દીસે ઘાટ ઘાટે અનોખું બનારસ,
યુગોથી તરે મારી ભીતર બનારસ.
વહે વાયુ-વેગે ઝગે સૂર્ય-તેજે,
ધરા-આભ-જળનું સદાકાળ વારસ.
અહીં વિશ્વનાથે અજાચક રહીને,
જુદે તીર રાખેલ લોઢું ને પારસ.
જુઓ તેજી-મંદી સમા ગાય-નંદી,
ઊભું થાય સરઘસ, પૂરું થાય ફારસ.
થતો રાગ-વૈરાગનો નિત્ય મેળો,
સુકન્યાની પાયલથી ઝંકૃત આરસ.
હજી પાંખ ફેલાવી ઊભું અવિચળ,
પ્રકાશિત કાશી બને એક સારસ.
18-2-99
સૌજન્ય: http://raghuvirchaudhary.blogspot.in