આવ્યો જ્યાં માથા ઉપર કાળો ભમ્મર સાંઢ,
તેં આવી પૂછ્યું મને, શરૂ કરું આષાઢ …?
પતરાં જેવાં આભને ગગડાવે સુદ બીજ,
ભાલા જેવી સોંસરી નીકળે ચકચક વીજ,
ફાડી આખું આભ તું વરસે ધોધ પ્રગાઢ …
તું હેલી થઈ બોલતી, શરૂ થયો આષાઢ …
સામે તું ઊભી રહી જળની થઈ દીવાલ,
મેં પણ તોડી છે તને લઈને મારું વ્હાલ,
પછી તો ચાલી આપણી ભીની કાઢાકાઢ …
તું ભૂલી ગઈ પૂછવું, શરૂ કરું આષાઢ …?
આજે તેં આકાશનો હંફાવ્યો છે મેહ,
જળ વરસી ઢીલું પડ્યું તો ય વરસતો નેહ,
તારી ચાહતની પછી કદી ન ઊતરી બાઢ …
તેં થાકીને કાનમાં કહ્યું, ગમ્યો આષાઢ …?
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


વડોદરામાં જન્મેલા અને અર્થશાસ્ત્રનું ભણીને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર અને પાછળથી બ્રિટિશ ખાસ સભામાં લોર્ડ બનેલા મેઘનાદ દેસાઈએ ૨૦૦૪માં એક પુસ્તક લખ્યું હતું – નહેરુ’ઝ હીરો : દિલીપ કુમાર ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયા (નહેરુનો હીરો : ભારતના જીવનમાં દિલીપ કુમાર). તેમાં એ લખે છે :
