Opinion Magazine
Number of visits: 10,229,683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વચલો મારગ છે શૂરાનો …

દીપક સોલિયા|Opinion - Opinion|6 May 2019

ચતૂર-લુચ્ચા-પાક્કા-ખંધા ગણાતા ચીનાઓ કોઈને બદદુઆ આપવા માગતા હોય ત્યારે સીધું એવું ન કહે કે જા, તારું ધનોતપનોત નીકળી જાય … કે તું નરકમાં સબડે … ના, આવી બધી આકરી વાતો કહેવાને બદલે એ લોકો શ્રાપ આપવો હોય ત્યારે પ્રેમથી, ધીમેથી, નજાકતથી એવું કહે કે “જા, તું રસપ્રદ સમયમાં જીવીશ.”

રસપ્રદ સમય કેવો હોય? એ સપાટ-નીરસ-કંટાળાજનક ન હોય. એ ઘટનાપ્રચૂર હોય. આવો સમય મોટે ભાગે ઉથલપાથલવાળો અને અંધાધૂંધીભર્યો હોય છે. આવા સમયમાં સામાન્ય રીતે માણસની વાટ લાગતી હોય છે. એટલે, “તું રસપ્રદ સમયમાં જીવીશ” એમ કહીને અસલમાં ચીનાઓ કહેવા એવું માગતા હોય છે કે “જા, તારી વાટ લાગે … (જેથી હું રાજી થાઉં).”

અંતિમો રસપ્રદ હોય છે, પણ એ આકરા હોય છે. ક્યારેક અંતિમો પર જવું પડે તો ઠીક છે, જઈ આવવાનું, પણ પછી ત્યાં અડિંગો જમાવવો ઠીક નથી. ક્યારે મન થાય, હિંમત થાય, તાકાત હોય તો એવરેસ્ટ પર ચડી આવવાનું, પણ પછી એવરેસ્ટ પર થોડી વાર રોકાઈને (સેલ્ફી-બેલ્ફી પાડીને) ડાહ્યા થઈને નીચે ઊતરી જવાનું. ક્યારેક દીકરો અંતિમ કક્ષાનું કોઈ તોફન કરે ત્યારે એને સારા-નરસાનું ભાન કરાવવા આકરી સજા ચોક્કસ કરી શકાય, પણ પછી સતત તેની સાથે હિટલર-મોડમાં નહીં રહેવાનું. પાકિસ્તાન બહુ આડું ચાલે તો ક્યારેક તેને યાદ રહી જાય એવો જોરદાર પાઠ જરૂર ભણાવી શકાય, પણ પછી સતત એની સાથે ખીચપીચ નહીં કરવાની. ક્યારેક ચૂંટણી આવે ત્યારે આ કે તે પક્ષને મત આપી દેવાનો, પરંતુ મત આપી દીધા પછી પણ સતત ગમતા પક્ષની તરફેણમાં કે ન ગમતા પક્ષના વિરોધમાં રાડારાડી નહીં કરવાની.

મુદ્દો આ છે. કોઈને આ પક્ષ ગમે, કોઈને તે પક્ષ ગમે. કોઈને આ વિચારધારા ગમે, કોઈને તે વિચારધારા ગમે. કોઈને આ નેતા સારો લાગે, કોઈને તે નેતા સારો લાગે. બરાબર છે. વાસ્તવિકતા આવી જ હોવાની, પણ પક્ષ-વિચારધારા-નેતા પ્રત્યેના લગાવ કે દુર્ભાવની લાગણી જો એકદમ તીવ્ર રૂપમાં મગજમાં સતત સળવળતી રહે, માણસ મધ્યમમાર્ગ છોડીને અંતિમ છેડે અટવાતો રહે તે વ્યક્તિ માટે પણ ખરાબ છે અને દેશ માટે પણ હાનિકર્તા છે.

પહેલાં વ્યક્તિની વાત કરીએ. કોઈ એક છેડે અટકી રહેવું એ ટેન્શનનું કામ છે. લોલકને જ જુઓ. એ ડાબે છેડે જાય, પછી જમણે છેડે જાય, પણ એ છેડા પર અટકી ન રહે. છેડા પર એ હોય ત્યારે એ ટેન્શનમાં હોય, એને છેડા પર ટકાવી રાખવા માટે શક્તિ ખર્ચવી પડે. એ જો વચ્ચે ઊભું હોય તો એ શાંત, સ્વસ્થ, સ્થિર રહે.

એમ માણસે શાંત, સ્વસ્થ, સ્થિર રહેવું હોય તો એણે છેડે ટીંગાઈ રહેવાને બદલે વચ્ચે રહેવું જોઈએ, આત્યંતિકતાઓ ટાળવી જોઈએ. ગૌતમ બુદ્ધ એટલે જ તો મધ્યમ માર્ગને શ્રેષ્ઠ ગણતા. એ કહેતા, ખૂબ દેહદમન કરનારી તપસ્યા પણ ખોટી અને શરીરને ખૂબ લાડ લડાવવાનો અભિગમ પણ ખોટો, વચ્ચે રહો.

અને ગીતા … ગીતા શું કહે છે? એમાં જે સૌથી મહત્ત્વનો પાઠ શીખવાયો છે એ છે સ્થિતપ્રજ્ઞતાનો.

રાગ સહેલો છે, દ્વેષ સહેલો છે, પણ સ્થિતપ્રજ્ઞતા અઘરી છે. કોઈને ચાહવાનું સહેલું છે, કોઈને ધિક્કારવાનું સહેલું છે, પણ વચ્ચેની સમતા અઘરી છે.

એ અઘરી છે, પણ એ ગુણકારી છે (કડવા લીમડાની જેમ).

ટૂંકમાં, અતિ ઉત્તેજના, આત્યંતિકતા માણસને થકવી નાખે છે, નીચોવી નાખે છે, ટેન્શનમાં રાખે છે. માટે, જો તમારે જીવનમાં સ્વસ્થતા, સમતા, શાંતિ, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા જોઈતાં હોય તો વચલો મારગ સારો પડે.

હવે વાત કરીએ દેશની. એ તો નાનું બચ્ચું પણ સમજી શકે તેમ છે કે દેશમાં પણ જો નાગરિકો સામસામે છેડે ખૂબ ખેંચાખેંચી કરે તો દેશ તૂટી શકે છે. આ બધું આપણે બહુ સ્પષ્ટપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ભારત અને પાકિસ્તાન છૂટા પડયા તેનું કારણ માત્ર આ જ છેઃ મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચેની ખેંચતાણ.

નાગરિકો છેડા પર બેસવાનું પસંદ કરે ત્યારે આવું થવાનું જ. હિન્દુ-મુસ્લિમ વચ્ચેની તંગદિલીને પ્રોત્સાહન મળતું રહેશે તો લખી રાખો, દેશના હજુ વધારે ભાગલાઓ થશે. આવું ન થવા દેવું હોય, દેશ જો તમને ખરેખર પ્યારો હોય, જો તમે સાચા અર્થમાં રાષ્ટ્રવાદી હોવ, તો …

તો એક કામ કરજો, આ એક મધ્યમમાર્ગી ટ્રિક અપનાવી જોજો. મજા આવશે.

હવે ૧૭ દિવસ પછી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવવાનું છે. એ માટે અત્યારથી નક્કી કરી રાખો કે પરિણામના દિવસે હું એક નાનકડી પાર્ટી આપીશ.

પાર્ટી શું કામ? આ બેમાંના કોઈ એક કારણસર …

પહેલું કારણઃ મેં જેને મત આપેલો એ પક્ષ, એ ઉમેદવાર, એ નેતા, એ વિચારધારાની જીત થઈ, માટે પાર્ટી…

અથવા, બીજું કારણઃ મેં જેને મત આપેલો એની હાર થઈ, પરંતુ બહુમતીને જે પ્રિય હતાં એ વિચાર-વ્યક્તિ-પક્ષને વધુ મત મળ્યા. બહુમતી ભલે મારાથી જુદું વિચારતી હોય, પણ છેવટે તો એ મારાં જ ભાઈ-બહેનો છે (યાદ કરો પેલું પ્રતિજ્ઞાપત્રઃ બધાં ભારતીયો મારાં ભાઈ-બહેન છે). અને બહુમતીની ઇચ્છાનું જ્યાં માન જળવાતું હોય એવી જે સિસ્ટમ છે એનું જ તો નામ છે, લોકશાહી. મતલબ કે પરિણામમાં મારા મતની ભલે જીત ન થઈ, પણ બહુમતીની જીતી થઈ, લોકશાહીની જીત થઈ … એટલે મારે પાર્ટી તો આપવી જ રહી.

આને કહેવાય, બે બાજુનું સુખ.

સરવાળે કહેવાનું ફ્ક્ત એટલું જ છે કે માનવસહજ ગમા-અણગમાના મામલે એકદમ છેડે જતાં રહેવાને બદલે વચ્ચે રહેવું, સ્વસ્થ રહેવું. પછી લોકો ભલે તમને વચ્ચેવાળા … ડબલ-ઢોલકી … તકવાદી … ઢીલા … નબળા … કાયર … વગેરે જે કોઈ વિશેષણોથી નવાજવા હોય તે વિશેષણથી નવાજે … ભલે વચ્ચેના મારગ પર બહુ ઓછા લોકો હોય … ભલે વચ્ચેના મારગ પર કાંટા હોય … પણ વચ્ચેનો મારગ, સમતાનો મારગ, સ્વસ્થતાનો મારગ છે શૂરાનો. એ છોડવા જેવો નથી.  બાકી જેવી તમારી મરજી.

facebook .com / dipaksoliyan

સૌજન્ય :  ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 મે 2019

Loading

સ્વરાજ પીઠ – અહિંસાના દીપની વાટ સંકોરવાનો સહિયારો પ્રયાસ

આશા બૂચ|Opinion - Opinion|6 May 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 07

સત્ય અને અહિંસાનું અનુસરણ કરીને કેટકેટલી વ્યક્તિઓ અને સંગઠનોએ ઘર આંગણાંને ઉજ્વળ રાખ્યું છે એ તો હાથમાં દીવો લઈને શોધવા જઈએ ત્યારે દેખાય. આજે અહિંસાના દીપની વાટ સંકોરવાનો સહિયારો પ્રયાસ કરનાર ‘સ્વરાજપીઠ’ નામક સંગઠનની કહાણી જોઈએ.

સ્વરાજ પીઠ ટ્રસ્ટ મહાત્મા ગાંધીની કલ્પનાના ‘સ્વરાજ’ને સાકાર કરવા અહિંસા અને શાંતિના સંદેશને સતત પ્રજ્વલિત રાખતું કેન્દ્ર છે જેનું મથક ગુરગાંવ છે. અહિંસક આચાર-વિચારોને સંસ્કૃતિના અંતરંગ ભાગ બનાવવા આ સંગઠને શાંતિસેના નામક એક અહિંસક સૈન્ય દળ ઊભું કર્યું છે કે જે સમાજના ભિન્ન ભિન્ન સમુદાયો સાથે ચર્ચા વિચારણાનું આયોજન કરે છે, અને જીવનના દરેક આયામમાં અહિંસક અભિગમ કઈ રીતે વ્યવહારમાં મૂકી શકાય, તેની તાલીમ અને પ્રશિક્ષણ આપીને લોકોને સ્વરાજના ખરા અર્થનું દર્શન કરાવે છે. ગાંધીની ઉક્તિ “એક ઔંસ જેટલા સત્ય આચરણ માટે એક ઢગલા જેટલા વિચારો”  –  “A mound of thought for an ounce of right action”-ને સાકાર કરવા સ્વરાજપીઠ પ્રતિબદ્ધ રહે છે.

At the centre of nonviolence stands the principle of love”, Martin Luther King, Jr. આ સત્યવચનને મધ્ય નજર રાખી સ્વરાજપીઠનું હેતુ દર્શક વિધાન આ મુજબનું છે: “હિંસામાં રહેલ દુર્ગુણો અને અહિંસામાં રહેલ ગુણો દર્શાવવા સહેલ છે, પરંતુ કઠિન સમસ્યા એ છે કે હિંસાનું સમાધાન અહિંસા દ્વારા કઈ રીતે શોધવું. માનવ જાતની મુક્તિ માટે અહિંસાના પ્રયોગ જ એક માત્ર આશા સમાન છે. આથી જ અહિંસામાં પણ મૂડી રોકાણ કરવું પડે. આપણે જેમ હિંસાનું વિજ્ઞાન વિકસાવવામાં, શસ્ત્રો અને યુદ્ધકળામાં પારંગત થવામાં મૂડી રોકાણ કર્યું તેમ જો અહિંસાના વાવેતર – ગાંધીજીના શબ્દોમાં આત્માના વિજ્ઞાનમાં મૂડી રોકાણ કર્યું હોત તો આપણે ન્યાયી અને સંતુલિત સમાજની દિશામાં આગળ વધ્યાં હોત. લોકશાહીની સંસ્કૃતિ સ્વરાજ અને અહિંસાના વિકાસના પ્રમાણમાં વિકસે છે. અહિંસાના વિકાસની સાબિતી લોકો મતભેદ અને સંઘર્ષો નિવારવા જે રીતે પ્રવૃત્ત થાય અને ન્યાય અને સ્વાધીનતા તથા સમાજની રચનાના પાયામાં રહેલ હિંસાનો એવી રીતે પ્રતિકાર કરે કે જેથી ન્યાય અને સ્વાધીનતા એકબીજાના પર્યાય બની રહે તેના પરથી મળે. સ્વરાજ એ ન્યાય અને સ્વાધીનતાના સંયુક્ત બીજમાંથી અંકુરિત થતું ફળ છે.”

સ્વરાજપીઠની ભૂમિકા અને હિંસાની અહિંસક માર્ગે સમાધાન કરવાની શોધની દિશામાં કરેલ  પ્રદાનની વાત કરતાં પહેલાં તેના સ્થાપકો અને કર્મશીલો વિષે થોડું જાણીએ. સ્વરાજપીઠની સ્થાપના શ્રી રાજીવ વોરા અને ડો. નીરુ વોરાએ 1992માં કરી. સ્વરાજપીઠના સ્થાપકોમાંના એક અને પ્રમુખ શ્રી રાજીવ વોરા સ્વ. જયપ્રકાશ નારાયણના 1974-75ના આંદોલનમાં જોડાયેલા. તે ઉપરાંત ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં કાર્યરત રહ્યા તે દરમ્યાન ‘ગાંધી માર્ગ’(હિન્દી)ના એડિટર, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સીઝના સલાહકાર અને સત્યાગ્રહ સંચાલન સમિતિના સંયોજક તરીકે કાર્ય કરી ચુક્યા છે. તાજેતરમાં તેમને ગુરુ ગોવિંદસિંઘ ત્રિ શતાબ્દી યુનિવર્સિટી દ્વારા સંઘર્ષમય વિસ્તારોમાં અહિંસાનો પ્રચાર-પ્રસાર કરવા બદલ અને તેનો અસરકારક અમલ કરવા બદલ DLitની ઉપાધિ એનાયત થઇ. ડોક્ટરેટની પદવી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરનારાઓને આપવામાં આવે છે જેમાં શાંતિ પુરસ્કારનો સમાવેશ થાય છે, પરંતુ અહિંસક સાધનો દ્વારા સંઘર્ષ નિવારણ કરનાર વ્યક્તિ કે સંગઠનને ઉચ્ચ સન્માનથી નવજવાનું જવલ્લે જ બનતું હોય છે. અહિંસાનું સંઘર્ષ નિવારણ કરનાર એક અસરકારક સાધન તરીકે સ્વીકારાઈને બહુમાન થયું એ સત્ય-અહિંસામાં શ્રદ્ધા ધરાવનારાઓ માટે ગૌરવનો વિષય છે; સાથે સાથે સત્ય-અહિંસા કાળબાહ્ય થઇ ગયાં છે એમ વિચારનારાઓ માટે એક સબક શીખવનાર ઘટના પણ બની રહી છે.

સ્વરાજપીઠના પાયામાં રહેલ બીજી હસ્તી તે ડો. નીરુ વોરા. તેઓ અમેરિકામાં પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ સમાજવાદી નેતા સૂચેતા કૃપલાની સાથે જોડાયાં. કટોકટી કાળ દરમ્યાન જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ તેમણે છાત્ર યુવા સંઘર્ષ વાહિનીનું નેતૃત્વ સંભાળ્યું. ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં શ્રી રાજીવ વોરા સાથે કામ કરવાનો મોકો મળ્યો, જે જીવનસાથીના રૂપમાં કાયમ રહ્યો અને આજે પણ સ્વરાજપીઠ દ્વારા આ યુગલ સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત સ્વરાજપીઠને  માનનીય આચાર્ય સામદોંગ રિનપોચેનું સતત નિદર્શન અને માર્ગદર્શન મળતું રહ્યું છે.

સ્વરાજપીઠ ટ્રસ્ટ(ગુરગાંવ – ભારત)નો પ્રથમ તબક્કો (2001-2008) સંઘર્ષોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલીમ પામેલા શાંતિ સૈનિકોને અહિંસક સાધનો દ્વારા દરમ્યાનગીરી કરવા માટે તૈયાર કરવાનો હતો. શાંતિસેનાના તાલીમાર્થીઓ બાંકા જિલ્લા-બિહારમાં હિંસાને તડીપાર કરવા સક્રિય થયા તેની આ તસવીર.

બીજા તબક્કામાં (2009-10) હિન્દ સ્વરાજ શતાબ્દી – આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ડો. નીરુ વોરાની આગેવાની હેઠળ થયું  જેમાં 17 દેશોના 110થી ય વધુ વિચારકો, વિદ્વાનો અને અહિંસાના પ્રયોગ કરનારાઓ શ્રદ્ધેય આચાર્ય સામદોંગ રીનપોચે અને પરમ પાવન દલાઈ લામાની નિશ્રામાં એક મજબૂત સંગઠનની રચના કરવા એકઠા મળ્યા.

2010 પછીના તબક્કાની શરૂઆત જમ્મુ અને કાશ્મીર તથા બિહારના આદિવાસીઓમાં માઓઇસ્ટ બળવાખોરોમાં થતા યુવાનોના ઉદ્દામ વલણો અને તેને પરિણામે પેદા થતા સંઘર્ષો વચ્ચે જઈને એ વિકટ પરિસ્થિતિઓનો શાંતિમય ઉકેલ લાવવાની મથામણથી થઇ છે. બાંકા જંગલમાં નક્સલ વિસ્તારમાં સ્વરાજપીઠના પ્રમુખ અને યુવા કાર્યકરોની આ તસવીર કર્મશીલોની અહિંસાની તાલીમની સફળતાની દ્યોતક છે.

જયારે વિશ્વ આખામાં ઉદ્દામવાદ દાવાનળની માફક પ્રસરી રહ્યો છે ત્યારે સ્વરાજપીઠ ગાંધીજીના ‘હિંદસ્વરાજ’માંના સ્વતંત્રતા અને અહિંસા વિશેના બીજરૂપ વાર્તાલાપ પર ઊંડી વિચારણા કરીને અંતિમવાદી બળો સામે અહિંસક બળ ઊભું કરવાની ભલામણ કરે છે. ઘર આંગણે અહિંસક પ્રતિકારક શક્તિ ઊભી કરતી આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસક માર્ગો વિશે ચર્ચા વિચારણા કરીને તેના આધારિત લોકશાહી, સ્વતંત્રતા અને ન્યાય માટે મથતી ચળવળોને પણ સક્રિય ટેકો આપે છે. માનવીની ગરિમા જાળવવા, પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવા અને પૃથ્વીના પર્યાવરણને જાળવવા પ્રયત્નશીલ રહેતાં જૂથોને પોતાનો નૈતિક અને સક્રિય સાથ પણ પૂરો પાડે છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય તખ્તા પર કોઈ એક દેશમાં દુર્ઘટના બને ત્યારે તેના છાંટા બીજા દેશોને પણ ઊડતા હોય છે. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હલ્લો લોકોને મુસ્લિમો અને ઇસ્લામ પ્રત્યે ભય, શંકા અને નફરતની નજરે જોતાં કરી મુકવા માટે પૂરતો હતો. 9/11ની એ ગોઝારી દુર્ઘટનાને અનુલક્ષીને સ્વરાજપીઠે બીજી 9/11ના દિને બનેલ ઘટનાના મહત્ત્વને ઉજાગર કરવા પ્રયાસ કર્યા. 11 સપ્ટેમ્બર 1906 – દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો જન્મ. જ્યારે વિશ્વ આખામાં મુસ્લિમ પ્રજા અને ઇસ્લામ ધર્મ માટે નફરતની લાગણી ફેલાયેલી ત્યારે રાજીવ વોરાએ મુસ્લિમ બહુમતી ધરાવતા ઉત્તર પ્રદેશના છ શહેરોમાં સામાજિક અને ધાર્મિક આગેવાનો સાથે વાર્તાલાપોનું આયોજન કર્યું. હેતુ હતો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં મુસ્લિમ કોમનો સક્રિય ફાળો અને તેની મહત્તા સમજવાનો. 2002-08 દરમ્યાન હિન્દ સ્વરાજની ઓળખ આપીને અહિંસા વિષે જાગૃતિ આણવા ચળવળ ચલાવી અને મુસ્લિમ કોમમાંથી શાંતિ દૂતોને તાલીમ આપી એટલું જ નહીં, ‘હિન્દ સ્વરાજ’ પુસ્તકનું ઉર્દૂ ભાષાંતર બહાર પાડ્યું જે ઉર્દૂભાષી આગેવાનોની પ્રશંસા પામ્યું.

આઝાદી મળ્યાને સાત સાત દાયકાઓ વિત્યા છતાં કાશ્મીરનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે એ કેવી કમનસીબી? સ્વરાજ પીઠ જમ્મુ અને કાશ્મીરના સંઘર્ષ વિસ્તારમાં અહિંસાનો પ્રયોગ કરવા સક્રિય ભાગ ભજવે છે. એ જ રીતે બિહાર અને ઝારખંડમાં વ્યાપી રહેલ પ્રવૃત્તિઓનો હલ સંઘર્ષને કારણે અસર પામેલ દરેક પક્ષ અને જૂથ વચ્ચે વાટાઘાટ કરીને લાવવાની ભરપૂર કોશિશ કરવામાં આવે છે. નક્સલવાદીઓ હિંસા દ્વારા કાળો કેર વર્તાવે છે એ વાત સમાચાર માધ્યમો ફેલાવે છે, પરંતુ ત્યાં શું પરિવર્તન આવી રહ્યાં છે એ કોણ કહે? આજે એવી સ્થિતિ છે કે શંકા થાય કે ગાંધી હજુ જીવિત છે? આ એક પ્રશ્ન છે. તેઓ સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનાં મૂલ્યો અને વિચારો હજુ કાળબાહ્ય નથી થયા તેની સાક્ષી અનેક રીતે મળતી રહે છે. પોલીસ અને લશ્કરની સહાયથી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા ટેવાયેલા પૂછી શકે, કોઈનું હૃદય પરિવર્તન ગાંધી વિચારો દ્વારા કરવું સંભવ છે ખરું? તેનું એક ઉદાહરણ જોઈએ. નક્સલાઈટ – માઓઇસ્ટ બંડખોર લોકો હિંસાત્મક આક્રમણોનો ત્યાગ કરવા લાગ્યા છે. માન્યામાં ન આવે તેવી આ હકીકત છે. તેઓમાંના કેટલાક ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છે. તેઓ સ્વરાજપીઠ દ્વારા આયોજિત અહિંસાની અભ્યાસ શિબિરોમાં જાય છે અને ગાંધીજીનું મહત્ત્વનું પુસ્તક ‘હિન્દસ્વરાજ’ વાંચે છે. ભોલા યાદવ પર બે વર્ષ પહેલાં ડાબેરી વિચારધારાની સખત પકડ હતી. લોકો તેને માઓઇસ્ટ બંડખોરોના નાયક તરીકે ઓળખે. પણ તેણે ‘હિન્દ સ્વરાજ’ આખું વાંચ્યું, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તેમની અહિંસક રીતે પોતાની સમસ્યાઓનો હલ શોધી તેને અમલમાં મુકવા કટિબદ્ધ થયો. આ તસ્વીરમાં ભૂતપૂર્વ નક્સલ કમાન્ડર ભોળાનાથ યાદવ સાથે અન્ય યુવકોની શાંતિયાત્રા સ્વરાજપીઠની ભૂમિકાની સફળતાનું પ્રમાણ પૂરું પાડે છે.

અહીં એ નોંધવું અગત્યનું છે કે સ્વરાજપીઠના કાર્યકર્તાઓને હિંસા આગળ ઉમેરતાં ખાસ્સો સમય લાગ્યો. પાંચ વર્ષ સુધી લગાતાર અંતરિયાળ ગામોમાં ફર્યા, જ્યાં કોઈ જઈ ન શકે અને કોઈએ જવાનું સાહસ કરેલું પણ નહીં તેવા ડરામણા ગણાતા વિસ્તારોમાં જઈને ઘેરે ઘેર ફરીને વ્યક્તિઓ સાથે વાત કરી; એટલું જ નહીં એક-બે-ત્રણ દિવસીય કેમ્પ કરીને અને તેમાંના કેટલાકને દિલ્હી લાવી હિન્દ સ્વરાજ અને અહિંસા વિષે અવગત કર્યા, ત્યારે તેનાં પરિણામ મળવાની સંભાવના નજરે પડી. યુ.એન. આંતર વિગ્રહ કે યુદ્ધ ખેલાઈ ચૂક્યા હોય તેવા વિસ્તારોમાં ‘પીસ કીપિંગ ફોર્સ’ મોકલે છે જે ટેન્કો પર સવાર થયેલ અને વિનાશકારી શસ્ત્રોધારી સૈનિકોનું બનેલ દળ હોય છે. જ્યારે સ્વરાજપીઠે એક ‘શાંતિસેના’નું નિર્માણ કર્યું છે; જેના ચાર તબક્કાઓ છે:

લોક સમિતિઓ દ્વારા સ્વરાજની વિભાવનાની ચર્ચા.

‘હિન્દ સ્વરાજ’ વિષે અભ્યાસ કરીને અહિંસાનાં મૂલ્યો પર ભાર મુકવો.

સત્યાગ્રહની જન્મતારીખ 11મી સપ્ટેમ્બરને દિવસે શાંતિસેનાની સ્થાપના કરવી અને તેના ઉદ્દેશ્યો હાંસલ કરવાની પ્રતિજ્ઞા લેવી.

હિંસાત્મક આક્રમણોને ખાળવા, સંઘર્ષોનો ઉકેલ લાવવા અને માનવીય સેવાઓ આપવા માટે અહિંસા આધારિત પગલાંઓ ભરવા તાલીમ આપવી.

કાશ્મીર અને ઝારખંડ જેવા પ્રદેશોની પ્રજાની યાતનાઓ અને કઠણાઈઓમાં ભાગ પડાવતા જતાં સ્વરાજપીઠના કર્મશીલોને અહેસાસ થયો કે માઓઇસ્ટ ચળવળ કરનારાઓ એ અવગણના પામેલા લોકો સુધી પહોંચ્યા અને તેમની રાજકીય તેમ જ બૌદ્ધિક ભૂખ પણ સંતોષી. તેઓ આ સ્થિતિમાં શા માટે છે અને તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો છે તે સમજાવ્યું; અલબત્ત એ માર્ગ હિંસાનો છે. એ આદિવાસી અને અંતરિયાળ ગામોમાં રહેતા લોકોને માત્ર આર્થિક જરૂરિયાતો જ હોય છે એ આપણી માન્યતા ભૂલભરેલી છે. ગરીબ પ્રજાને પણ એ જાણવું છે કે તેઓની આ અવદશા શા કારણે છે અને બીજા સાધન સંપન્ન લોકો અને સત્તાધારી લોકો શા માટે અનેક ગણી સારી દશામાં જીવે છે. જોવાનું એ છે કે જે લોકોએ બંદૂક પકડી છે અને વર્ગ વિખવાદમાં સંડોવાયેલા છે તેઓ પણ આ ‘અન્ય’ લોક સાથે સહાનુભૂતિ કેળવીને તાદાત્મ્ય સાધવા ઈચ્છે છે. ગાંધીજીની ઉક્તિ ‘દરેક માનવીમાં મૂળે તો સારપ ભરી પડી છે’ એ આ પ્રકૃતિના સંતાનો અને કહેવાતા અશિક્ષિત લોકોના દિલમાં ખૂબ ઊંડી ઊતરી ગયેલ છે. આથી જ તો કદાચ તેમને સ્વરાજ અને અહિંસાની વાત સમજવી મુશ્કેલ નથી લાગતી; એને તેઓ સ્વધર્મ માને છે.

ગાંધીજીના સ્વરાજ વિશેનાં દર્શનની પ્રસ્તુતતા પરની આત્મશ્રદ્ધાને ઝોળીમાં ભરીને શ્રી રાજીવ વોરા અને તેમના પત્ની ડો. નીરુ વોરા ગાંધીજીના અહિંસા વિશેના દર્શન અને અહિંસક લડતોની પદ્ધતિ વિષે અભ્યાસ, સંશોધન અને પ્રયોગો કરી રહ્યાં છે. તેની ફલશ્રુતિ જોઈએ. કાશ્મીર વિસ્તારમાં જે  યુવાનો બંદૂકથી વાત કરતા હતા તેઓ અહિંસાના હિમાયતી બની રહ્યા છે. બિહારના બાંકા જિલ્લામાં 150થી ય વધુ નક્સલાઈટ કમાન્ડો હિંસા ત્યજીને શાંતિના માર્ગે પડ્યા. 22માંથી 18 પંચાયતોમાં અહિંસામાં માનનારા મુખિયાઓને ચૂંટવામાં આવ્યા જેમાંની છ મહિલાઓ હતી. આ બધું જ ગાંધીજીનો સંદેશ નફરત અને હિંસાની આગથી તપ્ત હૃદયો સુધી પહોંચાડીને તેમને બીજા માર્ગનો વિકલ્પ આપવાને કારણે જ શક્ય બન્યું.

લોકહિતનાં કાર્યો જોખમો અને પડકારોથી મુક્ત નથી હોતાં. કેટલાક સ્થાપિત હિત ધરાવનારાઓ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનારાઓને નિરુત્સાહ કરતા હોય છે. આવા કર્મશીલોને બે બાજુથી ભય હોય છે; પોલીસ અને કેટલાંક સંગઠનો તરફથી. વહીવટી તંત્ર અને રાજકારણીઓ તરફથી પોલીસને માઓઇસ્ટ વિરુદ્ધ લડાઈ જાહેર કરીને પોતાની સફળતા દર્શાવવાનું દબાણ થતું હોય છે. આ બેધારી વિટમ્બણાઓને ધૈર્ય અને હિંમતથી સહન કરતાં કરતાં સ્વરાજપીઠ સતત આગળ ધપતી રહી છે. નોંધનીય બાબત એ છે કે તેનો કાર્યભાર મિત્રો અને શુભેચ્છકોની પીઠ પર છે. તેઓ સરકારની મદદ કે બહુરાષ્ટ્રીય કંપનીની સહાય નથી લેતા, જેથી જેમને માટે તેઓ આ ઉમદા કાર્ય કરે છે તેવા લોકો પ્રત્યેની તેમની નિષ્ઠા અને પ્રામાણિકતા જળવાઈ રહે. આ એક સરાહનીય નિર્ણય છે જે નિભાવવો મુશ્કેલ પણ છે. સ્વરાજપીઠે એવા જોખમકારક વિસ્તારોમાં કામ કરવાનું બીડું ઝડપ્યું છે, જ્યાં હિંસાની ચિનગારી ભાગ્યે જ ઓલવાતી જોવા મળે, એટલે  ભારતની કોઈ સંસ્થા કે કોર્પોરેટ જગતની દાન ગંગા તેમને તરતી રાખે એ સંભવ નથી. અહીં આપણને ગાંધીજીનો એક બીજો સિદ્ધાંત અમલમાં મુકાતો જોવા મળે છે. ગાંધીજી માનતા કે પ્રજા માટેનાં કાર્યો પ્રજાની જ આર્થિક સહાયથી થવા જોઈએ, તેનો પાઇ પાઈનો હિસાબ લોકોને આપવો જોઈએ, જેથી એ કાર્ય કે પરિકલ્પનાના માલિક પ્રજા પોતે રહે, તેની દિશા નક્કી કરવામાં, તેનાં ફળો ભોગવવામાં તેઓ જ મહદ્દ અંશે ભાગીદાર બને અને સહુથી મોટી વાત તો એ કે એમ કરવાથી કોઈ ઉદ્યોગપતિ, શેઠ-શાહુકાર કે સરકારી તંત્રની જોહુકમી નીચે દબાઈ જવું ન પડે. અલબત્ત ગાંધીજીને અનેક ઉદ્યોગ સાહસિકોએ છુટ્ટે હાથે દાન કરેલું, પરંતુ આજે એવા વીરલાઓ ભાગ્યે જ મળશે જેઓ સ્વહિતને એક બાજુ મૂકીને અહિંસક ચળવળ જેવી ‘સાધારણ’ મનાતી પ્રવૃત્તિઓને સાથ આપે કેમ કે તેમને શસ્ત્રોની બનાવટ અને લે-વેચમાં ધનનો બેહિસાબ ફાયદો થાય ને? અહિંસાની આતશને જલતી રાખવા જાતે એ વિસ્તારોમાં જઈને કાર્ય કરી ન શકતા હોય તેવા વાચકો સ્વરાજપીઠની વેબસાઈટ પર જઈને જરૂર એ યજ્ઞમાં યથાશક્તિ નાણાકીય સહાય રૂપી આહુતિ આપી શકે.

રાજીવ વોરા અને નીરુ વોરા લિખિત પુસ્તકો: Share Concerns અને Nonviolence and Peace Building in Jammu & Kashmir તથા રાજીવ વોરા લિખિત Disinherited Generation of J&K and Enigma of Kashmiri Pandit-Muslim Relationshipની નોંધ લેવી રહી. સ્વરાજપીઠનાં સ્તંભ સમાન આ યુગલ હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને કાર્ય તો કરે જ છે, સાથે સાથે તેને અક્ષર દેહ આપીને તે કાર્ય પાછળના ઉદ્દેશો, અનુભવો અને અર્જિત જ્ઞાન બહોળા સમુદાય માટે ઉપલબ્ધ પણ કરે છે. ગાંધી વિચાર માત્ર ગાંધીજીનો જ નહીં, પોતાનો બને, બીજા અપનાવે અને સમાજના બધા વર્ગો સુધી પહોંચે એ માટેના આ સહિયારા પ્રયાસને હજુ વધુ સફળતા મળે તેવી શુભેચ્છા.

e.mail : 71abuch@gmail.com

Loading

Pragya Thakur for Parliament: Her Past and Portents for the Future

Ram Puniyani|English Bazaar Patrika - OPED|6 May 2019

Having communalised us, the BJP unfolds its Hindutva agenda to the full

In the general election of 2019, endless sectarian issues are being thrown up by the ruling BJP. To top issues like the Citizenship Amendment Bill, Kabristan, Vande Mataram, pseudo-nationalism, now the BJP has put up Pragya Thakur as its candidate from the Bhopal Lok Sabha seat.

Thakur is one of the key accused in acts of terror, particularly in cases related to the Malegaon, Ajmer, Makkah Masjid and Samjhauta Express bomb blasts, in which many innocents lost their lives and hundreds were injured.

Since joining the BJP a fortnight ago and being nominated as a Lok Sabha candidate Thakur has issued many statements, which are very disturbing at one level and at another show her mindset and the RSS-BJP’s.

After the Malegaon terror attack of 2008, in which six people died and over a hundred were injured, the Maharashtra Anti-Terrorism Squad chief heading the investigation, Hemant Karkare, after painstaking investigation got a vital clue.

It related to the motorcycle used in the Malegaon blast. Based on the chassis number of the motorcycle he caught hold of Pragya Thakur, in whose name the vehicle was registered.

This led to a series of arrests in which Lt Col Purohit, Major Upadhyay, Swami Dayanand Pandey and Swami Aseemanand among others were found to have been involved. The laptops, the conversation and other meticulously collected evidence led to the unearthing of a deeper plot, in which many of the accused were related to the RSS in some way.

One of the crucial pieces of evidence was the confession of Swami Aseemanand. In a legally valid confession in front of a magistrate he revealed the whole plot.

After NDA II, comprised mostly of the BJP, came to power in 2014, the National Investigation Agency started pursuing the cases with a different approach. The biggest evidence of this was the statement of Rohini Salian, the public prosecutor concerned, who stated that she had been told to go softer on the cases. She refused to do so and was removed from her role as public prosecutor.

In Thakur’s case, the NIA in 2016 approached the courts with a chargesheet exonerating her of the crime. It also stated that she had breast cancer and was unable to walk even with support. The court in its wisdom framed the chargesheet against her and granted her bail purely on medical grounds, without exonerating her of the crime.

As matters stand, she is accused of terrorist activity and is on bail on medical grounds.

After her nomination from Bhopal Thakur announced that Hemant Karkare was killed due to her curse (shrap). Karkare along with two other police officers died in the 26/11/2008 terror attack sponsored from Pakistan. Karkare, a brave officer chose to fight the terror attack on the streets and died from terrorists’ bullets.

Now Pragya Thakur’s statement is the worst insult to a martyr who died while performing his duties, trying to save the nation from a terror attack. Later she retracted her statement saying she was doing so as it may benefit the enemies!

Some pointed out that if she has the mythical power of dealing curses, why didn’t she do so to the terror masterminds sitting in Pakistan?

Thakur also alleged that Karkare had tortured her, so she cursed him. But the National Human Rights Commission investigated this issue and found no evidence of torture whatsoever. Karkare’s investigation was based purely on the grounds of evidence collected by him and his team of professionals.

In the aftermath of this insult many wellknown names from the police force, known for their integrity and upright work like Julio Rebeiro, Prakash Singh and Meeran Borwankar among others, came forward through articles or TV interviews to share their opinion of Karkare. As per them, Karkare was an upright, honest officer with a professional approach to his work. During his lifetime he was called deshdrohi (traitor, anti-national) by many leaders of Hindutva.

Prime Minister Narendra Modi came forward to defend the BJP’s nomination of terror-accused Pragya Thakur, by saying that to accuse her of being involved in an act of terror is to insult the five thousand year old Hindu civilisation!

Does Pragya Thakur represent the civilisational values of this land? Far from it. India’s past is plural, interactive and accepting with open arms of traditions which prevail within and without. India’s civilisation is represented by likes of Gautam Buddh, Bhagwan Mahavir, Kabir, Guru Nanak, Nizamuddin Auliya and Gandhi among others – who talked of love, tolerance and peace – and not by the likes of Pragya Thakur.

Thakur’s suffering from breast cancer is another mystery. The medical board headed by the JJ Hospital dean found her not to be suffering from any cancer. She claims to have been cured by cow urine and panchgavya. Panch Gavya is a mixture of cow milk, urine, dung, curd and ghee.

Such preposterous claims are in line with the blind faith being promoted by sectarian nationalism, which is propounded by the ideology to which she belongs. Her illness, and its cure by panch gavya is a mystery in itself.

Thakur also claims to have been part of the Babri monument demolition squad. The Election Commission has given her a notice on this issue. So this is a self confessed crime! Apart from being the major accused in Malegaon blasts for which the case against her is still on, she is confessing to her crime in the Babri demolition. What type of signal is being given by the BJP in naming her as a candidate for Parliament?

Surely the BJP is unfolding its Hindutva agenda to the full by now. Earlier with people like Vajpayee at the helm, the moderate image was the electoral compulsion. Now with increased communalisation after 2002, Ram Temple and Holy Cow, the BJP is feeling emboldened enough to reveal its true colour: divisiveness, violence and sectarianism.

It stands for something which is totally against the values of the Indian Constitution.

https://www.thecitizen.in/index.php/en/NewsDetail/index/4/16839/Pragya-Thakur-for-Parliament-Her-Past-and-Portents-for-the-Future

Loading

...102030...2,9722,9732,9742,975...2,9802,9903,000...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved