Opinion Magazine
Number of visits: 10,226,177
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિવેદન

મનીષી જાની * સ્વાતિ જોશી|Opinion - Opinion|13 June 2021

મિત્રો, આ સાથે એક નિવેદન મોકલીએ છીએ તેમાં સહી કરવા વિનંતિ છે. આવતીકાલ સાંજ સુધીમાં તમારી સહી જરૂર મોકલશો. આ નિવેદન બીજા મિત્રો સાથે શેર કરવા પણ વિનંતિ છે. સહી svati.joshi@gmail.com કે manishijani@gmail.com અથવા તો 9725517119 (Svati Joshi) કે 9427010011(Manishi Jani) પર મોકલશો.

• • •

'શબ્દસૃષ્ટિ' સામયિક દ્વારા સર્જકો અને ભાવકોને અપાતી ધમકી અંગે નિવેદન :

ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.

આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર  “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે, જેને કોઈ પણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી. 

વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.

પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.

આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં – સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.

ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.

લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે, એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી' તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.

મનીષી જાની 

સ્વાતિ જોશી 

…..

'શબ્દસૃષ્ટી'નું લખાણ તમારી જાણ ખાતર નીચે મૂક્યું છે. 

•••••

ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …

કેટલાક સમયથી એક ગુજરાતી 'કવિતા' પર કેટલાક લોકો વરસી પડ્યા છે. તેની ચર્ચા થાય છે, તેના અનુવાદો થયા છે, તેને સ્વરમાં ઢાળવાનાં કારખાનાં ચાલુ કરી દેવાયાં છે. 'વાહ! વાહ!' 'મેઘાણી પછીની યાદગાર રચના', 'પર્દાફાશ કરતી રચના', 'મરદને જગાડતી કવિતા', 'પરિવર્તનની કલમ' વગેરે વગેરે… ન જાણે કેટલી બધી પ્રશંસા થઈ રહીછે!

આનું કારણ આ કવિતા નથી. તેના 'ઉપયોગ'ની બંદૂક છે! ખરેખર તો આ “કાવ્ય” છે જ નહીં, આવેશમાં આવીને કરવામાં આવેલો વ્યર્થ આક્રોશ છે, પ્રાસના ત્રાસ સાથે, ભારતીય પ્રજા-લોકતંત્ર-સમાજને લાંછન લગાડે તેવું, શબ્દોનું તિકડમ છે. તેને કવિતા કઈ રીતે કહેવાય?

પણ તેને માટે તેના કવિ (કે કવયિત્રીને) આપણે દોષ આપવો નથી. તેમણે તે ક્ષણોમાં, 'કવિતા' બનાવવાનો બહાવરો પ્રયાસ જ કર્યો છે. આ કવિએ અગાઉ સારી રચનાઓ આપી છે, અકાદમીએ તેમાં પ્રકાશનમાં સહયોગ પણ આપ્યો છે. ભવિષ્યે એવું સારું રચે તો ગુજરાતી વાચક સ્વાગત પણ કરશે.

