કૌંસમાંથી બહાર આવ્યો છે,
યોજનાનો ચિતાર લાવ્યો છે.
મંત્રથી રૂપિયા ડબલ કરશે,
ભલભલાએ વિચાર વાવ્યો છે.
આયનો જોઈ મુખ મલકાવે,
દુપટ્ટાથી ઉભાર ઢાંક્યો છે.
દોસ્ત બનવું મને નથી ગમતું,
સ્વપ્નદોષે વિકાર જાગ્યો છે.
બસ વધું બોલવું નથી સારું,
શાણપણ પર મદાર રાખ્યો છે.
e.mail : addave68@gmail.com