અરીસો બતાવું તો એમને ગમતું નથી,
ખોટી ખુશામત કરવી મને ગમતું નથી.
મિત્ર હોવાનો દાવો કરતા તે થાકતા નથી,
ઘડી બે–ચાર માંગું તો એમને ગમતું નથી.
“તારા માટે જાન પણ હાજર છે” કહ્યા કરે,
ફોન ઉપર વાત કરું તો એમને ગમતું નથી.
‘ક્યારે મળીશ’ની રટ લગાવે દિવસ–રાત,
અચાનક ઘરે જઈ ચઢું તો એમને ગમતું નથી.
ફરી મળવાનો વાયદો તો એ કરતા જ નથી,
મળ્યા પછી છૂટા પડવું ‘મુકેશ’ને ગમતું નથી.
https://www.facebook.com/mukesh.parikh.90