નાજુક નામ
આતંક શયતાની
કાતિલ હાંસી
Name so feminine
Behaviour demonic
Mocking assassin
•
ચેતવી તને –
તાળી, ઘંટ, ઓમથી
જશે તું ભાગી.
Beware of us all
Our claps, bells, cymbals and Om
Saying “Be Thou Gone”
•
છેટાં રહેવું?
ના મળવું-ભેટવું?
જીવીશું તોયે.
Stay away? Apart?
Should not be near? Not hug?
Scared I will not be.
•
દૂર રાખશો
મને? નહીં રખાય
દૂર સ્નેહને
Isolating me
Shall not kill me, nor my love
For the World, for Life.
•
ફૂલો? બગીચા?
અફસોસ પથિક –
દૃશ્ય-વંચિત
Tulips? Daffodils?
Lament, O traveller’s heart
Deprived of Beauty
•
કરુણા-અશ્રુ
વિશ્વકુટુંબ કાજે –
શી મજબૂરી
Silent tears serge,
All strangers are family.
Helpless Empathy.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020