મંદિર સામે બરફ અનુવાદક : નંદિતા મુનિ|Poetry|12 March 2024 જાપાનીઝ કવિ તોમોત્સુને (14મી સદી)ના એક કાવ્યનો મારો અનુવાદ. મંદિર સામે બરફ. મંદિરની સુશોભિત વાડને નહીં વટાવું હું. ચોક્કસ ભગવાનને પણ વાંધો હશે પગલાં પડે એનો, આ તાજા બરફ પર. સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર