન કરું ત્યારે ઉત્સાહ વગર ટૂંકમાં પતાવતી વંદનાનો સામેથી ફોન આવ્યો એ જ ઊમળકા અને આનંદથી છલકતો સ્વર. મેં મજાક કરતાં કહ્યું, ‘નોકરી છૂટી ગઈ? તારો આ મૂડ તો તને નોકરી મળી તે પહેલાનો છે.’ ત્યારે એ હસી પડી, ‘મેં એક વર્ષનો ગૅપ લીધો છે.’ ‘શું કરવાની?’ ‘મઝા. પોતાની સાથે, પરિવાર સાથે અને જિંદગી સાથે નવેસરથી દોસ્તી.’ ‘તેને માટે વરસના વીસ લાખનું નુકસાન ખમીશ?’ ‘તાજી થઈશ પછી તેનું સાટું પણ વાળી દઇશ ને!’ 

મને મારો કઝીન મુકેશ યાદ આવી ગયો. ચાલીસ વર્ષ પહેલા એ એન્જિન્યરિંગનો આશાસ્પદ ઉમેદવાર હતો. બોર્ડની પરીક્ષા પહેલા તેણે તેના પપ્પાને કહ્યું, ‘મારે ડ્રોપ લેવો છે, આવતા વર્ષે વધારે સારી તૈયારી સાથે પરીક્ષા આપીશ જેથી બેસ્ટ કૉલેજમાં એડમિશન મળે.’ પિતા આખેઆખા હલી ગયા, ‘જેમાં મળે તેમાં જજે, ડ્રોપ નહીં લેવા દઉં.’ તેમને ડર હતો કે ડ્રોપ લેવા દીધો તો એનું વર્ષ બગડશે. તૈયારી ખબર નહીં કેવી કરશે, ભણવાનું છોડી જ દેશે તો – વગેરે. ત્યારે એડમિશન એટલાં મુશ્કેલ નહીં એટલે મુકેશની કારકિર્દી સચવાઈ ગઈ. થોડાં વર્ષ પછી તેની દીકરી માન્યાએ મેડિકલ માટે પ્રવેશપરીક્ષા આપી. ધાર્યા માર્કસ આવ્યા નહીં. માન્યા કહે, ‘ડેડી, મારે ફરી ટેસ્ટ આપવી છે.’ ‘એ માટે એક વર્ષ રાહ જોવી પડે. વર્ષ બગાડીશ?’ ‘બગાડીશ નહીં, વધારે સારી તૈયારી કરીશ.’ મુકેશને પોતાનો અનુભવ યાદ આવ્યો અને તેણે માન્યાને એક વર્ષ આપ્યું. આજે એ મનગમતી બ્રાન્ચમાં ડૉક્ટર થઈ ચૂકી છે, પણ તેને યાદ છે કે તેણે લીધેલા એક વર્ષના ગૅપ માટે તેણે અને તેનાં મમ્મીડેડીને બીજા લોકો સમક્ષ કેટકેટલા ખુલાસા કરવા પડ્યા હતા. 

આઈ.આઈ.ટી. એંજિનિયર મહેને દુબઈમાં મળેલી મોટા પગારની નોકરી ‘હું મશીન જેવો થઈ ગયો છું’ એવું કહીને છોડી ત્યારે તેનાં માતાપિતાએ તો થોડી અવઢવ પછી એ સ્વીકારી લીધું, પણ બીજા બધાંને લાગ્યું કે તેનું ચસકી ગયું છે. તેમાં પણ તેણે એક વર્ષ કઈં જ ન કર્યું, ફક્ત એ વિચાર્યું કે હવે શું કરવું ત્યારે તો સગાંસંબંધીઓએ તેનો કાંકરો જ કાઢી નાખ્યો. આ બધાથી અલિપ્ત રહી તેણે પોતાનો સમય લીધો અને મનગમતું ક્ષેત્ર શોધી કાઢ્યું. અત્યારે તે એમાં ટોચ પર છે, ખુશ પણ છે. 

