આવ પાસે તું જરી, ને મળ બકા.
છોડ ચિંતા, સંગ સૌની ભળ બકા.
ખોલ સઘળા રાજ ને કર વાત તું.
દર્દ મનમાં આમ ના તું ગળ બકા.
હાસ્ય વેરી જીવવું પડશે સમજ.
આંસુના ઊંડા અહીં છે તળ બકા.
સાચવી લે આ સમયને પ્રેમથી.
ચાખ ધીરજના પછી તું ફળ બકા.
રાખે શ્રદ્ધા ઈશ પર તું રોજ જો.
થાય જીવન આ પછી ઝળહળ બકા.
કાલની ના રાખજે ખોટી ફિકર.
બાંધ ના જૂઠી કદી અટકળ બકા.
રાખવી સૌ સંગ દોસ્તી સ્નેહની,
થાય ના ખોટી પછી ચળવળ બકા.
જૂનાગઢ
e.mail : kundariakusum@gmail.com
![]()






દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ્દ થઈ અને સરકારે માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું. આવું ગુજરાતમાં જ થયું, એવું નથી. ઘણાં રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી અને આગલી પરીક્ષાઓને આધારે પરિણામો નક્કી કરવા જણાવ્યું. ગુજરાતે પણ 10માં ધોરણની પરીક્ષાનું પરિણામ નક્કી કરવા નીતિનિયમો ઘડયાં. ધોરણ 10નાં પ્રથમસત્ર અને એકમ કસોટી સાથે, 9ની બંને સત્રની પરીક્ષાના માર્કસ પ્રોરેટા મુજબ મૂકવાનું નક્કી થયું. માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ ન કરવાનું તથા આંતરિક મૂલ્યાંકન માટે 20 ગુણમાંથી અને 9 અને 10ની લેવાયેલી કસોટીઓમાંથી 80માંથી માર્ક્સ આપવાનું ઠરાવાયું. દરેક કસોટીનું મહત્ત્વ જળવાય એ રીતે ચોક્કસ ટકાવારી દ્વારા 80 ગુણમાંથી ચાર માપદંડો નક્કી કરીને પરિણામ તૈયાર કરવાનું શાળાઓના આચાર્યોને કહેવાયું. આ ગણતરીઓ કરતાં ઘણી સ્કૂલો હાંફી જાય એમ છે ને આ રીતે 8.37 લાખ વિદ્યાર્થીઓની ગણતરી બધી સ્કૂલોએ કરવાની થાય છે. તે પછી પણ કોઈને નાપાસ કરવાના જ ન હોય તો સવાલ એ થાય કે આટલી કસરત શેને માટે? ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ, આટલી તકેદારીથી નક્કી કરવા છતાં, સાચું પરિણામ હાથ લાગે એમ જ નથી, કારણ કે આ વર્ષે પરીક્ષાઓ જ લેવાઈ નથી.