વિપદાઓ જોઈ વિકાસની!
સાંકડી થઈ ગઈ ગલીઓ શ્વાસની !
હાથ આવી ના મતા લીલાશની,
વાડ ચૂસી ગઈ મજા ભીનાશની!
ધારણાઓ સામટી બુઠ્ઠી પડી!
કોઈ લાવ્યું ના હવા વિશ્વાસની.
સાંભળ્યું'તુ ખૂબ એ ઉપવન વિશે
ક્યાં હવે મૌસમ રડે છે ઘાસની!
ઊતર્યા ઓળાઓ કંઈ સંતાપના,
વિસ્તરી ગઈ સીમાઓ આભાસની.
આ ઝળહળ ઝળહળ ક્રીડાઓ પાપની!
કંઈક તો રાખો શરમ ઇતિહાસની!
આવશે આખર ચુકાદો આભથી,
ઠેઠ પહોંચી છે દુઆઓ ત્રાસની.
પૃથ્વી પર હારી ગયા 'મૌલિક’ તમે,
ને કરો છો યોજના અવકાશની !?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 16
![]()


નાનો હતો ત્યારથી મને ચેસ રમવાનું બહુ ગમે છે. મને જીતવાનું ગમે છે. ચેસમાં આપણી પાસે રાજા, વજીર વગેરે સાથે આખું લશ્કર હોય. કહીએ એમ કૂચ કરે, દુશ્મનને હરાવે. લગભગ ઈશ્વરની લગોલગ ફીલિંગ્સ આવે. ક્યારેક દુશ્મન પણ આપણને હરાવી શકે. પણ આપણને પહેલેથી જ સામે એવા અનાડી ખેલાડી મળી ગયા કે તે જ હારે. અનાડીની ઉપર બે વાલ હોઈએ એટલે બસ! આને કહેવાય રાજયોગ!
કૃતિને ચોપાસથી નીરખીને વર્ણવી શકાય છે. ઊંડાણથી સમજવા એનું અર્થઘટન કરી શકાય છે. એની આવશ્યક સમજૂતી આપી શકાય છે. એ દરેક પ્રસંગે વિવેચકને કૃતિ સીધી મદદમાં આવે છે. પરન્તુ મૂલ્યાંકન વખતે કૃતિ વિવેચકને એવી કશી સીધી મદદ કરે છે ખરી?