આ તે કેવાં બંધનનાં સ્પંદનો?
છુટાં છવાયા વાદળો પણ કાબૂમાં આવી જાય,
જ્યારે વર્ષાની ગર્જના થાય.
જેમ આભ ગુમાવ્યાની વેદના
ખરતા તારા સિવાય
કોઈ જાણી શકતું નથી,
તદ્દન એવું જ થાય છે
આ રહસ્યમય જીવનમાં,
દૂર વસતાં આપ્તજનોનો
સાથ હોવો એ આજે
ઓકિસજન જેવું ફરજિયાત બની ગયું છે,
સંબંધો હવે લાગણીનાં
વેન્ટીલેટર ઉપર પાંગરે છે.
લાગણીની ભિનાશની ખપ વર્તાય છે.
સાચવી લેજો આ સંબંધો ને,
નહીં તો એ દિવસ દૂર નથી,
જયાં લાગણીઓનાં પણ બેસણાંમાં જવું પડશે.
e.mail : payaldholakia666@gmail.com
![]()



સામાન્ય ગુજરાતી સમજી શકે એવી છે. જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદુષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઈ જ અશક્ય નથી એમ હું જાણું છું.
નહીં. એમ થતું કે જલદી ત્યાં હોસ્પિટલ જઈને નવજાત ઢીંગલાને જોઉં. કૉલેજ પૂરી થતાં હું રમજાન સાહેબની એક્ટિવા લઈને હોસ્પિટલ ભણી નીકળી પડ્યો. હું બહુ જ ખુશ હતો એનું કારણ એ હતું કે મારા બધા ભાઈ-બહેનને ઘરે બે પુત્ર અને એક પુત્રી, આમ સરખા સંતાનો થઈ ગયાં હતાં. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સલીમ કહે કે, 'ઢીંગલો આમ બરાબર છે, પણ ડોક્ટરએ કહ્યું છે કે એકાદ બે દિવસ પેટીમાં રાખવો પડશે એટલે તમે એને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલ લઈ જાઓ.'