Opinion Magazine
Number of visits: 10,226,256
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાદેવભાઈ અને વૉરેન બફેટ

યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2021

ઉચ્ચ શિક્ષણની એક સંસ્થામાં અનિકેત અને કમલ અધ્યાપક તરીકે સાથે નોકરી કરે. બંનેની વિદ્યાશાખા જુદી. અનિકેત વિનયન અને કમલ વાણિજ્ય વિદ્યાશાખામાં ભણાવે. ટી બ્રેક કે લંચ બ્રેકમાં સાંપ્રત પ્રવાહોની ચર્ચા થાય. કમલ વોટ્‌સએપ દ્વારા સંચિત સમજ-ગેરસમજને ગુજરાતી અંગ્રેજી મિશ્રિત બોલીમાં ઠાલવે. એને શૅરબજારમાં રસ પડે એટલો બીજી વાતમાં ન પડે. ઑન સ્ક્રીન માર્કેટમાં ફરી વળતા કમલ પાસે ‘ધેટ્‌સ ઇટ ! ઓકે’ ને ‘યા યા !’ના છમકારવાળું મસાલેદાર શબ્દભંડોળ. અનિકેત સૂતરના તાંતણે સમજણનો સેતુ રચ્યા કરે.

એક વખત બન્યું એમ કે ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈની વાત નીકળી. કમલે અત્યંત સહજતાથી કહ્યું, ‘આઈ ડૉન્ટ નો અબાઉટ મહાદેવભાઈ’. બી.કોમ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા પીએચ.ડી. પદવીધારી અધ્યાપકને મહાદેવભાઈ વિશે તદ્દન અજ્ઞાન પ્રગટ કરતો જોઈ અનિકેતે મહા આશ્ચર્ય વ્યક્ત કર્યું . જવાબમાં કમલે કહ્યું, ‘સો વ્હૉટ ? ડુ યુ નો અબાઉટ વૉરેન બફેટ ?’ આ સવાલ કરતી વખતે વર્તમાનવિશ્વના મહાન ધનવાન વિશે પોતે અનિકેત કરતાં કંઈક વધારે જાણે છે, એવો ગર્વિષ્ઠ ભાવ કમલના ચહેરા પર તરી આવ્યો.

અનિકેતને કમલની સજ્જતા અને સમજ વિશે સહેજ પણ શંકા નહોતી. તેણે ધીમે રહીને કમલને કહ્યું કે વૉરેન બફેટ વિશે મને તમારા જેટલી જાણકારી નથી પણ એક મહત્ત્વની વાત છે, કદાચ તમને ખબર ના પણ હોય.

કમલના કાન સરવા થયા. અનિકેતની જાણકારી વિશે એને ઊંડે-ઊંડે આદર ખરો.

અનિકેતે વૉરેન વિશે કમલને કહ્યું, ‘સાંભળો સાહેબ ! વૉરેન બફેટનો જન્મ નહોતો થયો ત્યારની વાત છે. વૉરેન હજી ગર્ભસ્થ હતા. માતાના ઉદરમાં ઊછરી રહેલા શિશુમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર આવે એવા ઉમદા આશયથી તેમના માટે પિતાએ ભારતના પ્રવાસનું આયોજન કર્યું.’

અનિકેતની આ વાત કમલ માટે સાવ નવીનક્કોર હતી. તેણે સરવા કાને સાંભળવાનું ચાલુ રાખ્યું. અનિકેતે આગળ ચલાવ્યુંઃ ‘ગર્ભસ્થ શિશુના સંસ્કારઘડતર માટે જાગૃત બફેટદંપતીને તેમના ડૉક્ટરે ‘આ દિવસોમાં’ લાંબો પ્રવાસ કરવાની ના પાડી છતાં ડૉક્ટરની સલાહને ગણકાર્યા વગર તેઓ તીર્થભૂમિ ભારતમાં પધાર્યા. સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. અમદાવાદથી ભાવનગર તરફ પ્રયાણ કર્યું. ધંધુકાથી સત્યાવીસ કિલોમીટર જેટલા અંતરે વૉરેનની માતાને દુખાવો ઉપડ્યો. ગાડી ઊભી રાખી. ગુજરાતી ડ્રાઇવરે હાઈવે પર ઊભેલા માણસને ડૉકટર કે હૉસ્પિટલ વિશે પૂછ્યું. પરિસ્થિતિ પામી ગયેલા ઠીક-ઠીક જાણકાર એ માણસે કહ્યું, ‘અહીંથી ડાબી બાજુ સાત કિલોમીટર જતાં નાવડા નામનું ગામ આવે છે. ત્યાં ગીતાબહેન નામનાં દાયણ રહે છે. ત્યાં જાવ. કામ થઈ જશે. કરો ફતેહ.’

કમલને આશ્ચર્યમાં ગરકાવ જોઈ અનિકેતે સમાપન કર્યું, ‘સુવાવડ સફળ રહી. વૉરેન બફેટનો જન્મ નાવડામાં થયો. તેમની નાગરિકતા આજે પણ ભારતની છે.’

કમલ માટે આ માહિતી અપૂર્વ હતી. કદાચ કોઈ સેમિનાર કે જ્ઞાનસત્રમાં કામ આવે તેમ સમજી તરત વિગતો વોટ્‌સએપ કરવા અનિકેતને કહ્યું અને ઉમેર્યું’, બૉસ ! સેલ્યુટ “યાર, તમારા નૉલેજ માટે.”

અનિકેતને જરા પણ નવાઈ ના લાગી. બેહોશ પણ ના થયો. અસત્ય ઘટના આધારિત આ સત્યઘટના વાંચી કે સાંભળીને ગૂગલ સર્ચ કરશો નહીં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 15

Loading

અસ્થિઓ : જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી ધર્મનાં, દેહ પડે પછી ધર્મનિરપેક્ષ

બીરેન કોઠારી|Opinion - Opinion|17 June 2021

કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા મળી રહ્યાં છે, અને હજી મળતાં રહેશે. કેમ કે, મહામારીનો કપરો સમય હજી પૂરો થયો નથી. કંઈ કેટલા ય વ્યવસાય અને વ્યાવસાયિકોને વિપરીત અસર થઈ છે, જેનો અંદાજ મેળવવો અઘરો છે. એવે વખતે પ્રજ્ઞા અખિલેશે એક ચોક્કસ વ્યવસાયના લોકો પરની અસર વિશે ધ્યાન દોર્યું છે. પ્રજ્ઞા અખિલેશ દિલ્હીસ્થિત ‘ભીમ સફાઈ ટ્રેડ યુનિયન’નાં રાષ્ટ્રીય સેક્રેટરી અને ‘આર.આર.આઈ.’(રિહેબિલિટેશન રિસર્ચ ઇનિશિયેટિવ)નાં કન્વીનર છે. સફાઈ-કર્મચારીઓના વિવિધ મુદ્દે તેઓ અવાજ ઉઠાવતાં રહ્યાં છે, લખતાં રહ્યાં છે અને વાત પણ કરતાં રહ્યાં છે. આ કારણે તેમને ઉપહાસપૂર્વક અપાયેલું વિશેષણ ‘ટૉઇલેટ વુમન ઑફ ઇન્ડિયા’ હવે તો તેમની આગવી ઓળખ બની ગયું છે. તાજેતરના એક લેખમાં તેમણે મૃતકોનાં હાડકાં એકઠાં કરતા લોકો વિશે વાત કરી છે.

સામાન્ય રીતે આવા વ્યવસાય સુગાળવા હોય છે. એટલે કે સૂગ એ વ્યવસાય અંગે નહીં, પણ તેના વિશે વાત કરવા અંગેની હોય છે. મૃતકોનાં અસ્થિને એકઠાં કરીને કૅલ્શિયમ બનાવતાં કારખાનાંને પહોંચાડવાનો આખો ઉદ્યોગ અસ્તિત્ત્વમાં છે. તેમને અસ્થિ વેચવા પર પ્રતિબંધ છે, આમ છતાં આ પ્રવૃત્તિ બરાબર ચાલી રહી હોવાનું પ્રજ્ઞાએ જણાવ્યું છે. આ આખા વ્યવસાયમાં સૌથી નીચેની પાયરી પર અસ્થિ વીણનારા હોય છે. તેમનું કામ દેખીતી રીતે ગંદકીયુક્ત, ગેરકાનૂની અને ઘણે અંશે ગુપ્ત હોય છે. સૌથી વધુ જોખમ તેઓ જ ઉઠાવતા હોય છે. આ વ્યવસાય તેમની આજીવિકા સાથે એ હદે સંકળાઈ ચૂક્યો છે કે એમને માટે એ છોડવો મુશ્કેલ છે. આ પ્રકારનો વ્યવસાય કરતા દરેક કર્મચારીની એ વ્યથા હોય છે કે આમાં તે નથી સ્વેચ્છાએ પ્રવેશતો કે નથી સ્વેચ્છાએ નીકળી શકતો. આવા વ્યવસાયમાંથી તે નીકળી જાય, તો તેને બીજું ‘સ્વચ્છ’ કામ કોણ આપે એ મોટો સવાલ હોય છે.

મહામારીની અસર તળે ઠેરઠેર સામૂહિક અગ્નિદાહ તેમ જ દફનવિધિ થઈ રહી છે. સ્મશાનભૂમિ કે કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતાં પરંપરાગત સ્થળો ઉપરાંત બીજાં અનેક સ્થળો આ કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. કોવિડની બીજી લહેરમાં એક મોટો વર્ગ આજીવિકાના સ્રોત તરીકે આ કાર્ય સાથે સંકળાતો થયો છે. અલબત્ત, આ નાના વ્યાવસાયિકોનો ગેરલાભ લઈને તેમનું શોષણ થવા લાગ્યું છે. અંતિમ વિધિનાં કેટલાં ય સ્થળો પર સ્થાનિક ગુંડાઓનું વર્ચસ્વ છે, જે અસ્થિ એકઠાં કરનાર પાસેથી અસ્થિ ખરીદે છે અને જરૂરતમંદ તબીબી કૉલેજ, ફૅક્ટરીઓ સુધી તેને પહોંચાડે છે.

આ વ્યવસાયમાં પહેલેથી સક્રિય હોય એવા લોકોએ કૅલ્શિયમ ફૅક્ટરી સુધી અસ્થિઓ પહોંચાડવાની શૃંખલા ગોઠવેલી છે. કેટલાક લોકોએ વિદેશી વેપારીઓ સાથે સંપર્ક કેળવેલા છે અને સીધા તેમને એ પહોંચાડે છે. લૉકડાઉન દરમિયાન અસ્થિના વેપારીઓ પોતાના એજન્ટોને બારોબાર અંતિમ વિધિનાં સ્થળે મોકલી રહ્યા છે, જેમનું કામ મૃતકના અવશેષોમાંથી અસ્થિ વીણવાનું છે.

પ્રજ્ઞા અખિલેશે આ કામ સાથે સંકળાયેલા વિવિધ લોકોને મળીને તેમની કાર્યપદ્ધતિ વિશે અને તેમની મજબૂરી વિશે લખ્યું છે. એવું નથી કે આ સ્થિતિ કોઈ એકલદોકલ સ્થળ કે રાજ્યમાં હોય. વિવિધ રાજ્યોમાં અનેક સ્થળોએ આ ચલણમાં છે.

કોવિડના કાળમાં માનવ-અસ્થિઓ સહેલાઈથી ઉપલબ્ધ બનવા લાગ્યાં છે. સ્મશાનમાંથી અસ્થિ વીણવામાં આવે છે, એમ કબ્રસ્તાનમાંથી પણ એ કરવામાં આવે છે. કેમ કે, અસ્થિઓ જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી જ કોઈ ચોક્કસ ધર્મનાં ગણાય છે. દેહ પડે એ પછી તેમાંનાં અસ્થિઓ ધર્મનિરપેક્ષ બની જાય છે. કૅલ્શિયમની ફૅક્ટરીના કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતાં વિવિધ ધર્મના મૃતદેહોનાં અસ્થિઓ આખરે ભૂકો થઈને એકમેકમાં ભળી જાય છે અને ફરી એક વાર વિવિધ ઉત્પાદનોના સ્વરૂપે વિવિધ ધર્મના ગ્રાહકો સુધી પહોંચે છે.

અસ્થિની માંગ ખૂબ હોય છે અને તેમાં પ્રાણીઓનાં અસ્થિનો સમાવેશ પણ થાય છે. સામાન્ય સંજોગોમાં પ્રાણીઓનાં અસ્થિ મેળવવાં સહેલાં હોય છે. અલબત્ત, ‘ગૌરક્ષક’ નામની પ્રજાતિના વધેલા ઉપદ્રવ પછી તેમનું કામ પણ મુશ્કેલ બની રહ્યું છે. આમ છતાં, અલબત્ત, પ્રાણીઓનાં અસ્થિ એકઠાં કરવાનું કામ અમુક જાતિવિશેષ પૂરતું સીમિત છે. આ કામ સાથે સંકળાયેલા ઘણા લોકો લૅન્ડફિલ તરીકે ઓળખાતા ઘન કચરો ઠાલવવાના સ્થળે ઊભેલા કચરાના ઢગમાંથી પશુઓના અવશેષો વીણતા હોય છે. સામિષાહારીઓ દ્વારા ફેંકી દેવાયેલા વધ્યાઘટ્યા ખોરાકને તેઓ ફેંદતા રહે છે. મજબૂરીવશ તેમણે એ જ અવશેષો થકી પેટ ભરવાનો વારો આવે એવા સંજોગો હાલ ઊભા થયેલા છે.

આ વ્યવસાય, તેની સાથે સંકળાયેલા લોકોની વાત કદાચ સુરુચિપૂર્ણ ન લાગે, છતાં કઠોર વાસ્તવિકતાને શી રીતે અવગણવી? મૃતદેહોનાં અસ્થિ એકઠાં કરવાનું કામ હોય કે માનવમળનું વહન કરવાનું કાર્ય, આ કોઈ કામ એવું નથી કે વ્યક્તિ સ્વેચ્છાએ કરે.

વળતરની દૃષ્ટિએ આ વ્યવસાય જરા ય યોગ્ય નથી. આરોગ્યનું સૌથી મોટું જોખમ તેની સાથે સીધેસીધું સંકળાયેલું હોય છે. માનવીય ગરિમા જેવો શબ્દ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સાવ અજાણ્યો હોય છે. આમ છતાં ચોક્કસ જ્ઞાતિના હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એમાંથી બહાર નીકળી શકતા નથી. સામાજિક સમાનતા કેટલી સદીઓ સુધી સ્વપ્ન સમાન રહેશે ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 14

Loading

રસીકરણ વિશે

દુર્ગેશ મોદી|Opinion - Opinion|16 June 2021

તા. ૧ જૂનના ‘નિરીક્ષક’માં [તેમ જ “ઓપિનિયન”માં 29 મે 2021 https://opinionmagazine.co.uk/details/7247/shun-raseekaran-tandurasteenee-saachee-dishaa-chhe-?] રસીકરણ સંબંધે સન્માન્ય લેખકે (જાગૃત ગાડીતે) રજૂ કરેલ દૃષ્ટિકોણ વિશે મારાં કેટલાંક નિરીક્ષણ અહીં ટૂંકમાં મૂકું છું.

૧. ‘કોવિડ મૃત્યુ દર વિકાસશીલ અને વિકસિત દેશોમાં અલગ છે’ એવો કોઈ કોયડો સંશોધકોને જ નથી. Largely 'inefficient data collection' (& to an extent younger demographic) are the difference in death rate among developed & developing countries.

૨. લેખક acute અને chronic શબ્દોની અપૂરતી અને ખાસ તો ભૂલભરેલી સમજ આપે છે – મુખ્યત્વે ચોથા, સાતમા, આઠમા ફકરામાં. અને એ ઊણપનો ટોપલો છેવટે સ્થાપિત મેડિકલ વિજ્ઞાન પર ઢોળાયો છે – અલબત્ત ખોટી જ રીતે.

૩. Immunology is a vast subject & I do not claim to understand all of it, NO scientist or doctor can. But that doesn't mean we have a great deal of knowledge about it. Similarly, vaccination has many unknowns but it's not new science & the fundamentals are deeply understood. રસીકરણને ‘મંદબુદ્ધિ પ્રવૃત્તિ’માં ખપાવી દેવી એ લેખકના રસીકરણ અને તેની જનઆરોગ્ય પરની સુ-અસરો અંગેના અપૂરતા જ્ઞાનને જ છતું કરતું જણાય છે.

૪. ઉત્ક્રાંતિવાદની વાત થાય એ જ ફકરામાં પાછું ‘લાખો યોનિમાંથી પસાર થયા પછી મનુષ્યજન્મ મળે’ પણ આવે, ગજબનો વિરોધાભાસ!!

૫. Cross immunity, hyper immunity, autoimmunity વિશે પણ unsubstantiated કે અપૂરતી સમજવાળી વાત લખાઈ છે.

૬. રસીકરણથી થતું ‘નુકસાન’ અફર હોય એવું લખીને ન અટકતાં લેખક આગળ વધીને એમ પણ કહી જાય છે કે આવું નુકસાન જેનેટિક કોડમાં છપાય છે – વણસાબિતીએ ઘણી મોટી મોટી વાતો કરી જાય છે લેખક.

૭. મહદ્‌અંશે આખો લેખ રસીકરણના ટૂંકા ગાળાના ફાયદા લાંબા ગાળે વિનાશ નોતરશે એવા hypothesisને પાયામાં રાખી લખાયો છે – અલબત્ત દાયકાઓનો રસીકરણનો ઇતિહાસ એ hypothesisને જરીકે ય બળ પૂરું પાડતો નથી. એ છતાં લેખક ઈચ્છે છે કે આ hypothetical long term નુકસાન ટાળવા, રસીકરણના શોર્ટ ટર્મ ફાયદા અને તેથી થતાં જાનમાલના નુકસાનમાં ઘટાડાને માણસજાતે જતું કરવું જોઈએ અને એના બચાવમાં તરીકે ચૌદમા પુત્ર તરીકે જન્મેલા રવીન્દ્રનાથ ટાગોરનું ઉદાહરણ આપે છે. એ કહેવાનો પ્રયત્ન છે કે રસી વગર થોડાં બાળકો મરશે તો જ મોહન કે રવીન્દ્ર સમકક્ષ બાળકોનો જન્મ શક્ય બનશે! લાંબા ગાળે સમાજ આખાની ચિંતા કરતા લેખક જાણ્યે કે અજાણ્યે ટૂંકા ગાળે થતાં બાળમૃત્યુથી પણ જરા ય વિચલિત થયા વગર બેબાક લખી શકે છે.

૮. અહીં લેખકની ભાવના પર વ્યક્તિગત ટકોર કરવાનો ઈરાદો જરા ય નથી. હું વ્યક્તિગત રીતે લેખકને જાણતો નથી પણ પ્રકાશ ન. શાહે એમની વાતને ‘નિરીક્ષક’માં જગ્યા આપી છે એટલું એ જાણવા માટે પૂરતું છે કે લેખક સરવાળે સમાજનું ભલું ઈચ્છતા હોવા જોઈએ. પણ લેખકના જ છેલ્લા શબ્દોમાં કહું તો લેખ બહુધા ‘અવૈજ્ઞાનિક અને ભાવનાત્મક’ છે, એથી વિશેષ કશું નહીં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10

Loading

...102030...2,0212,0222,0232,024...2,0302,0402,050...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved