સહુ સહુનો વિચાર કરે છે !
કોણ હવે ઉધ્ધાર કરે છે ?
સહુએ જયજયકાર કરે છે !
મૌનીને હદપાર કરે છે !
ઈન્દ્રાસનને લાયક જે હો;
એને નજરોબ્હાર કરે છે !
તપ જો વધે તો એ જ ઋષિને,
ઈન્દ્ર પલકમાં ઠાર કરે છે !
ચક્રવતી રાજા થાનારા,
કત્લે-આમ, સંહાર કરે છે !
સત્તાને અવળું સૂઝે તો,
ભરચક કારાગાર કરે છે !
વસમા દિવસો બહુ લમ્બાયા,
ફૂલોને પણ ખાર કરે છે !
પરજા બીજું શું કરવાની ?
કાયમ હાહાકાર કરે છે !
રોજ ‘પ્રણય’, થાયે છે મનમાં,
કાં સહુ અત્યાચાર કરે છે ?
તા. ૧૪-૦૯-૨૦૨૧