સુખ દુઃખના દિવસો ગણું છું.
સંસારની નિશાળમાં ભણું છું.
વસ્તી વધારો થાય રોજ દર્દનો
રોજ નવી વેદનાઓને જણું છું.
સદા કાગડાને ગીધો વચ્ચે રહી
વીણીને બચાવનું ચણ ચણું છું.
ભવિષ્ય ભેગું કરવાની લ્હાયમાં
હું મારા વર્તમાનને રોજ હણું છું.
થયો છું ખેડૂત હું નવી શરતનો
‘ભાવુક’ ભેગો શબ્દોને લણું છું.
અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com