દુનિયાભરમાં પ્રચલિત ડ્રોપ, બ્રેક, ગૅપ યર જેવા શબ્દો ઇન્ટરનેટની મહેરબાનીથી હવે ભારતીયોની જીભે પણ ચડવા માંડ્યા છે. ગૅપ યર એટલે પ્રોફેશન અને કારકિર્દીમાં કશુંક નવું શરૂ કરતાં પહેલા લેવાતો સમય. મોટેભાગે આવો ગૅપ હાઇસ્કૂલ છોડી કૉલેજ જતા પહેલા કે ગ્રેજ્યુએશન કર્યા પછી કામ કે આગળનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં લેવાતો હોય છે. આજથી થોડાં વર્ષ પહેલાં ગૅપ યર શબ્દ સાંભળી પશ્ચિમમાં પણ લોકોનાં ભવાં ચડી જતાં હતાં. હવે ત્યાં ગૅપ યર પ્લાનનાં પુસ્તકો મળે છે, શાળા-કૉલેજોમાં ગૅપ યર પ્લાનિંગનું માર્ગદર્શન મળે છે. તેની સામે ‘ડોન્ટ ગેટ કોટ અપ ઇન ધ ગ્લેમર ઑફ ગૅપ યર’ એવી પુસ્તિકાઓ પણ વેચાય છે. પણ સરવાળે 2010થી ગૅપ યરને કારકિર્દી-વિકાસના એક તબક્કા તરીકે સ્વીકૃતિ મળી છે.  

ગૅપ યર દરમ્યાન વિદ્યાર્થીઓ એડવાન્સ્ડ કૉર્સ કે અભ્યાસેતર પ્રવૃત્તિઓ કરે છે, નવાં કૌશલ્યો વિકસાવે છે, પ્રવાસે જાય છે, કમાણી કરે છે કે પછી કલા, સેવા કે રમતગમતમાં ઊંડા ઊતરે છે. આ સમયમાં કઈં પણ પ્રવૃત્તિ કરવાની મોકળાશ હોય છે. ગૅપ યર લેવું કે નહીં અને લેવું તો એમાં શું કરવું તેના કોઈ નિયમ નથી હોતા, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ પ્રવાસ અને કમાણી આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરતા હોય છે. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડમાં સોલો ટ્રાવેલ એટલે કે એકલા પ્રવાસ કરવાનો મહિમા છે. તેઓ કહે છે, ‘ઓ.ઈ. પર છું.’ ‘ઓ.ઈ.’ એટલે ઓવરસીઝ એક્સપિરિયન્સ. આ ગાળા દરમિયાન તેઓ દુનિયાના, વાસ્તવિકતાના અને પોતાની જાતના સીધા સંપર્કમાં આવે છે. આ અનુભવ તેમને ત્યાર પછીને નિર્ણયોમાં કામ લાગે છે. એક વર્ષ કમાણી કરીને પછી ભણનાર વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ જુદાં જ હોય છે. ભારતની શિક્ષણપ્રણાલીમાં આ રીતે વિચારવાનું અઘરું છે, છતાં એવાં વિદ્યાર્થીઓ નીકળે છે જેમને ગૅપ યર લેવું હોય છે. અમેરિકા-યુરોપની યુનિવર્સિટીઓ કહે છે કે ગૅપ યર લીધા બાદ આવેલા વિદ્યાર્થીઓ પોતાના વિષે વધારે સ્પષ્ટ, સંતુલિત અને એકાગ્ર હોય છે. 

તો શું દરેક વિદ્યાર્થીએ ગૅપ યર લેવું જોઈએ? ભારત જેવા દેશમાં ગૅપ યર કલ્ચર કેટલું વ્યાવહારિક છે? ખરું જોતાં ગૅપ યર એક તક છે. તરુણ, બિનઅનુભવી માનસને વાસ્તવ જગત પાસેથી ઘણુંબધું શીખવાની એવી તક જે તેમને તેમના ભાવિ જીવનને આકાર આપવામાં કામ લાગે છે. તો પણ ભારતમાં આ વિભાવનાનો વ્યાપક સ્વીકાર થતાં ઘણી વાર લાગશે. ભારતમાં તરુણો સતત સારું પરિણામ લાવવાના વધારેપડતા દબાણ હેઠળ જીવતા હોય છે. માતાપિતાને ડર હોય છે કે શાળા અને કૉલેજ વચ્ચે એક વર્ષનો ગૅપ લેશે તો શું થશે? શાળા અને કૉલેજ વચ્ચેનો એક વર્ષનો ગૅપ – પછી એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હોય, કમાણી માટે હોય કે મનગમતી પ્રવૃત્તિ માટે – પોતાના સંતાનને ધ્યેયથી વિમુખ કરી દેશે. જો કે હવે સમય ધીમી પણ ચોક્કસ ગતિથી બદલાઈ રહ્યો છે. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં દસમા-બારમાના વિદ્યાર્થીઓ જરૂર લાગે તો ગૅપ લેવા તૈયાર હોય છે, એ ગાળા દરમિયાન શું શું થઈ શકે એ જાણવા તત્પર હોય છે અને માબાપો પણ એકવાર આ વિષે વિચારવા જેટલા કૂણાં પડ્યાં છે. 17 વર્ષનો અંશુમાન કહે છે, ‘મને જરૂર લાગશે તો ગૅપ યર લેતાં હું નહીં અચકાઉં. મારાં માતાપિતા પણ સમજશે કે માર્કસ ઉપરાંત એ ગાળો વ્યક્તિત્વવિકાસ, આત્મવિશ્વાસ અને સંગીત-ચિત્ર જેવી કોઈ કલાના અભ્યાસ માટે મહત્ત્વનો છે, અને આ બધું એક સારા સી.વી. (કરિક્યુલમ વાઈટા) માટે કામનું છે.’ તેની વાત વિચારવા જેવી છે. આવો રસ સાયન્સ, કોમર્સ કે આર્ટ્સના વિદ્યાર્થીઓમાં સમાનપણે જોવા મળ્યો છે. 

ભારતમાં કોર્પોરેટ વિશ્વમાં હવે લોંગ બ્રેકની ભલામણ અને સ્વીકાર થતાં દેખાય છે. બેલ્જિયમમાં નોકરિયાતોને ટાઈમ ક્રેડિટ એટલે કે એક વર્ષની રજા આપવામાં આવે છે. નાઈજિરિયામાં કૉલેજ પૂરી થયા પછી એક વર્ષ દેશનું કામ કરવાનું હોય છે. શરૂઆત ત્રણ અઠવાડિયાના કેમ્પથી થાય છે. ત્યાંથી દરેકને જુદા જુદા સરકારી વિભાગમાં મોકલવામાં આવે છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ગૅપ યર પ્રચલિત છે. વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે કે પછી પ્રાણીઓ-પર્યાવરણ માટે કામ કરે છે. અમેરિકામાં ભાગ્યે જ કોઈ ગૅપ યર લેતું, પણ હવે ગૅપ યર લેનારની સંખ્યા વધતી જાય છે અને યુનિવર્સિટીઓ પણ ગૅપ યર પ્લાન્સ અને પ્રોગ્રામ્સ ઑફર કરતી થઈ છે. એમેનમાં ગ્રેજ્યુએટ થયા પછી એક વર્ષની રાહ જોવાનું ફરજિયાત છે. 90ના દાયકા સુધી ત્યાંના છોકરાઓ લશ્કરમાં અને છોકરીઓ હોસ્પિટલો કે શાળાઓમાં સેવા આપે એવો નિયમ હતો.  

ભારતમાં તેજસ્વી વિદ્યાર્થીઓ સતત ભયાનક તાણમાં જીવતા હોય છે અને માબાપો બેબાકળાં ફરતાં દેખાય છે ત્યારે જરા હટ કે, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની જરૂર જણાય છે. પરંપરા અને ડરના ઘેરામાંથી બહાર નીકળીએ તો એ ઘેરાની બહાર પણ એક દુનિયા છે અને એ દુનિયા સુંદર છે તે ચોક્કસ સમજાય. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જુલાઈ 2026

Loading

ઝેન-જી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 July 2026

રવીન્દ્ર પારેખ

1997થી 2012 સુધીમાં જન્મેલી વ્યક્તિ જનરેશન-ઝેડ(જેન ઝી/ઝેન જી)ની ઓળખ પામી છે. એમાં 14-29 એજ ગ્રૂપની વ્યક્તિ આવે. જંતર મંતર પર મોટે ભાગની વસ્તી એજ ગ્રૂપમાં આવતી હતી ને તે કોક્રોચ જનતા પાર્ટી(CJP)ના, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં સામેલ હતી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં, વડા પ્રધાન મોદી સિવાય બધા જ સંમત હતા. છેવટે શિક્ષણ મંત્રીનું રાજીનામું પડ્યું, એમાં CJP એ વાતે ગૌરવ લે છે કે સરકાર 12 વર્ષનાં શાસન દરમિયાન પહેલી વાર ઝૂકી. એ પણ છે કે એકાદ મંત્રીના રાજીનામાથી પેપર લીક થતાં અટકી જવાનાં નથી. હકીકત એ છે કે આપણું શિક્ષણ ગોખણપટ્ટી આધારિત છે ને નોકરી બાબતે જે અપેક્ષિત હોય તેનો સમાવેશ તેમાં થતો નથી.

CJPએ એનો વિજયોત્સવ ડાન્સ એન્ડ ડિન કરીને ઉજવ્યો. નીટની બીજી વારની એક્ઝામ સંદર્ભે 22 જણાએ આત્મહત્યા કરી તે જોતાં આ ઉજવણી CJPને શોભે એવી ન હતી – એવી ટીકા ભા.જ.પે. કરી. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેનારા વર્ગમાં એટલા પરિપક્વ ન હોય ને ઉત્સાહમાં ડાન્સ એન્ડ ડિન પાર્ટી કરે તે ઠીક ન હતું, છતાં એ થયું. તે એવો ગુનો નથી કે ભા.જ.પ.ની ટિપ્પણીનું વજન પડે, તે એટલે પણ કે ભા.જ.પ.ના કોઈ નેતા કે મંત્રીમાંથી 22 જણના આપઘાત અંગે સાદી સંવેદના પ્રગટ કરવાનું પણ ચુકાયું ને તે CJPની ઉજવણી જેટલું જ ટીકાપાત્ર હતું. છેવટે તો બાવીસેક લાખ વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્યનો સવાલ હતો. તેમના માબાપ, વાલીઓનાં સપનાંઓની વાત એમાં હતી, એ વખતે 35-36 દિવસો સુધી શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાનું ન સૂઝ્યું તે કોઈ રીતે શોભાસ્પદ ન હતું. ઘણાંને એમ લાગે છે કે સરકાર ઝૂકી, તે સાચું હોય તો પણ, લોકમતને માન આપીને પોતાની રાજકીય ક્ષમતા સિદ્ધ કરી છે. સમયસૂચકતા દાખવીને મોદીએ મત કરતાં જનમતનું માન જાળવ્યું છે. વિપક્ષ તરીકે કાઁગ્રેસ મોડી ને મોળી પડી છે. જે કાઁગ્રેસે કરવાનું હતું તે ઝેન-જીએ કરી બતાવ્યું.

બીજી તરફ CJPએ વિજ્યોન્માદમાં સોનમ વાંગચુકનો આમરણ ઉપવાસનો સ્પષ્ટ ટેકો હતો, છતાં એમને મળવાનો વિવેક પણ ચુકાયો છે. આવે વખતે સોનમ વાંગચુક પણ બાજુ પર મુકાઈ જાય એમાં CJPની અપરિપક્વતા જ છતી થાય છે. CJPને ઉતાવળ ઘણી હોય એવું લાગે છે. એ સાચું કે પોલીસ કેસો પાછા ન ખેંચાય તો ફરી આંદોલનની ચીમકી આપી છે. જે નિર્દોષ છે તેની સામેનાં કેસ પાછા ખેંચાય તે જરૂરી છે, પણ આ વિરોધમાં જે આંદોલનકારીઓ ઊતર્યા તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ને પોલીસને બળપ્રયોગ કરવા પ્રેરી હતી. પોલીસે બળપ્રયોગમા જરા પણ કસર છોડી નથી. ટીયરગેસના શેલ ફોડાયા અને ખીલી યુક્ત લાઠીઓ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ પર વરસાવાઈ.

કેસ પાછા ખેંચવાની વાતમાં સુપ્રીમે બધા કેસ પાછા ખેંચવામાં આનાકાની કરી. તે એટલે કે આ આંદોલનમાં ભાગ લેનારા ત્રણેક હજાર તો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમને છોડી મૂકવાની વાત ગુનેગારોને છાવરવા જેવી પુરવાર થશે. સુપ્રીમ કોર્ટે પણ બધાં કેસ પાછા ખેંચવાની વાતને ટેકો આપ્યો નથી ને એને લીધે CJPના કેટલાક સભ્યો નારાજ પણ છે. CJPના પ્રવક્તાઓએ એમ પણ કહ્યું છે કે એ આંદોલનમાં કેટલાંક ગુનાહિત તત્ત્વો સમર્થનમાં ઊતરી પડ્યાં હતાં. એમના પર હત્યા, બળાત્કાર, લૂંટ જેવા ગંભીર આરોપો છે. એવા 900 લોકોને બચાવવાનો CJPનો દાવો આંદોલનની હવાને પાતળી કરશે, તે સમજી લેવાનું રહે. એવાં ગુનાહિત તત્ત્વો સામેનાં કેસ પાછા ખેંચવાનો ને એ રીતે એનો બચાવ કરવાનું CJPનાં હિતમાં નથી. સુપ્રીમ કોર્ટ એવાઓના કેસ પાછા ન ખેંચે તો CJPએ નારાજ થવાનું કોઈ કારણ નથી. એ પણ છે કે આ વિજય માત્ર CJPનો જ છે એવું નથી. દૂર દૂરથી જંતર મંતર પહોંચનારા એ લોકોનો પણ છે, જેમણે આંદોલનને દેશવ્યાપી બનાવ્યું.

એનું એક કારણ એ કે દેશમાં 30 સુધીનાં યુવાનોની વસ્તી 75 ટકા છે ને તેમાંય જેન-ઝી (15-29ની ઉંમર)ની વસ્તી 37 કરોડ છે. આ સ્થિતિ હોય તો આંદોલન સફળ થયા વગર ભાગ્યે જ રહે. સરકારે વિપક્ષની કોઈ ગણતરી રાખી ન હોય તો તે ઝેન-જી સામે કેમ ઝૂકી? એનું કારણ આ આંદોલન આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ હતું. મીમ્સ, કાર્ટૂન્સનું એવું મહત્ત્વ સોશિયલ મીડિયામાં પહેલી વાર ઊભું થયું. આ આક્રમક મિજાજે આંદોલન સફળ બનાવવામાં સહાય કરી. સરકાર પણ આ મિજાજ પારખી ગઈ અને આંદોલનકારીઓની બધી માંગ મંજૂર રાખી. આ આદોલન સફળ થવામાં એ વાત પણ હતી કે તેમને રાજકારણ સાથે બહુ લેવાદેવા ન હતી, ન તો એમાં ખેડૂતો હતા કે ન તો એવા ધનાઢ્ય લોકો હતા જેમને દરોડાથી ડરાવી શકાય. આમાંના કોઈને કોઈ સત્તા જોઈતી ન હતી કે ન તો ઇ.ડી.ના દરોડા પડાવીને ચૂપ કરી દેવાની કોઈ તક હતી. એ રીતે આ આંદોલન રાજકીય કારણોથી પ્રેરિત હતું એવું પણ ન હતું.

આ માત્ર પેપર લીક મુદ્દે જ ટકેલું આંદોલન ન હતું. સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સંદર્ભે પણ હતું. જો કે, લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે પેપર લીક વિરોધી બિલ ધ્વનિમતથી પસાર થઇ ગયું. હવે રાજ્યસભામાં એની ચર્ચા થશે. પેપર લીક બિલ વધુ કડક બનાવાયું છે. તેમાં આકરા દંડ અને સજાની જોગવાઈ છે. પેપર લીક કરનાર વ્યક્તિને 10 વર્ષની સજા અને 50 લાખ સુધીનાં દંડની જોગવાઈ છે  એ સંગઠિત સ્વરૂપે હશે તો 10 વર્ષની સજા ને 10 કરોડના દંડની જોગવાઈ છે. કાયદામાં સુધારો માત્ર દંડ કે સજા પૂરતો સીમિત નથી, તે દ્વારા પરીક્ષા પદ્ધતિને વધારે પારદર્શી અને વિશ્વસનીય બનાવવાનો ઉપક્રમ છે. સવાલ તો એ પણ છે કે પેપર લીકનું બિલ લાવવાથી પેપર લીક થતાં અટકી જશે? તો એનો જવાબ છે – ના. એને માટે સમગ્ર વ્યવસ્થા ફુલપ્રૂફ હોય તો જ ફેર પડે.

એક ફણગો કાઁગ્રેસના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા એ ફોડવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હટાવવાની માંગ વડા પ્રધાન મોદી સમક્ષ મૂકી હતી. એનો સખત વિરોધ સંસદમાં થયો. કિરણ રિજિજુએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈ આધાર કે પુરાવા વગર રાહુલ ગાંધીએ આરોપો મૂક્યા છે. તેમણે માફી માંગવી જોઈએ. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ગોળીબાર સંદર્ભે એ ખુલાસો કર્યો હતો કે ગોળીબાર થયો જ નથી, એટલું જ નહીં, ગોળીબાર કરવાનો આદેશ મંત્રીથી અપાતો નથી, તે મેજિસ્ટ્રેટ દ્વારા અપાય છે. એ વાતને રદિયો આપતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે ગોળીબારના આદેશો વડા પ્રધાન કે ગૃહ મંત્રી જ આપી શકે. જો કે, આ મામલે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ દ્વારા ટીકા થઇ કે રાહુલમાં સમજણનો અભાવ છે. હકીકત એ છે કે ગોળીબારનો આદેશ એકકઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપરી પોલીસ અધિકારી આપી શકે. એમ લાગે છે કે ગોળીબારનો આદેશ મંત્રી ન આપે એવી જિતેન્દ્રસિંહની વાતમાં તથ્ય છે અને રાહુલ ગાંધીએ આ મામલે કાચું કાપ્યું છે.

અત્યાર સુધીમાં CJPની કોઈ લાલસા રાજકીય કે અન્ય હેતુસર બહાર આવી નથી. ન તો ઝેન-જીને કોઈ લાલચ હતી. વધારામાં લાઠી ખાધી હોય કે ટીઅર ગેસનો સામનો કરવાનો આવ્યો હોય એવા ઘણાં હતા. ટૂંકમાં, પ્રાપ્તિ એક જ હતી -શિક્ષણ મંત્રીનું રાજીનામું. એ પણ ગૌણ વાત હતી, મુખ્ય હેતુ તો પેપર લીકને મુદ્દે ફરી પરીક્ષા આપવાનું થયું ને એ નિમિત્તે 22 જણાએ આત્મહત્યા કરી એ તરફ સરકારનું ધ્યાન ખેંચવાની. દસેક વર્ષમાં 152 વખત પેપર લીકની ઘટના બની. આ પેપર લીકનું ન્યુસન્સ કાયમી ધોરણે જવું જોઈએ. સરકારને પક્ષે ઘોર બેદરકારી છે કે તેણે આટલી કચાશ નીટ ને અન્ય પરીક્ષાઓ સંદર્ભે ધ્યાન જ ન આપ્યું ને શિક્ષણ મંત્રીની કોઈ જવાબદારી જ ન હોય, એ કારભાર ચાલ્યો. કાયદો તો તેનું કામ કરશે, પણ પરીક્ષાની વિશ્વસનીયતા ને પારદર્શિતા જોખમાય ને તે પણ સરકારની હાજરીમાં તો તે કેવળ ને કેવળ અસહ્ય છે. બીજી તરફ એ પ્રજા પણ છે જે પૈસા ખર્ચીને પરીક્ષાની પારદર્શિતા ને વિશ્વસનીયતા પર જોખમ ઊભું કરે છે. એને માટે જે જેન્યુઈન ઉમેદવારો હોય છે ને એમણે એમના કોઈ વાંક વગર પરીક્ષામાં ચાલતી ગેરરીતિનો ભોગ બનવાનું આવે છે. જેનો કોઈ બચાવ નથી એ પેપર લીક્ની વાતો એટલી લાઈટલી લેવી પડે છે કે 22 આત્મહત્યાને સામાન્ય વ્યવહાર તરીકે જ જોવી પડે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 જુલાઈ 2026

Loading

...102030...37383940...506070...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved