તમે અનુભવ્યો છે એ તરફડાટ?
મોઢું બંધ રાખી નાક પર આંગળીઓ દાબી
થોડી પળો માટે તમે જે અનુભવશો
એના કરતાં પચાસ-પંચોતેર-પંચાણું લિટર
તરફડાટ વધારે અનુભવશે એ લોકો …
ટોપી ઊંધી કરી પૈસા ઊઘરાવાય
એવી જ રીતે બોટલમાં ઊધરાવી શકાતો હોત
તો ભરી આપી હોત
બોટલોની બોટલો અમે …
પ્લાસ્ટિકની થેલીમાં એમનાં શરીરને પેક કરો
ત્યારે હેન્ડ ગ્લોવ્ઝ વડે પંપાળી લેજો
શ્વાસ લેવાનાં તરફડાટ વચ્ચે
સોરાઇ ગયેલી-પાડી ન શકાયેલી
સેંકડો ચીસોને …
અમે બે હાથ જોડીને માફી માંગી લઇશું
હાથે કરીને બહેરા થઇ ગયેલા અમારા કાનોની …
ઓક્સિજન વિના તરફડીને
મરવું કેવું હશે એ તો અમે છતે
ઓક્સિજને અનુભવી લીધું છે
જેમ કોઇ માછલી
પાણીમાં જ મરતી વખતે
તરફડાટ
અનુભવે એમ !
સૌજન્ય : એષા દાદાવાળાની ફેઈસબૂક દિવાલેથી સાદર
![]()


કોરોના વાઇરસનો ચેપ રોકવા માટે વિશ્વમાં અત્યારે નવ અલગ-અલગ પ્રકારની રસી વિવિધ દેશોમાં આપવામાં આવી રહી છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ પ્રમાણે આમાં ફાઈઝર-બાયોન્ટેકની કોમિરન્ટી રસી ૬૧ દેશોમાં ૧૬ વર્ષથી ઉપરના વયસ્કોને આપવામાં આવી રહી છે. વિશ્વની આ પ્રથમ રસી હતી, જેને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની એસ્ટ્રાઝેનેકા ભારત સહિત ૪૧ દેશોમાં આપવામાં આવી રહી છે. ભારતમાં તે કોવીશિલ્ડ તરીકે ઓળખાય છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકસિયસ ડિસીઝ અને મોડેર્નાના સહકારથી બનેલી મોડેર્ના રસી ૨૭ દેશોમાં આપવામાં આવી રહી છે. અમેરિકાની જ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની સિંગલ ડોઝ રસી આફ્રિકન અને યુરોપિયન દેશોમાં આપવામાં આવી રહી છે.
‘ઓપિનિયન’ની આ ઉજવણીમાં ભાગ લેવાનો અને એ નિમિત્તે તમને સૌને મળવાનો મને ખૂબ આનંદ છે. મારો આ આનંદ એટલા માટે કે ‘ઓપિનિયન’ પંદર વર્ષનું હતું ને, ત્યારથી હું એને ઓળખું. વાત એમ છે કે 2010માં અમે થોડો વખત ઈટલી હતાં ત્યારે ત્યાંના એક અનુભવ વિશે મેં થોડુંક લખ્યું. હાર્દિક મને કહે, “આ લેખ તું ‘ઓપિનિયન’વાળા વિપુલભાઈ કલ્યાણીને મોકલ.” મને થ્યું’ મારા જેવી એક અજાણીએ આમ અમસ્તાં જ લખેલું કંઈક વિપુલભાઈ શું કામ વાંચે કે છાપે ..! પણ તો ય મેં મોકલ્યું. તમને નવાઈ લાગશે કે તરત જ વિપુલભાઈનો જવાબ આવ્યો. એમણે મારો લેખ પ્રેમથી વાંચ્યો’તો એટલું જ નહીં, પણ ખૂબ મહેનતથી યોગ્ય જગ્યાએ એમણે છપાવ્યો પણ હતો.