પરંતુ, પ્રસ્‍તુત કવિતા – જેમાં લોકતંત્રના આધારરૂપ પ્રતિનિધિત્વ અને નેતૃત્વને માટે પ્રયોજાયેલા શબ્દો કોઈ રીતે કાવ્યમાં શોભે તેવા નથી. અને તેનો દુરુપયોગ -દેશભરમાં રાહ જોઈને બેઠેલાં, કેન્દ્ર-વિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાનાં વિરોધી પરિબળોએ કર્યો છે, એટલે કહ્યું કે આ 'કવિતા' નથી, અને તથાકથિત કવિતાના ખભે બંદૂક રાખીને એવાં તત્વોએ ષડ્યંત્રો શરૂ કર્યા છે, જેઓની નિષ્ઠા ભારત નહીં, અન્યત્ર છે, વામપંથીઓ છે, કથિત 'લિબરલ્સ' છે જેમનો હવે કોઈ ભાવ પૂછતું નથી, જલદીથી તેમનો હેતુ ભારતમાં અવ્યવસ્થા ફેલાવવાનો છે ને અવ્યવસ્થામાંથી અરાજકતા પેદા કરવાનો છે. તેઓ સર્વક્ષેત્રે સક્રિય છે એ જ રીતે સરજાતાં સાહિત્યમાં પણ મેલા ઇરાદાઓ સાથે ફૃદી પડ્યા છે. પ્રસ્‍તુત કવિતાને પોતાનાં વ્યક્તિગત સુખ-દુઃખોની સાથે જોડીને એક 'મુગ્ધ' વર્ગ પણ તેમાં સામેલ થઈ જાય એવો જ હેતુ આ “લિટરરી નક્સલો'નો પણ છે.

અકાદમી સાહિત્યની સંસ્થા છે. તેનો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે. તેની ગતિ 'વસુધૈવ કુટુમ્બકમ્‌'થી 'રાષ્ટ્રે જાગૃયામ વયમ્‌'ની છે. આચાર્ય આનંદશંકર કુવે કહ્યું હતું તેમ કવિતા તો આત્માની કળા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાન્ત ભાવનો હોય છે, તેની પાસે સંવાદની સંજીવની છે. તે શબ્દને સત્ય-શિવ-સુન્દરની સંગાથે અનુભવે છે. આધુનિક કે પ્રાચીન સર્જકતા દૂષિત-પ્રદૂષિત-પ્રતિક્રિયાવાદી નથી રહી, આપણી ઉત્તમ સર્જનાનો એ માર્ગ છે.

એટલે પ્રારંભે કહ્યું તેમ આ કવિતા નથી, તેને કેટલાંક તત્ત્વોએ 'કવિતા' ગણાવીને તેને સામાજિક છિન્નભિન્નતા માટેનું હથિયાર ગણી છે. કવિતા અને કવિ બંને સામ્પ્રત સમાજરચનાના જ ભાગ છે. તેની કવિતા સમાજને નુકસાન કરે તેવી હોઈ શકે નહીં. આ સત્ય તમામ કવિઓને લાગુ પડે છે. અકાદમી આવી રચના અને આવાં વલણો સાથે શતપ્રતિશત સંમત નહોતી, નથી અને નહીં હોય.

શબ્દસૃષ્ટિ : જૂન : ૨૦૨૧ « ૮૯

Loading

સરકારી નાણાંથી ચાલતા ‘શબ્દસૃષ્ટિ’માં ઝેર કોણે ઓક્યું?

રમેશ સવાણી|Opinion - Opinion|12 June 2021

સરકારી નાણાંથી એટલે કે આપણા ટેક્સના પૈસાથી ગુજરાત સાહિત્ય અકાદમી ચાલે છે. તેના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. અકાદમી તરફથી સાહિત્યનું મેગેઝિન ‘શબ્દસૃષ્ટિ’ બહાર પડે છે; તેના તંત્રી પણ વિષ્ણુ પંડ્યા છે.

જૂન 2021ના અંકમાં લેખકના નામ વિનાનો લેખ – “ના, આ કવિતા નથી, ‘કવિતા’નો અરાજકતા માટેનો દુરુપયોગ છે !” પ્રગટ થયેલ છે. પારુલ ખખ્ખરની કવિતા – ‘શબવાહિની ગંગા’ની વાત છે. સવાલ એ છે કે સરકારી નાણાંથી ચાલતા શબ્દસૃષ્ટિમાં ક્યા ‘ભૂતિયા લેખકે’ ઝેર ઓક્યું હશે? ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ શબ્દો એક સાથે મૂકી શકે તેવી નાદાની માત્ર વિષ્ણુ પંડ્યા જ કરી શકે. એટલે આ લેખ તંત્રી વિષ્ણુ પંડ્યાએ જ લખેલો હશે; તેમ કહી શકાય. શું છે તેમની બળતરા?

