Opinion Magazine
Number of visits: 10,226,234
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બચાવ ગમે તેટલો કરો પણ પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 July 2021

સતાધીશોને આમ પણ લોકતંત્ર માફક આવતું નથી, એમાં હવે વિશાળકાય ઉદ્યોગગૃહોની પ્રચંડ પૂંજી અને દિવસરાત વિકાસ પામતી ટેકનોલોજીનું ઉમેરણ થયું છે. સત્તાધીશોને માફક એવા એવા સમાજની રચના અમે કરી આપીશું અને તમને માફક ન આવે એવા લોકો ઉપર અમે નજર રાખીશું, બોલો આની સામે અમને શું મળશે. અથવા સામે છેડેથી સત્તાધીશો કહેશે કે તમારે અમને માફક એવા સમાજની રચના કરી આપવાની છે અને માફક ન આવે એવા લોકોની ગતિવિધિની રજેરજ માહિતી આપવાની છે, બોલો શું લેશો? જગત આખામાં આ રીતની ભાગીદારી વિકસી રહી છે અને લોકતંત્ર ક્યારે ય નહોતી અનુભવી એટલી ભીંસ અનુભવી રહ્યું છે.

આવી જ ભાગીદારી ટેકનોલોજી ડેવલપ કરનારાઓ અને પૂંજીપતિઓ વચ્ચે પણ વિકસી રહી છે. પૂંજીપતિઓ ટેકનોલોજીસ્ટોને કહે છે કે તમારે આ ધરતી ઉપર વિચરતા પ્રત્યેક ‘કામના’ માણસના વિચાર, વ્યવહાર, પ્રાથમિકતા, પસંદગી-નાપસંદગી વિશેની માહિતી આપવાની છે. એમાંથી કેટલાક લોકોને નોખા તારવી આપવાના છે અને અમે કહીએ એ મુજબ એ લોકોને એક ખાસ પ્રકારના બીબાંમાં ઢાળવાના છે. તમારે એક મુક્ત રીતે વિચારતા માણસને ખાસ પ્રકારે વિચારતા અને વર્તતા ગ્રાહકમાં ફેરવી આપવાનો છે, બોલો શું લેશો? ‘કામના’ લોકો એ છે જેની પાસે પૈસા છે અને બજારમાં ક્રયશક્તિ ધરાવે છે. તેઓ નાણાં વિનાના ‘નકામા’ માણસોને પણ નોખા તારવી આપે છે કે જેથી તેમને વિકાસના માર્ગમાંથી દૂર હડસેલી શકાય. 

આવા દિવસોની કલ્પના તો ‘૧૯૮૪’ નામની જગવિખ્યાત કૃતિના કર્તા જ્યોર્જ ઓરવેલે પણ નહોતી કરી. માનવીને સુવિધાને નામે મોકળાશ આપવામાં આવી રહી છે અને સામે સ્વતંત્રતા આંચકી લેવામાં આવી રહી છે અને તેને તેનું ભાન પણ નથી! જગતમાં સત્તાધીશો, પૂંજીપતિઓ અને નજર રાખનારી ટેકનોલોજી વિકસાવનારા ટેકનોલોજીસ્ટો વચ્ચે ભાગીદારીનો ત્રિકોણ વિકસ્યો છે અને તેમાં વ્યક્તિગત જીવન અને જાહેરજીવનનો ભોગ લેવાઈ રહ્યો છે.

ઇઝરાયલની એન.એસ.ઓ. ગ્રુપ નામની કંપનીએ પેગેસસ સ્પાઈવેર વિકસાવ્યો છે જે પૈસા લઈને જાસુસી કરી આપવાનું કામ કરે છે. એન્ડ્રોઇડ હોય કે આઈ.ઓ.એસ., કોઈ પણ સીસ્ટમના મોબાઈલમાં આ સ્પાઈવેર પ્રવેશીને જાસૂસી કરી શકે છે. આઈ.ઓ.એસ. સિસ્ટમ વાપરતા એપલના મોબાઈલ પણ પેગેસસ સ્પાઈવેર સામે સુરક્ષિત નથી એની કબૂલાત એપલના સંચાલકોએ કરવી પડી છે. અત્યારે સુધી એપલના માલિકો દાવો કરતા હતા કે એપલના આઈફોન કોઈ પણ સ્પાઈવેર સામે સુરક્ષા આપે છે. હવે વાત બહાર આવી છે કે એન.એસ.ઓ. કંપનીના પેગેસસ સ્પાઈવેર ભારતમાં કેટલાક લોકોના મોબાઈલમાં પ્રવેશીને જાસૂસી કરતા હતા. જગતના બીજા પંદરેક દેશોમાં પણ કંપની તેના સ્પાઈવેર દ્વારા જાસૂસી કરતી હતી. જેમના ઉપર જાસૂસી કરવામાં આવતી હતી એમાં આજી-માજી શાસકો, વિરોધ પક્ષોના નેતાઓ, પત્રકારો, જજો, ચાવીરૂપ જગ્યાએ બેસેલા અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં જેમના ઉપર જાસૂસી કરવામાં આવી હતી એ નામ સૂચક છે. મોટા ભાગના લોકો એવા છે જેનો સીધો સત્તા અને ચૂંટણી સાથે સંબન્ધ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે વર્તમાન સત્તાધીશોના પ્રતિસ્પર્ધી છે. પ્રશાંત કિશોર જે ચૂંટણી જીતાડી આપવાનું કૌશલ ધરાવે છે અને હવે બી.જે.પી.ના વિરોધી હોય એવા પક્ષો માટે કામ કરે છે. ચૂંટણી પંચના ભૂતપૂર્વ આયુક્ત અશોક લવાસા જેમણે ચૂંટણીકીય આચારસંહિતાનો ભંગ કરવા છતાં ય આંખ આડા કાન કરીને બી.જે.પી.નો પક્ષપાત કરવા માટે ચૂંટણી પંચના બીજા બે આયુકતો સામે વાંધો લીધો હતો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની હતી. કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)ના નેતાઓની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી, જ્યારે કર્ણાટકમાં કૉન્ગ્રેસ-જે.ડી.એસ.ની સરકાર તોડવાની હતી. મધ્ય પ્રદેશમાંથી આવતા બી.જે.પી.ના પોતાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ પટેલ, કારણ કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર તોડવાની હતી અને પ્રહ્લાદ પટેલની વફાદારી શંકાસ્પદ હતી. રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પી.એ.ની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વસુંધરા રાજે ગેહલોતની સરકારને તોડવામાં આવે તેનો વિરોધ કરી રહ્યાં હતાં. આ સિવાય સરકારની આલોચના કરનારા પત્રકારો અને બીજા કર્મશીલો. આમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર રીતિકા ચોપરાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે તેઓ ચૂંટણી પંચને કવર કરે છે.

જેમના ઉપર જાસૂસી કરવામાં આવી છે એનાં નામ ઉપર નજર કરશો તો એક વાત તરત ધ્યાનમાં આવશે જેના વિષે મેં આ કોલમમાં અનેકવાર કહ્યું છે. દેશના વર્તમાન સત્તાધીશોને માત્ર અને માત્ર સત્તામાં રસ છે, શાસનમાં નથી. કોઈ પણ ભોગે મેળવેલી સત્તા હાથમાંથી ન જવી જોઈએ અને જે રાજ્યોમાં સત્તા નથી તે કોઈ પણ માર્ગે હાથ કરવાની છે. તેમને જાણ છે કે માથાભારે હિંદુ રાષ્ટ્ર તો જ સ્થાપી શકાય અને ટકાવી શકાય જો અમર્યાદિત સત્તા હાથમાં હોય.

અને હા, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને અત્યારે રાજ્ય સભાના સભ્ય રાજન ગોગોઈને કેમ ભૂલાય. ના તેમની જાસૂસી કરવામાં નહોતી આવી, પરંતુ સર્વોચ્ચ અદાલતની એ મહિલા કર્મચારીની જાસૂસી કરવામાં આવી હતી જેણે ન્યાયમૂર્તિ ગોગોઈ ઉપર શારીરિક છેડછાડ અને બદતમીજીનો આરોપ કર્યો હતો. એ સાધારણ છોકરીની શા માટે જાસૂસી કરવામાં આવી હશે? જરાક અક્કલ દોડાવશો તો જવાબ મળી રહેશે. ન્યાયમૂર્તિ ગોગોઈ સામે જે દારૂગોળો મળવાનો હતો એ પેલી છોકરી પાસેથી અને તેના સગાં તેમ જ સાથી કર્મચારીઓ પાસેથી મળવાનો હતો. ગોગોઈએ તો એ દારૂગોળાથી ડરીને અનુકૂળ ચુકાદો લખી આપવાનો હતો અને લખી પણ આપ્યો!

કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે જાસૂસીની વાત ભારતને, ભારત સરકારને અને ભારતીય લોકતંત્રને બદનામ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી છે. કેન્દ્રના નવા નિયુક્ત થયેલા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વિષ્ણૌ સંસદમાં ખુલાસો કરતા હતા ત્યારે એ જ સમયે લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે સમાચાર ફ્લેશ કર્યા હતા કે આ અશ્વિની વૈષ્ણૌ પર પણ જાસૂસી કરવામાં આવી હતી. શા માટે એ સમજાતું નથી. કદાચ તેમની વફાદારી ત્યારે શંકાસ્પદ હશે.

ખુલાસો ગળે ઉતરે એવો નથી અને એનાં કારણો છે. આ જગતમાં લોકતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, મૂલ્યવ્યવસ્થા, વોચડોગ ઇન્સ્ટિટ્યૂશન ભીંસમાં હોવા છતાં હજુ તે ટકી રહ્યાં છે અને સતત ઊહાપોહ કરતાં રહે છે. તેમના પ્રયત્નોના પરિણામે ૨૦૧૩ની સાલમાં વાસેનાર એરેન્જમેન્ટ તરીકે ઓળખાતી સુરક્ષાને લગતી બહુરાષ્ટ્રીય સંધિમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ભારત સહિત જગતનાં ૪૦ કરતા વધુ દેશોએ તેના ઉપર સહી કરી છે. એ સુધારો એવો છે કે શસ્ત્રોની સાથે એવી ટેકનોલોજીના વેચાણ ઉપર પણ નિયંત્રણ અને નિયમન લાદવામાં આવે જેનો ભલા અને નિર્દોષ લોકો સામે દુરુપયોગ થઈ શકે છે. સ્પાઈવેર ટેકનોલોજી આવી છે. તેનો દેશની સુરક્ષા સામે ખતરો પેદા કરનારા ત્રાસવાદીઓ ઉપર જાસૂસી કરવા માટે પણ ઉપયોગ થઈ શકે અને રાજકીય કે વૈચારિક વિરોધી સામે પણ થઈ શકે.

આવો દુરુપયોગ રોકવા માટે ૨૦૧૩માં વાસેનાર સમજુતીમાં ઉમેરવામાં આવ્યું હતું કે હવે પછી જે કંપનીએ આ રીતની ટેકનોલોજી વિકસાવી હોય તેણે અને જે દેશમાં આ ટેકનોલોજી વિકસી હોય એ દેશની સરકારે જેને આવી ટેકનોલોજી વેચી કે આપી હોય તેની પાસેથી દુરુપયોગ કરવામાં નહીં આવે તેની બાંયધરી લેવી પડશે, એટલું જ નહીં, પણ તેનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો તેના પર નજર પણ રાખવાની રહેશે. સુધારેલી વાસેનાર સમજુતીમાં જેનો દુરુપયોગ થવાની સંભાવના હોય એવી ટેકનોલોજીને ‘શસ્ત્ર’ તરીકે ઓળખાવમાં આવી છે અને તેને શસ્ત્રની કેટેગરીમાં મુકવામાં આવી છે. માટે પેગેસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે ભારત સરકારને વાસેનાર સમજુતી મુજબ શુભ ઉદ્દેશ માટે ટેકનોલોજી આપી હતી. પણ નિયમનનું શું? કંપનીએ નૈતિક મર્યાદા પાળવામાં એટલી છૂટછાટ લીધી છે અને ઢીલ બતાવી છે કે તે હવે ટકી શકે એમ નથી. કંપની સામે અબજો ડોલર્સના નુકસાન ભરપાઈના કેસ ચાલી રહ્યા છે જેમાં તે  ઊઠી જવાની છે.

ઇઝરાયેલની સરકાર તેની જવાબદારીથી બચી ન શકે. ખબર છે? ૨૦૧૭ના જુલાઈ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાતે ગયા એ પછી તરત એટલે કે એ દિવસથી આ સ્પાઈવેરનો દુરુપયોગ સાથે ઉપયોગ શરૂ થયો. આ યોગાનુયોગ ન હોઈ શકે. હવે ઇઝરાયેલમાં સરકાર બદલાઈ ગઈ છે અને ઇઝરાયેલની સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે.

પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે. ૧૯૭૨માં પ્રમુખપદની ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટીના અમેરિકન પ્રમુખ અને બીજી વખતના ઉમેદવાર રિચર્ડ નિકસને ડેમોક્રેટિક પાર્ટીના વડા મથકમાં જૌસૂસીયંત્રણા ગોઠવી હતી. એ કૌભાંડ સાબિત થયું હતું અને છેવટે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 જુલાઈ 2021

Loading

देशद्रोहियों का देश

कुमार प्रशांत|Opinion - Opinion|22 July 2021

पेगासस जासूसी के मामले में कौन किस तरफ खड़ा है, यह पता कब चलेगा यह तो पता नहीं लेकिन इससे यह तो पता चला ही है कि देश के हर कोने में देशद्रोही जड़ जमाए बैठे हैं. अगर सरकार नहीं तो कोई है जो विदेशी ताकतों की मदद से देशी देशद्रोहियों का काम तमाम करने में लगा है. लेकिन सरकार की जानकारी के बिना यदि कोई ऐसा कर पा रहा है तो खतरा यह है कि वह देश का काम ही तमाम कर देगा. 

दो सौ से ज्यादा सालों तक हमारे ऊपर बलपूर्वक शासन करनेवाले अंग्रेज खोज कर भी जितने देशद्रोही नहीं खोज पाए थे, हमने महज सात सालों में उससे ज्यादा देशद्रोही पैदा कर दिए. अब तो शंका यह होने लगी है कि इस देश में देशभक्त ज्यादा हैं या देशद्रोही ? कहीं यह देश देशद्रोहियों का देश तो नहीं बन गया है ? फिर मन में यह बात उठती है कि जिस सरकार से समाज तौबा कर लेता है, उसे वह बदल डालता है, तो जिस समाज से सरकार तौबा कर ले उसे क्या करना चाहिए ? सीधा जवाब तो यही सूझता है कि उस सरकार को भी अपना समाज बदल लेना चाहिए. जैसे जनता नई सरकार चुनती है, सरकार को भी नई जनता चुन लेनी चाहिए.

देशद्रोह का यही सवाल हमारे सर्वोच्च न्यायालय को भी परेशान कर रहा है. संविधान में हमने माना है कि संप्रभु जनता है, सरकार नहीं. सरकार जनता द्वारा बनाई वह संरचना है जो बहुत हुआ तो पांच साल के लिए है. हमने उसका संवैधानिक दायित्व यह तै किया है कि वह अपना काम इस तरह करे कि संप्रभु जनता का इकबाल बना भी रहे व बढ़ता भी रहे. फिर हमने न्यायपालिका की कल्पना की. वह इसलिए कि जब भी और जहां भी सरकार खुद को संप्रभु मानने लगे, वहां न्यायपालिका अंपायर बन कर खड़ी हो. उसे जिम्मेवारी यह दी है हमने कि वह देखे कि इन दोनों के बीच लोकतंत्र का हर खेल खेल के नियम से हो. खेल के नियम क्या हैं ? तो उसकी एक किताब बना कर हमने इसे थमा दी : संविधान ! उसे संविधान के पन्ने पलटने थे और इस या उस पक्ष में सीटी बजानी थी. इस भूमिका में वह विफल हुई है. उसके सामने खेल के नियम तोड़े ही नहीं जाते रहे बल्कि कई मौकों पर नियम बदल ही दिेए गए, और ऐसे बदले गए कि खेल ही बदलता गया. बनाना था लोकतंत्र, बन गया तंत्रलोक ! 

हमारे मुख्य न्यायपालक एन.वी. रमण ने अभी-अभी यह सवाल खड़ा किया है कि भारतीय दंडसंहिता की धारा 124ए का आजादी के 70 सालों के बाद भी बने रहने का औचित्य क्या है ? 1870 में यह धारा भारतीय दंडसंहिता में उस औपनिेवेशिक ताकत ने दाखिल की थी जो न भारतीय थी, न लोकतांत्रिक. भारत की लोकतांत्रिक आकांक्षा को कुचलने के एकमात्र उद्देश्य से बनाई गई यह धारा उन सबको देशद्रोही करार देती रही, जेलों में, कालापानी में बंद करती रही जिनसे हमने लोकतंत्र व देशभक्ति का ककहरा सीखा है. लेकिन यह सब तब हुआ जब न हमारे पास आजादी थी, न लोकतंत्र, न संविधान. जब हमारे पास यह सब हो गया तब भी न्यायपालकों ने अंपायर की भूमिका नहीं निभाई बल्कि सत्ता की टीम की तरफ से खेलने लगे. धारा 124ए का चरित्र ही राक्षसी नहीं है बल्कि इसका अधिकार-क्षेत्र भी इतना दानवी है कि इसकी आड़ में पुलिस का अदना अधिकारी भी मनमानी करता रहे. इसलिए गोरे साहबों की खैरख्वाही में भूरे व काले साहबों ने आजादी के सिपाहियों के साथ कैसी-कैसी मनमानी की इसकी कहानी शर्म से आज भी हमारा सर झुका देती है.

1962 में 124 ए की वैधानिकता का सवाल अदालत के सामने आया था. तब अदालत ने न इसकी पृष्ठभूमि देखी, न लोकतांत्रिक वैधानिकता की कसौटी पर इसे कसा बल्कि जजों की बेंच ने फैसला यह दिया कि यह धारा सिर्फ उस व्यक्ति के खिलाफ इस्तेमाल की जाएगी जो सामाजिक असंतोष भड़काने का अपराधी होगा. जजों को जमीनी हकीकत का कितना कम पता होता है ! ‘सामाजिक असंतोष भड़काना’ ऐसा मुहावरा है जिसकी अाड़ में किसी को फंसाना या फंसवाना एकदम सरल है. कोई कुटिल व्यक्ति चाहे तो जस्टिस रमण को भी असंतोष भड़काने वाला साबित कर दे सकता है.

आपातकाल का पूरा काल न्यायपालिका के लिए कालिमामय है. 1976 के हैबियस कॉरपस मामले में जिस तरह अदालत ने पलक झपकाए बिना यह फैसला दिया कि राज्य नागरिकों के जीने के अधिकार पर भी हाथ डाल सकता है, वह तो संविधान का अपमान ही नहीं था, वैधानिक कायरता का चरम था. नागरिक अधिकारों का गला घोंटने वाला एनएसए जैसा भयंकर कानून 1977 में मिली दूसरी आजादी के तुरंत बाद ही, 1980 में पारित हुआ. 1994 में सत्ता एक कदम और आगे बढ़ी और हमारी झोली में टाडा आया. 1996 में उसने एक कदम और आगे बढ़ाया और आर्म्ड फोर्सेज स्पेशल पावर्स एक्ट बना. 2004 में फिर एक कदम आगे : पोटा ! इसने वह रास्ता साफ किया जिस पर चल कर ऊपा या यूएपीए नागरिकों की गर्दन तक पहुंचा. ये सारे कानून सत्ता के कायर चरित्र व न्यायपालिका के शुतुरमुर्ग बन जाने की शर्मनाक कहानी कहते हैं.

गांधीजी ने न्यायपालिका के चरित्र को रेखांकित करते हुए कहा था कि जब भी राज्य के अनाचार से सीधे मुकाबले की घड़ी आएगी, न्यायपालिका यथास्थिति की ताकतों के साथ खड़ी मिलेगी. तब हमने अपने भोलेपन में समझा था कि गांधीजी विदेशी न्यायपालिका के बारे में कह रहे हैं जबकि वे देशी-विदेशी नहीं, सत्ता व सत्ता की कृपादृष्टि की याचक सभी संरचनाअओं के बारे में कह रहे थे. राष्ट्रद्रोह और राज्यद्रोह में गहरा और बुनियादी फर्क है. महात्मा गांधी ने खुली घोषणा कर रखी थी कि वे राज के कट्टर दुश्मन हैं क्योंकि वे राष्ट्र को दम तोड़ती कायर भीड़ में बदलते नहीं देख सकते.

सत्ता को सबसे अधिक डर असहमति से लगता है क्योंकि वह सत्ता को मनमाना करने का लाइसेंस समझती है. इसलिए असहमति उसके लिए बगावत की पहली घोषणा बन जाती है. विडंबना देखिए कि लोकतंत्र असहमति के ऑक्सीजन पर ही जिंदा रहता है, सत्ता के लिए असहमति कार्बन गैस बन जाती है. दुखद यह है कि ये सारे कानून न्यायपालिका की सहमति से ही बने व टिके हैं.

124 ए से हाथ धो लेने की चीफ जस्टिस रमण की बात के जवाब में एटॉर्नी जेनरल के.के. वेणुगोपाल अदालत में ठीक वही कह रहे हैं जो सत्ता व न्यायपालिका ने अब तक नागरिक अधिकारों के पांव काटने वाले हर कानून को जन्म देते वक्त कहा है : सावधानी से इस्तेमाल करें ! यह कुछ वैसा ही जैसे बच्चे के हाथ में खुला चाकू दे दें हम लेकिन उस पर एक पर्ची लगा दें: सावधानी से चलाएं ! अबोध बच्चा उससे अपनी गर्दन काट ले सकता है; काइयां सत्ता उससे अपनी छोड़, हमेशा ही असहमत नागरिक की गर्दन काटती है. यह इतिहाससिद्ध भौगोलिक सच्चाई है. फिर न्यायपालिका इतनी अबोध कैसे हो सकती है कि सत्ता के हाथ में बड़े-से-बड़ा चाकू थमाने की स्वीकृति देती जाए ?

जस्टिस डी.वाई. चंद्रचूड़ कहते हैं कि जब भी, जहां भी बहुमतवादी मानसिकता सर उठाती नजर अाए, तभी और वहीं उससे रू-ब-रू होना चाहिए, “ ऐसा न करना हमारे पुरुखों ने भारत को जिस संवैधानिक गणतंत्र के रूप में स्वीकार किया था, उस पवित्र अवधारणा से छल होगा.” जिसके हाथ में संविधानप्रदत्त शक्ति है, उस न्यायपालिका के लिए चुनावी बहुमत और संवैधानिक बहुमत का फर्क करना और उसे अदालती फैसले में दर्ज करना आसान है क्योंकि संविधान की संप्रभु जनता ऐसे हर प्रयास में उसके साथ व उसके पीछे खड़ी रहेगी. हम सब जानते हैं कि खड़ा तो अपने पांव पर ही होना होता है, फिर परछाईं भी आपको सहारा देने अा जाती है. ( 20.07.2021) 

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें

https://kumarprashantg.blogspot.com

Loading

કુદરત નથી ઇચ્છતી કે નર કે નારી એકબીજાથી મુક્ત રહે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 July 2021

પશુ, પંખી, નર, માદાને સૃષ્ટિ પર વિચરતાં જોઈએ છીએ ત્યારે કોઈને એકબીજાથી તકલીફ હોય એવું જાણવા નથી મળતું. સિંહ કે સિંહણ લડતાં હશે કે ચકલો કે ચકલી એકબીજા પર તૂટી પડતાં હશે, પણ એકબીજાનો બહિષ્કાર કરીને બધા સિંહો કે બધા ચકલાઓ અલગ રહેવા ચાલી જતા નથી. એવું જ બધી સિંહણો કે ચકલીઓ અલગ રહેવા ચાલી ગઈ હોય એવું સંભળાયું નથી. એવું બન્યું હોય કે એક સિંહે, બીજા સિંહને હરાવીને સિંહણનો કબજો લીધો હોય કે એવું જ એક ચકલાએ કર્યું હોય એમ બને, પણ એ પછી પણ નરમાદા સાથે રહ્યાં છે. એમાં સિંહણે કે ચકલીએ કે કોઈ પણ પશુપંખીએ સ્વતંત્ર થવાની ચળવળ ઉપાડવી પડી નથી.

પણ, નારીની મુક્તિની વાતો વારંવાર ચર્ચાતી રહે છે. નારીમુક્તિ દિવસ પણ ઉજવાય છે. કમ સે કમ એ એક દિવસ પૂરતી તો નારી, મુક્તિ અનુભવતી હશે. આદમની પાંસળીમાંથી ઈવ જન્મી એવું કહેવાય છે, પણ આમ પણ સ્ત્રી કે પુરુષ જ્યારથી આ પૃથ્વી પર અવતર્યાં, એકબીજાને, એકબીજા વગર કલ્પી શક્યાં નથી. એ ખરું કે નારી અબળા ગણાઈ છે ને તેના પર પુરુષનું આધિપત્ય આજ પર્યંત કોઈને કોઈ રૂપે છવાયેલું રહ્યું છે. પુરુષનું સામર્થ્ય અને સ્ત્રીનું સૌંદર્ય એકબીજાની ઓળખ છે. એમાં સામર્થ્યવાન પુરુષ બીજા પુરુષને હરાવીને તેનો કબજો લે તે સાથે તેની સાથેની સ્ત્રી કે સ્ત્રીઓ પર તેનો હક થઈ ગયો હોય એવું બન્યું છે. આવું યુદ્ધમાં પણ થયું છે. એક રાજા, બીજા રાજાને હરાવતો તો તેનું રાજ્ય કે તેની સંપત્તિ વિજેતા રાજાની થઈ જતી. એ સંપત્તિમાં સ્ત્રીઓ પણ આવી જતી. એવી સ્થિતિ હતી કે મહારાણી હોય તો પણ, તેના પર વર્ચસ્વ તો મહારાજાનું જ રહેતું. રાજા, રાણી સાથે વચને બંધાતો ત્યારે વાત જુદી બનતી. દશરથ પાસેથી બે વચન માંગીને કૈકેયીએ પોતાનો કક્કો ખરો તો કર્યો, પણ તેની ગણના પછી સારી સ્ત્રીમાં થતી બંધ થઈ ને એવું તારવવામાં આવ્યું કે પોતાનો કક્કો ખરો કરવા જતાં સ્ત્રી સંતાન અને પતિ ગુમાવી દેતી હોય છે ને તે કદી કોઇની માનીતી રહેતી નથી. વાત તો છેવટે પુરુષના આધિપત્યના સ્વીકારની જ આવે છે. જે પતિને પરમેશ્વર માને છે તે જ સ્વર્ગની અધિકારિણી બને છે. એવું પત્ની માટે નથી કે જે પત્નીને સ્વીકારે છે તે સ્વર્ગનો અધિકારી બને છે. આમ પણ નારીને નરકની ખાણ કહી હોય ત્યાં નર, સ્વર્ગ પામે એવી શક્યતા કેટલી? ટૂંકમાં, સ્ત્રી-પુરુષ વિષેની માન્યતાઓ પહેલેથી જ બહુ સંતુલિત રહી નથી.

આજે પણ સ્વર્ગ-નરકના ખ્યાલો ભૂંસાયા નથી. એ જ કારણ છે કે સ્ત્રી જ બધાં વ્રત-જપ-તપ કરે છે અને પતિનાં સ્વાસ્થ્યની કામના કરે છે. એવું પુરુષ માટે ખાસ નથી. વ્રત સ્ત્રીઓ માટે જ છે. પુરુષે તો તેની પ્રાર્થનાઓ ને ભક્તિ પર જ દીર્ઘાયુષ્ય ભોગવવાનું છે. આમ છતાં આજે પણ મોટાભાગનાં સ્ત્રી-પુરુષો સાથે રહેવાનું વલણ ધરાવે છે. લગ્ન એ આજે પણ ઘણાંને સબળ વિકલ્પ લાગે છે. લગ્ન સિવાયના સાથે રહેવાનાં સ્ત્રી-પુરુષના પ્રયત્નો પ્રયોગ લેખે સ્વીકારાય છે, પણ તેનું અંતિમ લક્ષ્ય તો લગ્ન જ હોય છે.

એ ખરું કે લગ્ન અનેક પ્રકારનાં શોષણનું નિમિત્ત પૂરું પાડે છે, પણ અન્ય વિકલ્પોમાં પણ શોષણ નથી, એવું નથી. શોષણની આ સભાનતા વધતાં આવતાં શિક્ષણને આભારી છે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું ને એણે સ્ત્રીને આર્થિક રીતે પગભર પણ કરી. એવું ન હતું ત્યાં સુધી તે પુરુષ પર જ નિર્ભર હતી. આર્થિક ક્ષમતા વધતાં સ્ત્રી શોષણ બાબતે વધુ સભાન થઈ ને સ્વાભાવિક રીતે જ તેમાંથી મુક્ત થવાની દિશામાં તે પ્રવૃત્ત થઈ. આ ન થવું જોઈતું હતું, એમ તો કોઈ નહીં કહે, પણ એમાં આત્યંતિક વલણો ઉમેરાતાં આવ્યાં છે તે પુનર્વિચારણા માંગે છે.

જ્યાં સુધી કુદરતનો સવાલ છે, તે નથી ઇચ્છતી કે સ્ત્રી કે પુરુષ અલગ અલગ ચોકા કરીને રહે. પશુ કે પંખીમાં નર-માદા અલગ રહે એવી કોઈ વાત જ નથી. એ લડી ઝઘડીને પણ રહે છે તો સાથે જ ! મનુષ્યમાં બુદ્ધિ વધારે છે ને તેને વાણી અને વિચારની વિશિષ્ટ શક્તિ મળી છે એટલે તે પશુપંખી જેવું રહે તો કદાચ નીચો ગણાઈ જાય. એવું ન બને એટલે તે જુદી રીતે વર્તે એ શક્ય છે. મનુષ્યને સમાજ છે. સગાંસંબંધી છે. શિક્ષણ છે. આર્થિક, નૈતિક વ્યવસ્થાઓ છે, વ્યવહારો છે. હાસ્ય, કરુણા છે. સાસરું છે, પિયર છે ને એમ મોટો વિસ્તાર છે. શિક્ષણે મનુષ્યમાં સમજ ઊભી કરી છે તેને લીધે પોતાનું સારું ખરાબ વિચારવા જેટલી તેની ક્ષમતા છે એવું મનાય છે. આ વિશિષ્ટ પરિસ્થિતિએ સ્ત્રી-પુરુષમાં મતમતાંતરો પણ જન્માવ્યા છે. એક સમય હતો જ્યારે સ્ત્રી ઘરમાં જ પોતાની જિંદગી પૂરી કરતી. કુંવારી હતી ત્યાં સુધી પિતાને ઘરે રહી, પરણ્યા પછી પતિને ઘરે રહી. ગમ્યું કે ના ગમ્યું, તેણે આ બે ઘરોમાં જ જિંદગી પૂરી કરી. આમ થવાનું મુખ્ય કારણ હતું, સ્ત્રીનું પરાવલંબીપણું. એ પછી શિક્ષણ અને સમજ વિકસ્યાં, આર્થિક ક્ષમતા વધી, એટલે તેનામાં નિર્ણયો લેવાની મોકળાશ વધી. તે પતિને પસંદ કરતી થઈ. આ સ્વતંત્રતા તેને સ્વયંવરોમાં મળી હતી, પછી એ ઘટી ને હવે ફરી તેની મોકળાશ વધી છે. પતિ સાથે કે પિતા સાથે નથી ફાવતું તો તે સ્વતંત્ર રીતે રહેતી થઈ છે. પતિને કે પત્નીને એકથી વધુ સંબંધોમાં પણ રસ પડ્યો છે. નોકરી-ધંધા નિમિત્તે વધુ સમય ઘરની બહાર રહેવાનું બન્યું, તેમાંથી લગ્નેતર સંબંધો વિકસ્યા ને તેને લીધે અલગ થવાનું, ઝઘડાનું પ્રમાણ પણ વધ્યું. એને લીધે સંતાનોનાં ઉછેરના પ્રશ્નો વધ્યા. સંતાનો માનસિક સમસ્યાઓનો ભોગ થઈ પડ્યાં. આ સારું કે ખરાબ, ગમે તે હોય પણ બન્યું.

પરિણામ એ આવ્યું કે લગ્નો ભાંગ્યાં. સંતાનો પર એની માઠી અસર પડી. માતા-પિતા વચ્ચેના અણબનાવોનું પરિણામ એ આવ્યું કે પુત્રી, પિતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધોમાં માતાને થતો અન્યાય જોઈ શકી, એવું જ પુત્ર, માતાના અન્ય પુરુષ સાથેના સંબંધને કારણે પિતાને થતો અન્યાય પ્રમાણી શકયો. આ ઉપરાંત પણ અન્ય કારણોએ છૂટાછેડાને જન્મ આપ્યો. એમાં જ્યાં માતાપિતાને અલગ થવાનું  આવ્યું ત્યાં સંતાનોનો લગ્ન પરનો વિશ્વાસ ઘટ્યો. આવું ઘણા કિસ્સાઓમાં સંતાનોએ જોવા-વેઠવાનું થયું. એનું પરિણામ એ આવ્યું કે સંતાનો પોતે લગ્ન કરવાથી દૂર રહેવાં લાગ્યાં. પુત્રીને લાગ્યું કે પોતે કોઈની આશ્રિત નથી, પોતે કમાઈને એકલી રહી શકે છે તો લગ્નની ઝંઝટમાં પડીને પતિનું આધિપત્ય શું કામ સ્વીકારવું? એવું જ પુત્રને પણ લાગ્યું કે પૈસા ખરચતા બધું મળી રહે એમ છે તો લગ્નમાં શું કામ પડવું? એટલે સ્ત્રી-પુરુષ લગ્નમાં પડવાને બદલે બીજા વિકલ્પોમાં પડ્યાં. સ્ત્રી-સ્ત્રીના ને પુરુષ-પુરુષના સંબંધો વિકસ્યા. જરૂર પૂરતાં સાથે રહેવું અને કોઈ, કોઇની જવાબદારી ન બને એની કાળજી રખાઈ. જે સ્ત્રી-પુરુષને એકબીજામાં રસ પડ્યો તેમણે લગ્નને બદલે લીવ ઇન રિલેશનથી કામ કાઢ્યું. એમાં બાળકની જવાબદારી અનિવાર્ય ન રહે એવા રસ્તા પણ અપનાવાયા અને સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ સંબંધોમાં તો સંતાનનો જ છેદ ઊડી જતો હતો એટલે એ ચિંતા ન હતી.

આ આખો પ્રકાર લગ્નમાં પ્રવેશેલી કડવાશનું પરિણામ હતો.

આજે મોટા ભાગની સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દા ભોગવે છે અને લગ્નથી દૂર રહે છે એટલું જ નહીં, પુરુષ સાથે સંબંધમાં જ ન અવાય એની પેરવીમાં રહે છે. એવું જ પુરુષોની બાબતે પણ હશે. પણ, આ કેટલું યોગ્ય છે એ વિચારવાનું રહે. હવે સંતાનો જ ન જન્મે તો વાત જુદી છે, પણ આજે પણ જો દીકરી કે દીકરો અવતરતાં હોય તો એટલું તો છે કે કુદરતે તો તેનો ક્રમ જાળવી રાખ્યો છે. જો દીકરો જ જરૂરી હોત, તો એકલા દીકરા જન્મ્યા હોત કે દીકરી જરૂરી હોત તો એકલી દીકરી જન્મી હોત, પણ એવું થયું નથી. તે તો ઠીક, પણ દીકરાના જન્મ માટે પણ જોઈએ તો મા જ ! બાપ દીકરાના જન્મ માટે જવાબદાર હોય તો પણ, તે દીકરાને જન્મ આપી શકતો નથી. એને માટે સ્ત્રી જ જોઈએ.

એનો સાદો અર્થ એ થયો કે આજે પણ સંસારમાં સ્ત્રી અને પુરુષ જરૂરી છે. એ બંને એકબીજાના વિરોધી હોય તો પણ, તે એકબીજાના પૂરક છે એ ભૂલવા જેવું નથી. એને બદલે એકબીજા માટે શત્રુભાવ કે સ્પર્ધાભાવ કેળવવાનો અર્થ નથી. વિજ્ઞાન આગળ વધ્યું હોય તો પણ તેણે એકલી સ્ત્રી કે એકલા પુરુષનું જગત કલ્પ્યું નથી. આ સ્થિતિ હોય તો સ્ત્રી, પુરુષથી કે પુરુષ, સ્ત્રીથી મુક્ત થાય તે ઇચ્છવા જેવુ ખરું? સ્ત્રી એકલી રહીને કે પુરુષ એકલો રહીને એ નહીં પામી શકે જે એકબીજાની સાથે રહેવાથી પામી શકે એમ છે. કુદરત પોતે નથી ઇચ્છતી કે નર કે નારી એકબીજા વગર રહે. એ જ જરૂરી હોત તો આ દુનિયામાં એકલી સ્ત્રીઓ હોત કે પછી એકલા પુરુષો હોત, પણ એવું નથી, એનો અર્થ જ એ કે સ્ત્રી અને પુરુષ બંને અનિવાર્ય છે ને એ અનિવાર્યતા એકબીજાથી અલગ રહેવાં માટે નહીં, પણ એકબીજાના પૂરક રહેવામાં છે. આટલું સમજાશે તો બંનેને એકબીજાની અનિવાર્યતા પણ સમજાશે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,9831,9841,9851,986...1,9902,0002,010...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved