સ્વાર્થ વગર એ પ્રેમસમાં નીરને નિહાળી બેઠી;
અંતરે અનુભૂતિને લાગી પ્રેમની લીલી લાગણી.
હૃદયને સ્પર્શીને હરખી ઉઠી એ પ્રીતમ પ્યારી;
નજર ઝૂકીને શરમાઈ ત્યારે ગાલે ખંજન ન્યારી.
વીતેલી ક્ષણોની ઝાંખી કરાવે એ અનેરી યાદો;
એ પળે પળે ઝળકી ઉઠી સ્વપ્નની મીઠી રાતો.
શબ્દોની રમતથી રમીને વાતડીને વાચા આપી;
એ ભીની સુગંધ ફેલાવીને મનમોહક કરી રાખી.
સાતફેરાના સંગાથીએ બનીને વચન નિભાવી;
એ જીવનની ડગરે હાથ પકડીને સાથ અપાવી.
સ્વાર્થ વગર એ પ્રેમસમાં નીરને નિહાળી બેઠી;
અંતરે અનુભૂતિને લાગી પ્રેમની લીલી લાગણી.
ભુજ-કચ્છ
e.mail: julisolanki110@gmail.com