13 ઍપ્રિલ 2021ના મુકાયેલા મારા લેખના અનુસંધાને :
“અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલમાં ઉમેરણ જરૂરી છે. જેમ કે આધુનિક ગરબામાં સરૂપબહેનનો ગરબો “સરખી સહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરીને કહીશું રે લોલ”, પૂરા ગુજરાતમાં પ્રચલિત થયેલો અને હજી ગવાતો રહ્યો છે. તે રીતે વિભૂતિ, મીનળબહેન, ખેવના અને અન્ય લેખિકાઓનાં નામો પણ પોતાનાં પ્રદાન માટે ઉલ્લેખનીય છે. સરૂપબહેનને તો પોતાનાં નાટક માટે પણ સેન્સરશીપનો ભોગ બનવું પડ્યું હતું. જેની નોંધ લેવી જરૂરી છે. એમણે અમદાવાદમાં કલમ, મુંબઈમાં મીનલબહેન અને સાથીદારોએ લેખિની, વલસાડ – અમદાવાદ મળી વિમેન રાઈટર્સ કલેક્ટિવ, પ્રતિભા ઠક્કર – સ્ત્રીઆર્થ જેવાં ઉપક્રમો પણ થયા. જો કે કહેવું રહ્યું કે એનાથી જુવાળ ફેલાયો ન કહેવાય કારણ કે સ્ત્રીઓ હજી પણ પોતાની અંગત ઊલઝનોથી બહાર આવી શકી નથી. છતાં અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ તો ખરી.
બીજી એક વાત પણ ઉલ્લેખનીય છે કે નિર્ભયા ઘટના સમયે આખો દેશ જાગી ઊઠેલો અને મોટી હિલચાલ દેખાતી હતી પણ પછી બળાત્કારની ઘટનાઓ બનતી રહી અને ક્યાંક રાજકીય હાથો બનવાનો મુદ્દો બનતો હોય તેવી સ્થિતિ પણ દેખાતી રહી છે. ક્યારેક તો એવું લાગે કે સ્ત્રીઓની સમસ્યાના મુદ્દાનું સરકારીકરણ થઈ રહ્યું હોય ! ઉમેરવાનું તો ઘણું છે. તો પણ કહી શકાય કે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢક આપતા પ્રયત્નો થતા રહ્યા છે, રહે છે અને થશે. અન્ય મિત્રો પણ પોતાની જાણકારીનું ઉમેરણ કરે તો માહિતી સમૃદ્ધ જ બનશે.”
[26/04, 12:48] Saroopben Dhruv: Hiren nu lakhelu Bhagatsinh vishe Itihas ni biji baju. Jenathi ant censorship movement sharu kari. 1984. Maru lakhelu R
[26/04, 12:53] Saroopben Dhruv: Raj privartan Dur darshan ma censor thayu. 1987. Highcourt ma gaya jitya 2000. Maru lakhelu Suno Nadi Kya kaheti hai. Theatre ma censor thayu. 2oo4. Fari movement pan courtma n gaya. Jitela e natak DD e na j batavyu . Technical problem batavyo.
[26/04, 12:55] Saroopben Dhruv: Haji ek Maanasjaat 1986 ma DDe adhu shooting karavine atkavyu.
પ્રાપ્ત વિગતો.
“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.