ગઈકાલે વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસે
નાની શી ત્રણ બાળકીઓ
કિલોલ કરતી નીકળી પડી
પંચમહાલના પીપળિયા ગામના
જંગલમાં એમના બકરા ચરાવવા.
પાંચ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારીઆ,
દસ વર્ષની સરસ્વતી અજબભાઈ બારીઆ
અને બાર વર્ષની લલિતા છગનભાઈ બારીઆ.
બકરા ચરાવતાં પાણીની તરસ લાગતાં
નજીક એક ખેતરના કાચા કૂવામાં એક ઉતરી
પગ લપસ્યો ને બીજી એને બચાવવા ઉતરી
પછી ત્રીજી મદદ માટે ઉતરી
માનવ ધર્મ બજાવવામાં
ધૂળનાં ફૂલ અકાળે ખરી પડ્યાં.
ખોટું થયું, ખૂબ જ ખોટું,
પણ જીવી હોત તો ય મોટી થઈને આવા
અવેતન ઢસરડા જ કરવાના આવતને?
e.mail : rupaleeburke@yahoo.co.in