હરનિશ જાની સાહેબ આપણા નીવડેલા વ્યંગકાર છે. "ઓપિનિયન"માંનો એમનો લેખ ફક્ત એક તાજો પુરાવો છે. બસ, ધાર્મિક ધૂરંધરો અતિ ગહન ચીપિયો પછાડીને જે તાત્ત્વિક તત્ત્વનું વિશ્લેષણ આપણા સામાન્ય માથામાં ઉતારી નથી શકતા – તેને જાની કેટલી હળવાશથી, એમની રમતિયાળ શૈલીમાં, ખૂબ જ સહજ રીતે આપણા મનના ઊંડાણમાં ઉતારીને છાશની માફક આપણી પાસે જ વલોવડાવે છે.
ખરેખર, આ લેખક કોઈ દૈવી સંપદા લઈને જન્મેલો 'કીમિયાગર' છે.
ઓસ્ટ્રેલિયા, Tuesday, 7 January 2014
e.mail : ashvindesai47@gmail.com