ચાળણો રવીન્દ્ર પારેખ|Poetry|13 July 2021 આંખ ચાળે છે યાદને અને ખરે છે આંસુઓ … આભ ચાળે છે પાણીને અને જળકણો વેરાય છે ધરતી પર તે નીચે બેઠી બેઠી વેરાયેલું જળ ચાળે છે અને કસ્તર ઉછાળી મૂકે છે તે ઘાસ થઈને ફૂટે છે … 000 e.mail : ravindra21111946@gmail.com