‘આમ તો ‘હસવામાંથી ખસવું’ કહેવાય છે…’
‘તો?’
‘તમે ‘ખસવામાંથી હસવું’ કેમ કહો છો?’
‘શું છે કે એક જણને હસવાની ગાંડી ટેવ હતી, તે એક વાર એટલું હસ્યો કે તેનું ખસી ગયું.’
‘તે તો બરાબર, પણ આ ‘ખસવામાંથી હસવું’…?’
‘એટલે કે પેલાનું ખસી ગયેલું તે જોતાં…બીજા હસવા લાગેલા, એટલે ખસવામાંથી હસવું.’
0
‘સાહેબ, આ મૂર્તિઓ 9 ફૂટથી ન વધારવાનો ફતવો છેક હમણાં બહાર પાડ્યો?’
‘કેમ, તને ના ગમ્યું?’
‘ગમ્યું, પણ ઘણાંએ તો ઓલરેડી 20 ફૂટની મૂર્તિઓ બનાવી દીધી છે.’
‘એમણે ફતવાની રાહ જોવી જોઈએને!’
‘એનાં કરતાં 9 ફૂટવાળો નિયમ કાયમી કરી દો તો કોઈ 20 ફૂટમાં પડે જ નહીંને !’
‘એવું ન થાય. દર વર્ષે ફતવો બહાર પાડવો પડે.’
‘નવ ફૂટનો કાયદો કરી દો તો…’
‘ડોબા, ગયે વર્ષે તું કેટલાં વર્ષનો હતો?’
’50 વર્ષનો.’
‘તું 50નો 51 થાય તો મૂર્તિ પણ 9ની 10 થઈ શકેને !’
0
‘સાહેબ, તમે જેનેરિક દવાઓ લખો, તો?’
‘કેમ, આ દવાથી શું તકલીફ છે?’
‘આ બહુ મોંઘી છે.’
‘પેલી સસ્તી છે એ ખરું, પણ ગુણવત્તા ઠીક નથી.’
‘કોની? દવાની કે ડોક્ટરની?’
000
e.mail : ravindra21111946@gmail.com