બઝવાનું ભૂલી ગયેલા
વાયોલિન જેવી
આ વાઇબ્રન્ટ ભૂમિ પર
ઊંચાઈ ગુમાવીને બેઠી છે
આદમની ઔલાદ …!
મેળો જામ્યો છે
વેંતિયા
વિદુષકો
અને
જોકરોનો …!
મને ભય છે
આ ટૂંકી ગરદન
અને બાંડિયે કાનવાળી
લાગણીશૂન્ય જમાતમાં હું ય ક્યાંક
ખોવાઈ તો નહીં જાઉં ને?!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2019; પૃ. 20