કોણ જાણે કેટલાં ય લોકો
પ્રાણની દોરી પોતાની તરફ ખેંચતાં ખેંચતાં
થાકીને યમદૂતના પાડા પર ચઢી ગયાં છે
શહેર શહેર
ગામડે ગામડે
ખાખ ઊડવા માંડી છે
બળતી ચિતાઓની
ખોદાતી કબરોની
કેટલીક લાશો પોત પોતાનું મોત લઈને
ગંગાજીના કિનારે થાકીને પડી છે
એમના મોતને ડુબાડવાનું સામર્થ્ય ગંગાજીમાં પણ નથી
તો એ કોણ છે જે આ મોતોને દાટી દેવા માંગે છે?
e.mail : daveparesh1959@gmail.com