વરસો બાદ
હું મારામાં થયો કેદ. કાયમ અભડાઈ જતો હું
આજે જાતને ય અડી શકતો નથી.
મને મારું જ બંધન અકળાવે છે.
મારી આજુબાજુ કુદરત
આઝાદ લહેરાય છે.
ને હું વૅન્ટિલેટરનો શ્વાસ લઈ જીવું છું.
આજ ખબર પડી કે મેં અન્ય માટે
સર્જેલાં અમાનવીય વૅન્ટિલેટરો
એમને કેટલાં અકળાવતાં હશે !?
છોડી દે ! છોડી દે !
ઘરમાં જ …
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020