એકત્ર ફાઉન્ડેશન શરૂ કરે છે લિટરરી કૉન્સોર્ટિયમ (સાહિત્યિક સંરસન)
પ્રકાશક : અતુલ રાવલ • તન્ત્રી : સુમન શાહ
સાહિત્યિક સામયિકોથી જુદું, ફેસબુક વગેરે સોશ્યલ મીડિયામાં પ્રગટતું કેટલુંક – કેટલુંક જ – સાહિત્ય અને તેના કેટલાક જ સર્જક / લેખક સાહિત્યકારો ખરેખર નૉંધપાત્ર હોય છે. છાપાંમાં લખતા કૉલમનવીસો અને કેટલાક વ્યક્તિવિશેષો રસપ્રદ લેખનો કરતા હોય છે. અને એ જ સ્વરૂપનું બીજું ઘણું જોવા-વાંચવા મળે છે. આ આજે સમાન્તરે ચાલતું સાહિત્ય છે, એને નજરઅંદાજ ન કરી શકાય, એ સર્વથા ધ્યાનપાત્ર છે.
કરુણતા એ છે કે થોડાં લાઇક્સ, થોડી કમેન્ટ્સ વગેરે સ્વરૂપના રીસેપ્શન પછી એ અલોપ થઈ જાય છે અથવા કહો કે ત્યાં સુધી જ પ્રકાશમાં રહે છે. અલબત્ત, લેખકો પોતાના ઘરે પોતાના આર્કાઇવ્સમાં પોતાની એ જણસો સાચવતા જ હોય છે.
જાણીતું છે કે એકત્ર ફાઉન્ડેશને ભૂતકાલીન અનેક લેખકોની સૃષ્ટિઓને પોતાને ત્યાં વસાવી છે અને વાચકો માટે સુ-લભ કરી છે.
પણ હવે એ, આ સમાન્તરે ચાલતા સાહિત્યને તેમ જ એ સાહિત્યકાર વ્યક્તિમત્તાઓને એકત્ર કરીને એક સમવાય રચવા માગે છે; સૌને સમાસિત કરીને સાહિત્યિક સંરસન – લિટરરી કૉન્સોર્ટિયમ – ઊભું કરવા ઇચ્છે છે. ઝડપથી અલોપ થઈ જતી એ સાહિત્ય-સમ્પદાનું કાયમી સંરક્ષણ કરવા માગે છે. બને કે એ સમ્પદાનું આ સ્વરૂપનું પ્રકાશન વર્તમાનની અવસ્થાનું દર્શન કરાવે અને ભાવિ પેઢી માટે સમીચીન દિગ્દર્શન રૂપે ઉપકારક નીવડે.
== કૉન્સોર્ટિયમનો પ્રત્યેક અંક બે મહિને ઑનલાઈન ફ્રી પ્રકાશિત થશે.
== પહેલો અંક ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ પ્રકાશિત કરવાની મનીષા છે.
== કૉન્સોર્ટિયમ ઓપન નથી. લેખકોને એ સામેથી નિમન્ત્રણ આપશે.
== મેં કૉન્સોર્ટિયમમાં યોગદાન કરનારા સંભવિત સાહિત્યકારોનાં નામોની યાદી મારી સૂઝબૂઝ અનુસાર તેમના વિશિષ્ટ વિષયક્ષેત્ર અનુષંગે તૈયાર કરી છે. એ નીચે દર્શાવી છે. એમાંના કેટલાક સાહિત્યકારો સોશ્યલ મીડિયા પર નથી હોતા અથવા કદીક હોય છે; કેટલાક પોતાની અન્યત્ર પ્રકાશિત કૃતિ સોશ્યલ મીડિયા પર પણ મૂકે છે. સંભવ છે કે કોઈ કોઈ માટે સોશ્યલ મીડિયા અરુચિકર હોય -એવી વ્યક્તિઓ જાણ કરશે તો આ યાદીમાંથી એઓને ક્ષમાપૂર્વક રદ કરીશું.
== આ યાદી, ક્રમ તેમ જ ઉચ્ચાવચ મૂલ્યાંકનોથી નિરપેક્ષ છે; એને એમ લેખવા ખાસ વિનન્તી.
== જે સાહિત્યકારો નિમન્ત્રણ સ્વીકારશે અને કૃતિ મોકલશે તેનું કૉન્સોર્ટિયમ સાભાર પ્રકાશન કરશે. દરેક અંકમાં, જુદાં નામો હાથ ધરાશે, પુનરાવર્તન નહીં કરાય; તેમ છતાં, બને કે વિષયની જરૂરિયાત મુજબ કોઈ કોઈ સાહિત્યકારોને એકથી વધુ વાર આવકારવા-સ્વીકારવા પડે.
== આ યાદીમાં અન્ય નામોનાં યથાશક્ય ઉમેરણ થયા કરશે.
== કોઈ મહત્ત્વનું નામ રહી ગયું લાગે તો સૂચવવા વિનન્તી છે.
== કોઈ વિષય સાથે કોઈ નામ ભળતું જોડાઈ ગયું હોય અને તેની જો જાણ કરાશે તો સુધારી લેવાશે.
૧:
કાવ્ય :
હરીશ મીનાશ્રુ. વિનોદ જોશી. અનિલ જોશી. કમલ વૉરા. યજ્ઞેશ દવે. હરિશ્ચન્દ્ર જોશી. ભાગ્યેશ જ્હા. યોગેશ જોશી. બારિન મહેતા. દલપત પઢિયાર. તુષાર શુક્લ. રમણીક અગ્રાવત. ઉમેશ સોલંકી. કૃષ્ણ દવે. મિલિન્દ ગઢવી. દિલીપ જોશી. પંચમ શુક્લ. ભરત વિંઝુડા. લાલજી કાનપરિયા. પ્રીતમ લખલાણી. ઉષા ઉપાધ્યાય. મનીષા લક્ષ્મીકાન્ત જોશી. દર્શિની દાદાવાલા. સંસ્કૃતિરાણી. રાધિકા પટેલ. દેવિકા ધૃવ. જિગીષા રાજ. ભરત ત્રિવેદી.
૨:
ગઝલકાવ્ય :
રાજેશ વ્યાસ, ‘મિસ્કીન’. મનીષ પાઠક, ‘શ્વેત’. નીતિન વડગામા. સંજુ વાળા. વારિજ લુહાર, સાહિલ પરમાર. પ્રફુલ્લ પંડ્યા. ભગવતીપ્રસાદ પંડ્યા. રાહુલ તુરી. દર્શક આચાર્ય. અનિલ ચાવડા. ચંદ્રેશ મકવાણા. મીનાક્ષી ચંદારાણા. રિન્કુ રાઠોડ.
૩:
ટૂંકીવાર્તા :
દલપત ચૌહાણ. મોહન પરમાર. સંજય ર. ચૌધરી. વર્ષા અડાલજા. સાગર શાહ. અભિમન્યુ આચાર્ય. વિપુલ વ્યાસ. મણિલાલ પટેલ. બાબુ સુથાર. કિરીટ દૂધાત. વિજય સોની. અજય સોની. હસમુખ રાવલ. પ્રભુદાસ પટેલ. દશરથ પરમાર. ધરમાભાઈ શ્રીમાળી. સંજય છેલ. પન્ના નાયક. પ્રીતિ સેનગુપ્તા. ચતુર પટેલ. કંદર્પ દેસાઈ. પારુલ કંદર્પ દેસાઈ. દીવાન ઠાકોર. છાયા ત્રિવેદી. કોશા રાવલ. મહેન્દ્રસિંહ પરમાર. અજય ઓઝા. નીતિન ત્રિવેદી. જિજ્ઞનેશ જાની. શક્તિસિંહ. ભરત સોલંકી. શાસ્ત્રી કુમાર. જનક રાવલ. જયંત રાઠોડ. શ્રી જોષી. જયેશ રાષ્ટ્રકૂટ. ગિરિમા ઘારેખાન. હરીશ ખત્રી. દૃષ્ટિ સોની.
૪ :
વાર્તાસંક્ષેપ :
કિશોર પટેલ. વાર્તા -સંક્ષિપ્ત પરિચય : છાયા ત્રિવેદી
૫ :
નાટક :
નૌશિલ કહેતા. મનોજ શાહ. સતીશ વ્યાસ (અમદાવાદ). પ્રવીણ પંડ્યા.
૬ :
દલિત સાહિત્ય :
ગણપત વણકર. ઉમેશ સોલંકી. હરીશ મંગલમ્. ચંદુ મહેરિયા.
૭ :
સંસ્કૃત સાહિત્ય :
સતીશચન્દ્ર જોશી. વિજય પંડ્યા.
૮ :
મધ્યકાલીન સાહિત્ય :
બળવંત જાની. કીર્તિદા શ્રેણિક શાહ.
૯ :
અધ્યાત્મવિદ્યા :
નરેશ વેદ. કર્દમ આચાર્ય.
૧૦ :
સમાજવિદ્યા :
વિદ્યુત જોશી. ગૌરાંગ જાની.
૧૧ :
પ્રેસ / રાજકારણ :
પ્રકાશ ન શાહ. અજય ઉમટ. પારસ જ્હા.
૧૨ :
સંશોધન :
દીપક બી. મહેતા.
૧૩ :
અનુવાદ-સાહિત્ય :
હેમાંગ અશ્વિનકુમાર. ચિરાગ ઠક્કર. સાવજરાજ સિંહ.
૧૪ :
સમ્પાદિત સાહિત્ય :
મણિલાલ હ. પટેલ
૧૫ :
પશ્ચિમના પુસ્તકનો / કર્તાનો પરિચય :
બાબુ સુથાર. અભિમન્યુ આચાર્ય. દેવાંગ વૈદ્ય.
૧૬ :
ભાષાશિક્ષણ : વ્યાકરણ, જોડણી વગેરે :
બાબુ સુથાર. નિયતિ અંતાણી. વજેસિંહ પારગી. અડવો કડવો.
૧૭ :
સાહિત્યિક સંગઠનો (પરિચય અને પ્રવૃત્તિઓની વીગતો માટે) :
ઓમ્ કૉમ્યુનિકેશન : મનીષ પાઠક. ડાહીલક્ષ્મી પુસ્તકાલય : હસિત મહેતા. વિકિમીડિયા : અનન્ત રાઠોડ. આકંઠ સાબરમતી / હોટેલ પોએટ્સ : સરૂપ ધૃવ. વારેવા : — સંવિત્તિ : દર્શિની દાદાવાલા. જૂઇની સુગન્ધ : ઉષા ઉપાધ્યાય. સર્જકતાશિબિર : નરેશ શુક્લ. : સ્વર-અક્ષર : શૈલેશ દેસાઈ. સુજોસાફો : સુ૦. રસુવાર્તાવર્તુળ : સુ૦.
૧૮ :
કૉલમનવીસો :
સૌરભ શાહ. કાજલ ઓઝા વૈદ્ય. ઉર્વીશ કોઠારી. જય વસાવડા. ભદ્રાયુ વછરાજાની. સંજય છેલ. પ્રશાન્ત ભીમાણી. ઉદયન ઠક્કર. રવીન્દ્ર પારેખ. પૂજા કશ્યપ. નિરંજન યાજ્ઞિક. અશ્વિન ચંદારાણા. શાસ્ત્રી કુમાર. જયંત રાઠોડ.
૧૯ :
સિનેમાકલા :
અમૃત ગંગર. પ્રબોધ પરીખ :
૨૦ :
મૂર્તિકલા આદિ સ્થાપત્ય / વિવિધ કલાઓ :
જન્મેજય અધ્વર્યુ.
૨૧ :
ફિલ્મ :
સંજય છેલ. પરેશ નાયક. અભિજિત વ્યાસ. શિશિર રામાવત. તુષાર શુક્લ.
૨૨ :
સામયિકોના તન્ત્રીઓની કેફિયત :
વિપુલ કલ્યાણી. નિસર્ગ આહિર. બાબુ સુથાર. યોગેન્દ્ર પારેખ. યોગેશ જોશી. રમણ સોની. હર્ષદ ત્રિવેદી. જયેશ ભોગાયતા.
૨૩ :
બ્લૉગસ્થાપકો :
દીપક બી. મહેતા. ખેવના દેસાઈ. લતા હિરાણી. ધૃવ ભટ્ટ. ગૌરાંગ અમીન. મયૂર ખાવડુ. ઇલિયાસ શેખ. સ્નેહા એચ. પટેલ. નસરીન ખત્રી. માસુંગ દોસ્ત. ભૂપેન્દ્રસિંહ રાઓલ. વિનુ બામણિયા. સુનીતા ઇજ્જતકુમાર.
૨૪ :
યુનિવર્સિટી અભ્યાસક્રમ-સંલગ્ન લેખનો :
દીપક રાવલ. જયેશ ભોગાયતા. ભરત મહેતા. નરેશ શુક્લ. નિસર્ગ આહિર. જિતેન્દ્ર મૅક્વાન. ગુણવંત વ્યાસ. પીયૂષ પરમાર. સંજય પટેલ (ગાંધીનગર). ભીમજી ખાચરિયા. અજયસિંહ ચૌહાણ. રાજેશ મકવાણા. રાજેશ વણકર. અજય રાવલ. અજિત મકવાણા. યોગેન્દ્ર પારેખ. ધ્વનિલ પારેખ. ઉર્વશી પંડ્યા. સેજલ શાહ. દર્શના ધોળકિયા. ચૈતાલિ ભાર્ગવ. ચાર્વી ભટ્ટ. મોના લિયા.
===
(November 28, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર