શ્વેત બિંદું સવાર પડતાં દડ્યું છે,
નિત્યક્રમનો કરાર કરતાં દડ્યું છે.
કાલ્પનિક વારતા હકીકત બની ગઈ,
આભની આરપાર ઉડતાં દડ્યું છે.
ધોમ ધખતી બપોર, રાત્રે શિયાળો,
નગ્ન નરનો મદાર ઘટતાં દડ્યું છે.
શામળો પણ નવાઈ હેરત થયો છે,
કર્મ બળ પર દરાર ખરતાં દડ્યું છે
કાગડાને સરાદમાં વાસ નાખે,
દાભડાની કિનાર અડતાં દડ્યું છે.
e.mail : addave68@gmail.com