[1] ’શબવાહિની ગંગા’ કવિતા નથી; ‘કવિતા’નો અરાજકતા માટેનો દુરુપયોગ છે.

[2] ‘શબવાહિની ગંગા’ની વાહ, વાહ કરનારા ખોટા છે. કેટલાંક ‘તત્ત્વો’ તેને કવિતા કહીને સામાજિક છિન્નભિન્નતાનું હથિયાર બનાવેલ છે.

[3] આ ‘કાવ્ય’ છે જ નહીં; આવેશમાં આવીને કરેલો વ્યર્થ આક્રોશ છે. ભારતીય પ્રજા / લોકતંત્ર / સમાજને લાંછન લગાડનારું શબ્દોનું તિકડમ છે. પ્રાસનો ત્રાસ છે. [

4] લોકતંત્રના આધારરૂપ પ્રતિનિધિત્વને / નેતૃત્વને માટે પ્રયોજાયેલા શબ્દો – રંગા-બિલ્લા’ તથા ‘રાજા મેરા નંગા’ કોઈ રીતે કાવ્યમાં ન શોભે. તેનો દુરુપયોગ વામપંથીઓ / લિબરલ્સ / કેન્દ્રવિરોધીઓ / કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાના વિરોધીઓ; ભારતમાં અવ્યવસ્થા / અરાજકતા ફેલાવવા કરે છે. આ લિટરરી નક્સલો છે.

[5] અકાદમીનો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે; વસુધૈવ કુટુમ્બકમ્ છે. કવિતા તો આત્માની કળા છે. તે શબ્દને સત્ય / શિવ / સુંદરની સંગાથે અનુભવે છે.

[6] કવિતા સમાજને નુકશાન કરે તેવી હોઈ શકે નહીં. અકાદમી આવી રચના અને આવા વલણો સાથે શતપ્રતિશત સંમત ન્હોતી, નથી અને નહીં હોય.

મુદ્દા વાઈઝ ચર્ચા કરીએ :

[1] માની લો કે મનમોહનસિંહ વડા પ્રધાન હોત તો ‘શબવાહિની ગંગા’ ઉત્તમ / સર્વશ્રેષ્ઠ કવિતા તરીકે તમે પોંખત કે નહીં? જવાબ આપો. તો તમને અરાજકતાને બદલે સર્જકતા દેખાતી હોત કે નહીં? હાલના વડા પ્રધાને; તત્કાલિન PM મનમોહનસિંહ વિશે સરકારી ખર્ચે યોજાયેલ જાહેર મંચ ઉપરથી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી તે શું સંસ્કૃતિ કહેવાય? વિપક્ષના નેતા સોનિયાજી માટે ‘કોંગ્રેસની વિધવા’ શબ્દો રંગા-બિલ્લા જ બોલી શકે; બીજા કોઈ બોલી શકે ખરા? બોલો. ‘શબવાહિની ગંગા’ સાચી જનવાદી કવિતા છે. આ કવિતાએ શાસકનો ચહેરો ખૂલ્લો કર્યો છે; લોકોને જાગૃત કર્યા છે; લેખક તરીકે અને નાગરિક તરીકે રાજી થવું જોઈએ; બળતરા શા માટે?

[2] ‘કેટલાંક તત્ત્વો’ને ‘શબવાહિની ગંગા’ કવિતા લાગતી હોય તો; ‘કેટલાંક’ની ચિંતા કેમ કરો છો? કેટલાંક તત્ત્વો કવિતા થકી; શું સમાજને છિન્નભિન્ન કરી શકે? સરકાર પાસે IT Cell છે / કોર્પોરેટ મીડિયા છે / ગોદી પત્રકારો-લેખકો છે / પબ્લિસિટી માટે સરકારી પ્રકાશનો છે / હોર્ડિંગ છે /આકાશવાણી છે / દૂરદર્શન છે; છતાં એક નાનકડી કવિતાથી સનેપાત કેમ ઉપડ્યો છે?

[3] ‘શબવાહિની ગંગા’ કાવ્ય જ ન હોય તો આટલી ચિંતા કેમ કરો છો? ‘વ્યર્થ આક્રોશ’ સામે ઝેરીલો આક્રોશ કેમ? નાનકડી કવિતા ભારતીય પ્રજા / લોકતંત્ર / સમાજને લાંછન કઈ રીતે લગાડી શકે? શબ્દોનું તિકડમ હોય; પ્રાસનો ત્રાસ હોય તો ચિંતા શા માટે કરો છો? લોકોને ગમશે તો કવિતાને માણશે. લોકોની વિવેકબુદ્ધિ ઉપર છોડોને ! શા માટે ટ્રોલસેના દ્વારા મા-બે’નની ગાળો આપવાની ઝૂંબેશ કરવામાં આવે છે? આ કેવો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ?

[4] ગૌરી લંકેશની હત્યા પછી એક ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદી’એ સોશિયલ મીડિયામાં તેને ‘કૂતરી’ કહી ત્યારે વડા પ્રધાને તેનું સમર્થન કરેલ; તે ભૂલી ગયા? વડા પ્રધાને, એક મહિલાને 50 લાખની ગર્લફ્રેન્ડ કહીને ઊતારી પાડી; તે ભૂલી ગયા? નેતાઓ મર્યાદા મૂકી દે તે ચાલે; અને કવિતામાં નેતાના ચરિત્રને ઉઘાડું કરે તો વાંધો શા માટે? ગાંધીજીએ કહ્યું હતું કે ચોરને ચોર કહેવાનાં બદનક્ષી થતી નથી. રંગા-બિલ્લા જેવા ગુનાહિત કામો કરનારને રંગા-બિલ્લા કહે તો વાંધો શું? નીચલી અદાલતે કેસ ચલાવ્યા વિના જ સત્તાપક્ષના નેતાને ‘ત્રિપલ મર્ડર’ કેસમાં / સુપ્રિમ કોર્ટે ‘લાર્જર કોન્સ્પિરેસી’ કહીને ત્રણ મર્ડર કેસ ‘ક્લબ’ કરેલ; તે કેસમાં છોડી મૂક્યા ત્યારે ઉપલી કોર્ટમાં અપીલ નહીં કરવા CBIના હાથ કચકચાવીને બાંધી દેનારને શું કહીશું? બોલો. શું લોકપ્રતિનિધિ દેવદૂત હોય છે? બિહાર / ઉત્તરપ્રદેશ / ગુજરાતમાં ગુંડાઓ ચૂંટાતા નથી? લતીફ કેટલી જગ્યાએથી યૂંટાયો હતો? લોકપ્રતિનિધિ બદમાશ હોય / નાગો હોય તો તેને મૂળ રૂપે પોંખવાનો નાગરિકને હક્ક છે. ‘રંગા-બિલ્લા’ અને ‘રાજા મેરા નંગા’ શબ્દો જ કવિતાને જનવાદી બનાવે છે. વડા પ્રધાનની આલોચના કરવાથી કોઈ ‘લિટરરી નક્સલ’ કઈ રીતે બની જાય? આ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ તો હાલના વડા પ્રધાનને તો ‘મહાનક્સલ’ કહી શકાય; કેમ કે તેમણે 2014 પહેલા તત્કાલિન PM મનમોહનસિંહને સવાર / બપોર / સાંજ અભદ્ર શબ્દોમાં ટીકા કરતા હતા !

તમારી સંકીર્ણ વિચારધારા સાથે સહમત ન હોય તેને રાષ્ટ્રીય વિચારધારાના વિરોધી કઈ રીતે કહી શકો? શું તમને તેનો ઠેકો મળ્યો છે? ધર્મવાદ ફેલાવનારા / લિંચિગ કરનારા અવ્યવસ્થા / અરાજકતા ફેલાવે છે કે નાનકડી કવિતા? સર્જક તો ઈશ્વર સાથે ઝઘડો કરી શકે; ‘પતિ થઈ ને પત્નીને પારખતાં ન આવડી; છો ને ઘટઘટના જ્ઞાતા થઈ ફૂલાઓ; પણ રામ તમે સીતાજીની તોલે ન આવો !’ એવું ચોખ્ખું ચોપડાવી દે; તો સર્જક શાસકને રંગા-બિલ્લા ન કહી શકે? બોલો.

[5] ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ બન્ને વિરોધાભાસી વિચારધારા છે. તમે જ કહો, ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવના હોય તો લિચિંગની ઘટના બને? લધુમતી સમુદાયની બાળકી ઉપર ગેંગ રેપ કરનારાઓના સમર્થનમાં ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓ’ રેલી કાઢે? ‘વસુધૈવ કુટુમ્બકમ્’માં નફરતની ખેતી હોઈ શકે ખરી? વિવેકની વાત કરનાર 80 વર્ષના સ્વામિ અગ્નિવેશનું વસ્ત્રાહરણ કરી તેમને ગાળો આપે / માર મારે ખરા? સત્યની અનુભૂતિ કવિતામાં પ્રગટે ત્યારે કવિતા રચાતી હોય છે. એટલે જ ‘શબવાહિની ગંગા’ ભાવકોને ગમી છે.

[6] ચાપલૂસી સમાજને નુકશાન કરે છે. શાસકોની આલોચના કરતી કવિતાથી સમાજને ફાયદો થાય છે. લોકસમજણ એ જ લોકતંત્રનો પ્રાણ છે. ‘શબવાહિની ગંગા’ જેવી રચના સાથે અકાદમી / શબ્દસૃષ્ટિ સંમત ન થાય તે સમજી શકાય તેમ છે. અકાદમીની રચના જ શાસકની / સત્તાની વાહવાહી માટે થઈ છે. સવાલ એ છે કે શું સાહિત્ય અકાદમી પણ ‘ભક્તો’ ઘડનારી ફેક્ટરી છે?

11 જૂન 2021

સૌજન્ય : રમેશ સવાણીની ફેઈસબૂક દિવાલેથી સાભાર

Loading

ચકર છોડવામાં

પંચમ શુક્લ|Poetry|12 June 2021

ચકર છોડવામાં ચકરડી છૂટી ગઈ,
શબદ ઝાલવામાં જીભલડી છૂટી ગઈ.
હતી ડોલ કાણી, ગઈ એ ય તળિયે,
વૃથા વેઠમાંથી ગરગડી છૂટી ગઈ.
ધરી ફેણ બેઠા ચરુ પર ચડીને, 
ન દમડી છૂટી કિન્તુ ચમડી છૂટી ગઈ.
દિગંબર થયાં નેત્રને એવાં દર્શન,
ઝીણી ધાર ઝરતી કરવડી છૂટી ગઈ.
ગયા લહાવ લેવા બની મોહિની ત્યાં, 
અહીં, પદ્મપાણિ ! પદમડી છૂટી ગઈ.

કરવડી:  નાળચાવાળી લોટી; ઝારી

પદમડી: પદ્મિની સ્ત્રી

શબ્દસૃષ્ટિ (જૂન 2021)માં પ્રગટ નનામો લેખ અને એના વિષે દર્શક આચાર્યની ફેસબુક વોલ પર ચગેલી ચર્ચા જોયા પછી લખાયેલી કૃતિ.

e.mail : spancham@yahoo.com

Loading

...102030...2,0292,0302,0312,032...2,0402,0502,060...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved