તારા વિનાનો સાવ કોરો, વરસાદ કા’ન તારા વિનાનો સાવ કોરો
લોક કહે બારે મેઘ ખાંગા થયા છે અને પૂર જો ને થાય આવું આવું
હશ્શે, હું તો સાવ કોરી, કોરે ઊભી રહીને ગોતું, ક્યાં જઈને ભીંજાવું ?
નેજવું માંડી જોઉં કાળા આકાશે ક્યાં ય ચડિયો આઘેરો કે ઓરો ?
તારા વિનાનો સાવ કોરો, વરસાદ કા’ન તારા વિનાનો સાવ કોરો
વેરણ આ વ્રેહડો ચાબૂકની જેમ મને વાગે ઝબકારે ઝબકારે
ઉપરથી કોરીડિબાંગ કાળી વાદળી અંગારા તાકી તાકી મારે
ગાયું ને ગોવર્ધન સળગે બધું ય, કેમ ઠારે ના નંદનો છોરો ?
તારા વિનાનો સાવ કોરો, વરસાદ કા’ન તારા વિનાનો સાવ કોરો
http://thismysparklinglife.blogspot.in/2013/06/blog-post.html