યાદ તો રાખ્યું હશે કે કેટલામી ઘાત છે
સૌ વચાળે છે છતાં સંતાડવાની વાત છે.
તો ય તું મક્કમ રહે બસ યુદ્ધના મેદાનમાં
આપણી પાસે હજી આખી બચેલી જાત છે
અન્યથી સરખાવવાનું રાખ તારા દર્દને
તો ખબર પડશે તને કે કેવી નોખી ભાત છે
તું ‘અઝીઝ’ ચિંતા ન કર, એટલું સમજી જ લે
મોત પણ છેલ્લા શ્વાસ તક જિંદગીથી મ્હાત છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020